કોરોનાએ પગ મૂક્યો જગતમાં । ક્રિષ્ના જિકાદરા (મોરલી)
દિવસે ને દિવસે કોરોનાનો હાકો વધ્યો,
વધ્યો કોરોના ને, મૃત્યુ અંક પણ વધ્યો,
એમના પરિવારની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
શાકભાજી વગરના લોકો થયા ભૂખ્યા,
લોકડાઉંને પગ મૂક્યો હવે મારા દેશમાં,
ઘરમાં પુરાયેલા લોકોની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
કમાણી વગરના લોકો થયા બેરોજગાર,
મંદી એ ટાંડવ સર્જયુ હવે જગતમાં,
મંદીમાં આ લોકોની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
લોકો હારીને હવે, પોતાને વતન વળીયા,
કોરોનાએ પગ મૂક્યો હવે જગતમાં,
ગરીબડા મજુરની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....