‘પ્રિય’ વિદ્યાર્થીનું ગીત | ડૉ. કમલેશ સોલંકી
સુની શાળા ને સુના બાળકો હો જી રે
એવા સુના ભાસે પ્રાર્થના કેરા સ્ટેજ રે ...
ઓ કોરોના હવે તો જા...હવે તો જા ...
ન ગમે whatsapp માં ભણવાનું હવે
કે ન ગમે રોજ online રહેવાનું હવે
કેમે ય કરી બહાર નઈ જવાનું હવે ?
નથી ગમતી આ ઘર કેરી શાંતિ હો જી રે
કે નથી જોઈતી રવિવાર કેરી રજાઓ રે...
ઓ કોરોના હવે તો જા...હવે તો જા ...
યાદ આવે શાળામાંની મસ્તી
કિટ્ટા-બુચ્ચા રોજ યાદ આવે
યાદ આવે મિત્રો કેરી મોજ
આ whatsapp માં તો મેડમ ખીજાય ના હો જી રે
નાં કોઈ સર કરે અંગુઠા પકડાવવાની સજા રે...
ઓ કોરોના હવે તો જા...હવે તો જા ...
દર શનિવારે લેવાતી એકમ કસોટી
બાળમેળો, વિવિધ સ્પર્ધાઓ યાદ આવે
ના મળતો પાંચનાં ટકોરે ટન...ટન...કેરો રોમાંચ
ન કરવાની મહેનત કે ન આપવાની પરીક્ષા હો જી રે
તો તો પછી નહિ લેવાનું ટેન્સન પરિણામનું રે...
ઓ કોરોના રહેવું હોય તો રહે... રહેવું હોય તો રહે...