કહર (COVID-19) | જીજ્ઞેશ પટેલ
આ ભારી છે, મહામારી;
એની ભીતર તું ઝાંખ;
ટહેલવાનું તું ટાળ...
કુદરત ની કરામત છે,
ચેતી જા નર;
નારાયણ નહી બચાવે,
ટહેલવાનું તું ટાળ...
જગ કેરી સ્થિતિ જાણ;
સમજણ તુજમાં આણ;
ટહેલવાનું તું ટાળ...
આતો છે, કોરોના કેરી કાંટાળી જાળ;
ટહેલવાનું તું ટાળ...
આતો ભારત ભૌમ તણી, આવી સંકટ;
ટહેલવાનું તું ટાળ...
સમય ચેતવે; ચેત જે તું !
ટહેલવાનું તું ટાળ…