કાવ્ય । જીજ્ઞેશ પરમાર
કોરોના ને જો આપવી છે હર તરફ થી હાર, તમે ન જતા બહાર,
આપણી લક્ષ્મણ રેખા આપણા ઘર ના દ્વાર, તમે ન જતા બહાર,
ભુખ,તરસ,બેચેની,માંદગી,કે પછી હોય મરણ
કારણ તમારુ ગમે તેટલૂ પણ હોય અસરદાર, તમે ન જતા બહાર,
ભરખી ગઈ છે આ મહામારી ન જણે કેટલા ઘર,
હેમખેમ ને સલામત જો રાખવો હોય પરિવાર, તમે ન જતા બહાર,
કાલમુખા આ કોરોના ની સમજો ભયાનકતા,
વર્તમાન પરિસ્થિતિ નો સહર્શ કરીને સ્વીકાર, તમે ન જતા બહાર,
પોલિસ,ડોક્ટર,મિડિયા,બેન્કર છે સેવામા તત્પર,
આ યોદ્ધાઓ ની અમુલ્ય સેવાનો કરી ને વિચાર, તમે ન જતા બહાર,
જીવી રહ્યુ છે જગત આખુ એના કપરા કાળમા,
દેશભક્તિ કહે છે આજે આપણી કરી કરી ને પોકાર, તમે ન જતા બહાર,
કોરોના ને જો આપવી છે હર તરફ થી હાર, તમે ન જતા બહાર,
આપણી લક્ષ્મણ રેખા આપણા ઘર ના દ્વાર, તમે ન જતા બહાર.