કોરોનાને ભારતથી જલ્દી ભગાડીશું | જીજ્ઞેશ નાયક "સેનાપતિ"
કોરોનાને ભારતથી જલ્દી ભગાડીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું..
શરદી ઉધરસ તાવ જો આવે તો
ગળામાં બળતરા છીંકો આવે તો
પ્રાથમિક સારવાર તરત કરાવીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું
મોંઢે રુમાલ માસ્ક બાંધીશુ
સામાજિક અંતર જાળવીશું
લોકડાઉન પાળીશું સંક્રમણ ટાળીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું.
વાઇરસ આવ્યો આ ચીનના વુહાનથી
રોકી ના શકાયો એ જર્મની જાપાનથી
ઇટલી અમેરિકા સ્પેનને બતાવીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું.
મોદીજીની વાત અમે દિલથી સ્વીકારીશું
કોરોનાને પાટણથી જલ્દી ભગાડીશું
કોરોનાને ગુજરાતમાંથી ભગાડીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું.
કોરોનાને ભારતથી જલ્દી ભગાડીશું
ઘરમાં રહીને અમે દેશને બચાવીશું..