જીરવી જવું પડશે । જગદીશ ઓધવજીભાઈ ઝાપડીયા
આ કેવું ! માણસથી માણસ ડરે છે.
કારણ, હમણાં સૌ કોરોનાથી મરે છે.
એનો કેવો કપરો કાળ હશે,
આ ફૂલના સ્પર્શથી ભમરો ડરે છે.
પ્રેમિકા પણ ઘરે રહી જશે,
દસ્તક દરવાજે કોરોના કરે છે.
આંખોથી આંખો મળવા તરસી હશે,
ને વાદળ હવે આંખોથી ઝરે છે.
લાગે છે મારો મ્હાલો મરી જશે,
એવી વાત, આપણા વિયોગની ફરે છે.
રોજ મળવા આવતો એ મંદિર ખાલી હશે,
તો તું તારા દિલમાં જઇ મળતા કેમ ડરે છે.
કોરોના દેવ(કે દાનવ)ની માળા જપવી પડશે,
કારણ, એ શ્વાસથી શ્વાસમાં ભળીને મારે છે.
કસમ છે કોરોનાના ! સૌને જીરવી જવું પડશે,
ધીરજ રાખો, કપરા કાળનું ચક્ર પણ ફરે છે.