ક્યાં જઈ અટકશે | હેમંત વિરડા
ખબર નથી આ બધું ક્યાં જઈ અટકશે,
માણસને માણસ હોવું, ધીમે ધીમે ખટકશે.
ઘેર આવેલા અતિથિ, બારણું જોઈ અટકશે,
હાથ-પગ ધોવાશે, જાણે ડાઘુ ઘરમાં પ્રવેશશે.
ગળે મળતો મિત્ર, હાથ મેળવવા હાથ લંબાવશે,
શંકાનો કીડો સળવળશે, હાથ પાછો ખેંચી લેશે.
અને જ્યારે જાહેર થશે કે આમને કોરોના હશે,
પળવારમાં જ ઘર ભૂતિયા ઘરમાં ફેરવાઈ જશે.
ગુનેગારની જેમ એકલો અટૂલો, રૂમમાં પૂરી દેશે,
બારીમાંથી ઊડતા પક્ષીઓ જોઈશ, ત્યારે થશે.