ફરી એ જ । ડૉ. હરેશ પી. વરૂ
ઇતિહાસના પન્ના પર જોયું છે,
નગરો બનતા અને વિખેરાતા.
કયારેક આક્રમણ, આગ, વિભાજન
તો વળી કયારેક મરકી, પ્લેગ કે મહામારી.
સૂકા અક્ષરોથી કરવામાં આવેલા વર્ણનો
આ સ્થળાંતર જોઇને જીવંત થઇ જાય છે,
ફરી ઇતિહાસના એ પન્ના
જેમાં ધરબાયેલ છે માણસની વેદના.