‘કોરોના ભગાવી દો હવે’ | ગિરધર જાદવ
એક ડર મનનો ફગાવી દો હવે,
ખુદ કોરોના ભગાવી દો હવે.
ને વળી મજબૂત પણ બનતા રહી,
તાર તનના ખટખટાવી દો હવે.
હાર કોરોના તણી નિશ્ચિત છે,
ભીતિ અંદરથી હટાવી દો હવે.
ભૂલથી ભૂલો પડે તો તો પછી,
ધૂળ ચપટી આ ચટાવી દો હવે.
ના જગતની આપણે ચિંતા કશી,
તાર દિલના ઝણઝણાવી દો હવે.