પાંજરું| ફોરમ શાહ
પાંજરું રૂડું લાગ્યું સોહામણું
પ્રેમ થી પંખીડા તેમાં વસ્યા,
આકરા તડકા ના તાપ ન વેઠ્યા
માણી મીઠી મધુરી છાયા.
નાના સળિયે શાંતિ થી બેસી
જીણાં જીણાં દાણા ચરિયા,
માવજત થયા કરે પંખીડા ની પૂરી
કેવું તે સુખ પાંજરા માં માણી રહ્યા!
ઉડતા પંખીડા આવી કાન ભંભેરે -
"શા માટે તમો પાંજરે ફસાયા?
માણી અમે પવન ની સ્મિત લહેરો
ડાળીએ ડાળીએ બેસી હીંચકા ઝૂલ્યા. "
સાંભળી, પાંજરવાસી રોષે ભરાયાં
મૂઠભર ભીડ માં પડવા ભીંસાયા,
ચાંચ મારી મારી તોડ્યું પાંજરું
નીલગગન માં ઉડવા ઉમટ્યા.
ફરરર ફરરર ઉડી મોજ માણી
અતિ આનંદ ની શોધ માં ગબડાયા,
વાવાઝોડું આવતા તેઓ ફેંકાયા
ચિંતાતુર બની ઠેર ઠેર ગોઠવાયા.
કોઈક શિકારી ના ભોગ બન્યા
તો કોઈક પતંગ ની દોર માં લપટાયા,
ઉડી ઉડી ઉડી ઘણું પસ્તાયા
થયું "હવે અમે ક્યાં અટવાયા?"
પાંજરા માં જ મળે પૂરતી સુરક્ષા
સોહામણા લાગ્યા વળી એ જ પાંજરિયા.
*****
The Great Lockdown | Forum Shah
A new chapter introduced
In books of History,
Let's summarize it
Through pithy poetry.
Covid-19 was the reason
For the self-reliant war,
Violating instructions meant
' You may not live anymore!'
Many were stuck away from home
Some on the road, rest on board.
People were striving for surviving
Some at Lazaretto, rest at eking out bio.
Statistics was relied on
Flattening curve was the aim,
Accuracy of data?
It was difficult to claim.
Mortality rate was high
For this reason or that,
Flouting rules, distorting data
Real history was that!