કાવ્ય | દીપક રાવલ
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
શેરમાં આ પગલાં કોઈ 'દિ પાછા નહીં આવે
પાદર સુધી આવ્યું’તું ખેતર
પણ અમે માન્યા નહીં
લાડવો ખાવા આવ્યા’તા પણ
કાંઈ અમે પામ્યા નહીં
કુટિલતા કોઠે ન પડી, નિર્દયતા નહીં ફાવે
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
તન તોડી બાંધ્યા બંગલા
પરસેવાથી સીંચ્યા રસ્તા
તોયે એક છાપરું ન પામ્યા
એક કોળિયો ધાન ન પામ્યા
પથરા નહીં પીગળે રે, હેત જરા નહીં મળે
શેરમાં આ પગલાં કોઈ 'દિ પાછા નહીં આવે....
*****
પાછા નહીં આવે
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
શેરમાં આ પગલાં કોઈ 'દિ પાછા નહીં આવે
પાદર સુધી આવ્યુ’તું ખેતર, પણ અમે માન્યા નહીં
લાડવો ખાવા આવ્યા’તા, પણ કાંઈ અમે પામ્યા નહીં
કુટિલતા કોઠે ન પડી, નિર્દયતા નહીં ફાવે
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
તન તોડી બાંધ્યા બંગલા, પરસેવાથી સીંચ્યા રસ્તા
તોયે એક છાપરું ન પામ્યા, એક કોળિયો ધાન ન પામ્યા
પથરા નહીં પીગળે રે, હેત જરા નહીં મળે
શેરમાં આ પગલાં કોઈ 'દિ પાછા નહીં આવે
*****