કોરોના | દીપક ભાનુશંકર ભટ્ટ
પ્રિય થવાના તારા હથકંડા
સમજી ગયો છું.
નજીક ને નજીક
આસપાસ ફર્યા કરતા તને
ઓળખી લીધો છે.
લપલપતી જિહ્વા
સડસડતા શ્વાસ.
બાળપણની નિત્ય સખી
શરદીનું રૂપ ધરી
આવી, વ્હાલા થવાનો
તારો પ્રયાસ
દુખતા મસ્તકે
બાનો સ્નેહાળ હાથ
કેટલી થાય મને હા....શ.
પણ ભમરાળા
તારી આશંકાએ
ક્યારેય નહોતો
એવો
એટલો
એકાકી
થઈ રહી ગયો છું હું.
મને પ્રિય થવાના તારા
પ્રયત્નમાં
કેટલો સભર થયો છું હું.
તું શું જાણે!!?
પ્રિયને સ્પર્શી
પ્રિય થવાના
તારા પ્રયત્નો
નિષ્ફળ છે નિષ્ફળ છે નિષ્ફળ છે....