તો ઘણું સારું | દિલીપ માલવણિયા
ખપી જવાનું કોણ કહે છે
થોડી વાર ખમી જા, તો ઘણું સારું.
મા ભોમની હાકલ પડી છે
થોડો હવે જાગી જા, તો ઘણું સારું.
દોડીને ભેટતો નહીં હો!
બે ગજ હટી જા, તો ઘણું સારું.
રસ્તે નીકળવાની ના નથી,
જ્યાં ત્યાં થૂંકી ન જા, તો ઘણું સારું.
કોરોના વોરિયર્સ થવા કહું?
સહપરિવાર ઘરે જ રહી જા, તો ઘણું સારું.
મંદિર, મસ્જિદ, દેવળ તારામાં
અંતરનો સાદ માણી જા, તો ઘણું સારું.
તું ભલો જ છે, બૂરો કોણ?
હણે હીણો તું હણી જા?, તો ઘણું સારું.
*****