મૃત્યુ | દેવજી સોલંકી
મૃત્યુ
મારી આંખ સામેથી
સરર કરતું
પસાર થઈ ગયું.
કોનું હતું એ
કશુંય જાણી ન શકાયું
ના કોઈ
આગળ
કે
પાછળ
એક એમ્બ્યુલન્સમાં જતું રહ્યું
જાતે જ
દફનાઈ જશે
કાં તો
સેકાઈ જશે
ધગધગતી ભઠ્ઠીમાં.
એકલું
એટલું.