શેઠજી | દક્ષેશ પ્રજાપતિ
નોકરીથી કાઢશો ના ઉણ વરસ ઓ શેઠજી,
દીકરીના હાથ પીળા થઈ જવા દો શેઠજી.
છું તમારા વૃક્ષનું હું પાંદડુ, પીળું પડીશ,
તક સ્વયં ખરવા મને એકાદ આપો શેઠજી.
નોકરી ગઈ રોટલો ગ્યો દોસ્તો છૂટી પડ્યા,
ક્યાં જઈને કાઢવો મારે બળાપો શેઠજી.
નોકરી કરતાં કદી જોયું નથી પાછળ વળી,
આપ મારી આંખમાં પળવાર જુઓ શેઠજી.
સ્વર્ગ જેવું નાનું ઘર મારું વહાલું છે મને,
કેમ મારા સ્વર્ગનો આપીશ હપતો શેઠજી?