કુદરતથી પર!| અરુણા ડી. રાષ્ટ્રપાલ
સમજાય નહીં સઘળું,
આમ કેમ પલટાણું!,
ભોગવાદમાં જગત,
આખું ઝપટાયું,
વિજ્ઞાાનયુગે આકાંક્ષાઓ,
સંધીયે પુરાયું,
એ જ આકાંક્ષા માથે,
ભયશસ્ત્ર કેમ તોળાયું!,
સુખના સાધનો વચ્ચે,
ઉચાટે જ સર્વ સહેવાયું,
નવરાશના નવ ખંડે,
નિરાંતથી અળગા કેમ રે’વાયું!,
જ્ઞાનપિપાસુંનો જ્ઞાનફાલ,
આથી પેલે પાર પાંગર્યું,
સમાધાનથી પર પ્રશ્નોથી,
વણઉકલ્યા કેમ રે’વાયું!,
સગળું રહ્યું હાથવેંત,
તોયે કટોકટીમાં જ જવાયું,
વિશ્વ માથે કાળ કેરું,
કેમ સમુહરુદન સર્જાયું!!!