બેહાલ કોરોના | અલ્પા વસા
હાલ કીધા સાવ તે બેહાલ, કોરોના.
જો આ બદલાણી સહુની ચાલ, કોરોના.
કેટલા તેં ઘાવ દીધા છે જગતને જો,
ઊતરડી સહુની તેં ખાલ, કોરોના.
શાંત થઈ ઊંઘે નગર, ને છે ગલી સૂતી,
રાત ‘દિ નો ખોરવાયો તાલ, કોરોના.
ઘા કરે તલવાર ને ભાલા વગર તું તો,
ગોતવી ક્યાંથી અમારે ઢાલ, કોરોના.
હાલતાં ને ચાલતાં વળગે છે સૌને તું,
છે રમત કે તારું વૈષી વ્હાલ કોરોના?