લોકડાઉનમાં | અજિત મકવાણા
આ પા ઓ પા ક્યાંય નહીં હું ઘરના ખૂણે ભટકું છું, આ લોકડાઉનમાં
પેન્ટ-શર્ટ ના પ્હેરું હું તો લેંઘા-નાડે લટકું છું, આ લોકડાઉનમાં
રોજ સવારે સાવરણીના વારાફેરા, ને પોતાની ફરકે પતાકા
બૈરાક્ષસનો કામ-રખોપો બની ગયાનું છટકું છું, આ લોકડાઉનમાં
દો ગજ દૂરી રાખું છું ને માસ્ક બાંધી લીધો છે, આ લોકડાઉનમાં
કોરોનાના ડરથી મેં રસ સેનિટાઇઝર પીધો* છે, આ લોકડાઉનમાં
અદૃશ્ય છે મૌત ભમે, કોને જઈને પૂછવાનું : કપાવુંx કે ભડથું+ થવું?
ઈશ્વર નામે શ્રદ્ધાનો મેં ઘડો-લાડવો કીધો છે, આ લોકડાઉનમાં
* દારૂની લતવાળા કેટલાક નશા માટે સેનિટાઇઝર પી જવાથી મૃત્યુ પામ્યા
x પગપાળા ઘરવાપસી કરતા કેટલાક લોકો રેલવે ટ્રેક પર સૂતા હતા ને કપાઈ ગયા
+ ક્વોરન્ટાઇન સેન્ટરમાં આગ લાગી ને કેટલાક દર્દી બળી મર્યા
(16-6, 3-8, 10-8-2020)