Jokes
લો બોલો... આજે એક ઓળખીતાનો ફોન આવ્યો....
કે' છે...
લગ્ન છે દીકરાના 14 જૂને...
આપનો 52મો નંબર છે એટલે કે waiting listમાં બીજો.
જો 2 જણ કેન્સલ થાય તો આપને આવવાનું રહેશે, તૈયાર રહેજો, આગળના દીવસે જાણ કરશું...
*****
वायरस का क़हर अभी समाप्त नहीं हुआ है अत: घर से उतना ही निकलें, जितना चुनाव के बाद राहुल गांधी मंदिर जाते है और प्रियंका गाँधी साड़ी पहनती हैं!
और
रही बात #कोरोना के बारे में जानकारी की तो वैज्ञानिक उतना ही जानते हैं जितना सोनिया गाँधी हिन्दी जानती हैं!
*****
આજે અમારો દૂધવાળો કહે, "કાલથી તમારી ઇમ્યુનિટી વધે એવું દૂધ લાવું? લિટરે ખાલી 10 રૂપિયા વધારે આપવા પડશે."
મેં પૂછ્યું, "એ વળી કેવું દૂધ?"
તો એણે જવાબ દીધો, "એવી ભેંસનું દૂધ જે ભેંસને અમે રોજ લીંબુ અને સંતરા ખવરાવીએ છીએ. જેથી એના દૂધમાં વિટામિન સી મલે. રોજ સવારે 1 કલાક તડકે ઊભી રાખીએ છીએ એટલે એના દૂધમાં વિટામિન ડી પણ હોય. એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઇમ્યુનિટી વધે."
*****
એક મહિલાએ ડોક્ટરને પૂછ્યું :
જ્યારે મારો પતિ ઑફિસથી ઘરે આવે છે, ત્યારે હું તેને કહું છું કે તેનાં બૂટ અને કપડાં કાઢી નાખે. પછી એ ડેટોલથી તેના આખા શરીરને સાફ કરે છે. પછી તે ગરમ પાણીથી સ્નાન કરે છે. પછી તે ગરમ પાણી અને લીંબુ પી જાય છે. પછી તે સેનિટાઇઝરથી તેના હાથ-પગ સાફ કરે છે....
તો શું આટલું પૂરતું છે? કોરોનાથી બચવા માટે?
ડોક્ટર : જો તમને આ ઓછું લાગતું હોય, તો તમે એમને કૂકરમાં મૂકીને ત્રણ સીટી વગાડી શકો છો.
*****
કોરોના-કાળ | નવી કહેવતો
માણસ માત્ર માસ્કને પાત્ર
*
જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ
*
ઝાઝા ટેસ્ટ રળિયામણા
*
હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા
*
જેટલાં મોં એટલા ઇલાજ
*
બાર ગાઉએ ઝોન બદલાય
*
…. પ્રભાતે આંકડા દર્શનમ્!
*
નવો દરદી નવ વાર હાથ ધુએ
*
જીવતો નર 'નેગેટિવ' પામે
*
ઘેર ઘેર કોરોનાના ઉકાળા
*
વેન્ટિલેટરનાં નીવડ્યે વખાણ
*
ડોશી મર્યાનો ભો નથી,
કોરોના ભાળી ગયાનો ડર છે.
*
ઝાઝા કેસ ઝોન બગાડે
*
ઘરનાં છોકરાં સાબુ વાપરે,
ને કામવાળીને સેનિટાઇઝર.
*
પોઝિટિવ સાથે નેગેટિવ જાય,
કોરોના નહીં તો ફ્લૂ થાય.
*
સો દહાડા સેનિટાઇઝરના,
એક દહાડો કોરોનાનો.
*
પોઝિટિવનાં પાપ છાપરે ચડીને પોકારે
*
લેવા ગયા’તા દુપટ્ટા,
લઈને આયા માસ્ક.
*
સિવિલમાં સો બીમારી,
પ્રાઇવેટમાં ખિસ્સાં ખાલી.
*
‘આપ’ ભલા તો....
‘ભાજપ’ ભી ભલા!
*****
લો, હવે જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો રૂપિયા 1000નો દંડ લાગશે! આ જ વાત ઉપર ગુજરાતના નામી શાયરોની માફી સાથે આ મુશાયરો સાંભળો...
બુકાની બાંધી ફરનારાનું
આ નગર છે દોસ્તો,
બુકાની ખોલીને ચાલું
તો દંડ હજારનો લાગે છે!
(માફી : મનોજ ખંડેરિયા)
*****
રસીદ ફાટ્યા પછી
એટલું સમજાય છે,
ચહેરાની કિંમત નથી
કેવળ માસ્કથી બચાય છે!
(માફી : રાજેન્દ્ર શુક્લ)
*****
મારી હસ્તી મારી સામે
એ રીતે હણાઈ ગઈ,
છતે ઉઘાડે ચહેરે
રસીદ એક કપાઈ ગઈ!
(માફી : ઓજસ પાલનપુરી)
*****
બધો આધાર છે
હવાલદારના જોવા પર,
સસ્તામાં નથી મળતા
માસ્ક પહેર્યાના પુરાવા!
(માફી : મરીઝ)
*****
જઈ શકું હું કઈ રીતે
માસ્કને ‘પહેર્યા’ વગર,
નગ્નતાનો દંડ છે
આજે કંઈક હજાર ઉપર!
(માફી : મનહર મોદી)
*****
તફાવત એ જ છે તારા
અને મારા વિશે, પોલીસ,
તું રસીદો ફાડે છે
હું મારું ખિસ્સું સાંધું છું!
(માફી : અમૃત ઘાયલ)
*****
લુંટાયા બેફામ સૌ મારા
નગરમાં એ જ કારણથી,
હતો મારો જ ચહેરો
ને મારી બુકાની નહોતી!
(માફી : બેફામ)
*****
માસ્કને ઇસ્ત્રી કરી
મેં સાચવી રાખ્યા’તા
ક્યાંક અણધાર્યા પ્રસંગે
મોં છુપાવવાનું થાય તો!
(માફી : અનિલ ચાવડા)
*****
સમાજસુધારક નિકળ્યો
સમાજ સુધારકો માથું પટકીને
મરી ગયા, ગામે~ગામ જઈને
ચંપલ ઘસી નાખી પણ સમાજના
માણસો સુધર્યા નહીં, પછી એક
વાઇરસ પેદા થયો, લોકો એમને
એમ જ સુધરી ગયા
ના સગાઈનો ખર્ચ
ના બેન્ડ, ના જાન
ના કોઈ સજાવટ
ના કોઈ દેખાવટનો ખર્ચ
ના મોટા જમણવાર
ના અન્નની બરબાદી
ના શ્રીમન્ત વિધિ
ના માન, ના મન્નત
ના કાકા/ફૂઆનાં રિસામણાં
ના મનામણા
ના ભવ્ય જુલૂસ
ના ભવ્ય રિસેપ્શન
ના મરણ પાછળના ભોજન
એક વાઇરસે લોકોને જાતે જ
સુધારી નાખ્યા
હે ક્રાન્તિકારી કોરોના વાઇરસ
તું તો ગજબનો સમાજસુધારક નિકળ્યો
*****