કોરોનાકાળમાં (covid-19) ઓનલાઇન શિક્ષણ : એક નજર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO) કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ જ સૂક્ષ્મ છે. સાથે તે જોખમી અને અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવવાળ કરતાં પણ ૯૦૦ ગણો નાનો છે, આ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયું છે.
કોરોના વાયરસ એ વાયરસની એવી પ્રજાતિ સાથે સંકળાયેલ છે , જેના સંક્રમણથી સરદીથી માંડીને શ્વાસ લેવામાં તકલીફ સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ વાયરસ પહેલાં કદી જોવા મળ્યો નથી. ડિસેમ્બરમાં ચીન ના વુહાનમાં આ વાયરસ નું સંક્રમણ સરું થયું હતું. (W H O) મુજબ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણ છે. હજી સુધી વાયરસને ફેલાતો રોકવા માટે કોઈ વેક્સિન બની નથી . પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વૈજ્ઞાનિકો તેની શોધ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોરોના જેવો વાયરસ ઉધરસ અને છીંક થી પડતાં ટીપા દ્વારા ફેલાય છે. કોરોના વાયરસ અત્યાર સુધી માં ૬૫ થી વધુ દેશોમાં ફેલાયો છે. આ વાયરસ નું જોખમ ન લેતાં સાવચેતી રાખવી જરૂરી છે.
- આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
- કોરોના વાયરસ માં પ્રથમ તાવ આવે છે. ત્યાર બાદ સૂકી ખાંસી થાય છે. અને એક અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
- આ લક્ષણોનો હંમેશા અર્થ એ નથી હોતો કે તમને કોરોના વાયરસનું સંક્રમણ છે.
શિક્ષણ ગતિશીલ પ્રક્રિયા છે. વ્યક્તિની ફિલસૂફી અને સમાજ અને રાષ્ટ્રની જરૂરિયાતને અનુલક્ષીને સતત પરિવર્તન પામતી અને સમાજ માં સતત પરિવર્તન લાવતી અવિરત ચાલતી પ્રક્રિયા છે. માનવઉત્ક્રાંતિ અને મનવશિક્ષણના અને વિકાસના ઇતિહાસમાં શિક્ષણની આ ગતિશીલતા, પરિવર્તનશીલતા અને નવનિર્માણ દ્રષ્ટિગોચર થાય છે . એકકોષી અમીબા માંથી પૂર્ણમાનવ સુધીની ઉત્ક્રાંતિ , ચકમકના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન કરવાની શોધથી માંડીને અણુશક્તિ અને શૌરશક્તિની શોધ સુધીનો વિકાસ શિક્ષણની કર્ણોપ કર્ણ પ્રક્રિયાથી તે માઇક્રોફિશ અને ઇન્ટરનેટ - વેબસાઈટ સુધીની સંજ્ઞા સંચયની સુવિધા કમ્પ્યુટર, ઈમેઈલ, ફેક્સ, યંત્રમાનવ, વિશ્વગ્રામની સંકલ્પના આ બધી સિદ્ધિઓ અને પ્રસિદ્ધિઓ માનવીની કંઇક નવું જાણવાની , નવુંબતાવવાની અને નવું પ્રસ્થાપિત કરવાની જન્મજાત અભિપ્સા અને ઈચ્છાનું પરિણામ છે. આ પરિવર્તન , ઉત્ક્રાંતિ, વિકાસ , નવસર્જન, નવનિર્માણ એ સર્વેનું ચાલકબળ છે ," શિક્ષણ ".
શિક્ષણ એક સદગુણ છે અને કોઈ પણ વ્યક્તિ સાથે તે આજીવન જળવાઈ રહે છે, પરંતુ કોરોનાની મહામારી ને કારણે, શિક્ષણ માટેના માધ્યમ ની સમસ્યા સમગ્ર દુનિયામાં સર્જાઈ છે. આજે આ કોરોના ના સમય માં લખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનો વિચાર કરીને આગળ વધવા માટે તેમની શૈક્ષણિક સંસ્થાઓ તરફ ધ્યાન આપી રહ્યા છે. શિક્ષણકાર્ય એકધારું ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે દેશમાં શૈક્ષણિક પ્રસાશકો સબંધિત મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC) ,સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન , ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, વગેરે એ શૈક્ષણિક પ્રવૃતિઓ ના અમલીકરણ માટે આયોજન કરી રહ્યા છે. શિક્ષણ વિભાગે ઓનલાઇન શિક્ષણ ના માધ્યમને વિકસાવાવનું શરૂ કરી દીધું છે.
વર્તમાન સમયમાં કોરોનાની સમસ્યાએ જીવન જીવવાની, કામકરવાની , અભ્યાસની રીતો બદલી નાખી છે. હવે વિદ્યાર્થીઓને લાંબા સમયનું વેકેશન મળ્યા પછી ઓનલાઈન શિક્ષણ માટે તૈયાર થવું જ પડશે. સમય અને સંજોગોને ધ્યાન માં રાખીને અત્યાર ના સમય માં આજ ઉત્તમ માર્ગ છે . લાખો વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ના સંકુલોમાંથી જતા રહ્યા છે. શિક્ષણ આપનાર ફેકલ્ટી પોતાના ઘરમાંજ બંધાઈ ગયા છે. અત્યારના કોરોનાના કપરા સમય માં શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોને વર્ક ફ્રોમ હોમ ( WFH ) એટલે કે ઘરે થી કામ કરવાની ફરજ પડી છે . એટલે બધા પોત પોતાના ઘરમાંથી જ કોમ્પ્યુટર , મોબાઈલ વગેરે જેવા માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે, જેવું કે ગૂગલ મીટ અથવા ઝૂમ એપ્લિકેશન દ્વારા પણ ઘરે બેસીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય છે.
આ રીતે covod-19 ના સમયમાં ઓનલાઇન શિક્ષણ પણ આપી શકાયું છે. આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ- અભ્યાસ કરવા મળે છે.
યુગોથી શિક્ષણ માં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજાનો આંખોથી આંખોનો પ્રત્યક્ષ સંપર્ક , બિન - મૌખિક સંદેશાવ્યવહાર અને વાસ્તવિક સમય માં એકબીજા વચ્ચે ચર્ચા થાય છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ શીખવવા માટે તેમની સામે ઊભા રહીને તેમને સંબોધન કરવામાંથી વર્ક ફ્રોમ હોમ ની સ્થિતિમાં માં થયેલું આ પરિવર્તન અધ્યાપનના ભવિષ્યનું ઘડતર કરી શકે છે. આજના સમય માં વિદ્યાર્થીઓને શીખવવા માટે અને તેમની સાથે વાર્તાલાપ કરવા માટે શિક્ષકોએ IT સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ટરનેટ દ્વારા સારી રીતે તૈયાર કરેલી સામગ્રી અને અધ્યાપનના સાધનોનો ખજાનો છે. કોરોનાકાળ દરમિયાન અને તે પછી ઊભા થનારા પ્રશ્નો રાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રના અગાઉના વર્ષમાં માર્ગ નક્કી કરશે. અત્યારના સમય માં શિક્ષણના ક્ષેત્રમાં એક નવી દિશા આપવાનો સમય આવી ગયો છે.
કોરોનાકાળ માં શિક્ષણ અને અભ્યાસની પ્રવૃત્તિને આગળ વધારવા માટે ઉપગ્રહ આધારિત શિક્ષણ વ્યવસ્થાઅે મજબૂત પાયો નાખ્યો છે. રેડિયો અને ટેલિવિઝનના પ્રસારણોનો ઉપયોગ છેલ્લા ૭૦ વર્ષ કરતા વધુ સમયથી શૈક્ષણિક માધ્યમ તરીકે વ્યાપકપણે થઈ રહ્યોછે.
જ્ઞાનદર્શન ચેનલ પણ સંપૂર્ણ ડિજિટલ થઈ ગઈ છે. તેનું વિસ્તરણ કરીને GD-૧, GD-૨,GD-૩ એકલવ્ય, GD-૪ વ્યાસ નામની ચેનલોના સમૂહમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ ચેનલ પ્રાથમિક, માધ્યમિક, યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્નાતક અને અનસ્નાતકનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ છે, જેમાં ખાસ કરીને નાના શહેર માં વસતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઘરબેઠા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ચેનલ જુએ છે. ત્યાર બાદ પ્રાયમરી લેવલે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 'વેદાંતુ' નામની એપ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આમ ટીવી ના માધ્યમથી પણ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકાય છે. ટૂંકા ગાળામાં ઓનલાઇન શિક્ષણની તુલના ટેલિવિઝન વધુ વ્યવહારુ ,ન્યાયસંગત,ઓછાખર્ચાળ અને પહોંચ યોગ્ય છે. અહીં એ બાબતે ધ્યાન રાખવું પણ એટલું જ મહત્ત્વનું છે કે ટેલિવિઝન ઉપગ્રહ દ્વારા શિક્ષણ આપવાની સાથે સાથે મુક્ત શૈક્ષણિક સંસાધનો નું ન્યાય પૂર્ણ મિશ્રણ પણ હોવું જોઈએ.મુક્ત શૈક્ષણિક સંસાધનો એ શીખવવાના અભ્યાસ અને સંસાધનના એવા સાધનો છે .તે સાર્વજનિક ક્ષેત્રમાં હોય છે. જે તેની વિનામૂલ્યે ઉપયોગની મંજૂરી આપે છે.તેમાં સંપૂર્ણ અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, સ્ટ્રિમિંગ વીડિયો વગેરે સામેલ હોય શકે છે.આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ખૂબ જ કામ લાગશે. કોરોનાના સમય માં લોકડાઉન જાહેર કરતા ઓનલાઇન વાચકોની સંખ્યામાં વધારો થયો છે.સરકારી અને ખાનગી સ્કૂલો , કોલેજો અને યુનિવર્સિટીઓએ વીડિયો લેક્ચરનું સ્ટ્રીમિંગ કરી રહ્યા છે . આ પ્રયાસો UGC-2016 ને અનુરૂપ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ આવશ્યકપણે કુલ અભ્યાસક્રમ માંથી ૨૦% અભ્યાસ ઓનલાઇન પ્લેટફોર્મ સ્વયં દ્વારા કરાવવો ,પણ આ બધું કરતા ટેકનોલોજી નો અભાવ , તાલીમનો પણ અભાવ વગેરે માનવી સુધી પહોંચી તો ગયું .પણ માનવીને હજુ તેમાંથી પાર પડતા સમય લાગશે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન આખી દુનિયામાં શૈક્ષણિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં ઇન્ટરનેટ ના ઉપયોગ માં વૃદ્ધિ થઈ છે. ઈન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન કરવામાં સરળતા રહે છે. અમુક પ્રકારના સંદર્ભ ઇન્ટરનેટ પર જલદી મળી જતા હોય છે. અસરકારક શિક્ષણ માટે માત્ર ઇન્ટરનેટ પર માહિતીના સંશોધનોની પહોંચ પૂરતી નથી . વિદ્યાર્થીઓને માહિતી સાથે કામ કરવા માટે તૈયાર કરવા . ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે,તેથી યોગ્ય માહિતી શોધવા , તેની પ્રક્રિયા કરવા અને જ્ઞાનાત્મક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેનો અસરકારક ઉપયોગ કરવાનું સામર્થ્ય પણ જરૂરી છે. કોરોનાકાળ માં ઓનલાઇન શિક્ષણ લેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને અમુક વખતે સમય પણ આપી શકતા ન હતા. કેમ કે તેઓ ખેતી સાથે જોડાયેલા છે. ખેતીના કામની વ્યસ્તતા ને કારણે તેઓ ઓનલાઇન શિક્ષણ માં જોડાઈ શકે તેમ ન હતા. ઓનલાઇન શિક્ષણ નો એક નવો યુગ જોવા મળે છે.
તારણો :
કોરોનાકાળ માં વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે ટેકનોલોજી વાળા સાધનોનો ઉપયોગ કરવો જ પડશે. અભ્યાસમાં આવેલા આમૂલ પરિવર્તનને માતા - પિતાએ સ્વીકારવું જરૂરી છે.
ઓનલાઇન શિક્ષણ તો અહી રહેશે જ, પરંતુ તે શાળાઓની જગ્યા ક્યારેય ન લઈ શકે .
ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવી હોય તો આપણે દરેક વિદ્યાર્થી માટે તેને પરિપેક્ષ તથા વ્યક્તિગત રીતે ધ્યાન આપવું પડશે.
ઓનલાઇન શિક્ષણ ભલે એક નવો ટ્રેન્ડ હોય પણ અનેક સુવિધા ઓથી વંચિત વિસ્તારો માંથી આવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણની પ્રક્રિયા કેટલી બદલાશે ?
કોરોનાકાળમાં મોબાઈલ એપ્લિકેશન આધારિત શિક્ષણવ્યવસ્થા ભારતના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચશે? તેમની પાસે મોબાઈલ - સ્માર્ટફોન કે ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ધરાવતા નથી.
અમુક ઊંડાણ વાળા વિસ્તારોમાં જોવા જઈએ તો તેમની પાસે મોબાઈલ તો છે જ પણ નેટવર્ક ની તકલીફ રહેતી હોય છે. તેના કારણે ઓનલાઇન શિક્ષણ ના પણ મેળવી શકે. તો તેવા વિદ્યાર્થીઓ ઓફ લાઈન યુટ્યુબ દ્વારા વીડિયો જોઈને પણ શિક્ષણ મેળવી શકાય છે.
કોરોનાકાળમાં લોકડાઉનાના કારણે ઊભા થયેલા પડકારો ઓનલાઇન અભ્યાસની ભાવિ પેઢીની શૈક્ષણિક સંસ્થાઓ માટે એક છૂપા આશીર્વાદરૂપે સાબિત થઈ શકે છે.
આ સમય માં વિદ્યાર્થી અને વાલીઓએ અરસ પરસ સમજ શક્તિ કેળવવી પડશે.
સંદર્ભ :
(૧) www b.b.c.com
(૨) www.yojana.gov.in
(૩) શિક્ષણની ગુણવત્તાના આધારસ્તંભો- ડૉ.અંજની મહેતા, જાન્યુ.૨૦૦૫, પેજ નં-૬, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.
*****
Dr. Dhaval H. Joshi, Sri N.M.Shah arts & Com college, Shankheswar, 7874832284 joshidhaval1151988@Gmail.com