સ્કૂલેથી આવી
બાને
સઘળી વાત કરી
બીતાં-બીતાં
ને એટલામાં
સૂચનાઓનો વરસાદ
વરસી પડ્યો
બાને મુખેથી
એ દિવસે
એ ઘટના
જાણ્યા પછી
ઘરમાં બાએ
બીજાં બધાંને
જણાવીને
શીરો ય બનાવ્યો
પણ મારા માટે
અછૂતની જેમ
થતું વર્તન
નહોતું ગમ્યું મને
ને ત્યારથી
મને ખૂબ ગમતો
લાલ રંગ
અણગમતો થઈ ગયો