Download this page in

કુંકણાજાતિનું લોકબોલી શબ્દભંડોળ અને ભાષા

સારાંશઃ

કુંકણાં બોલીનું શબ્દ ભંડોળ મર્યાદિત છે. મરાઠી શબ્દો મિશ્રિત બોલી બોલાય છે. મહારાષ્ટ્રના સીમાડા પર બોલાતી હોવાથી મરાઠી ભાષાનો પ્રભાવ સવિશેષ જોવા મળે છે. કુંકણાજાતિની બોલી સંવૃત છે. તુકારથી જ બોલાવવામાં આવે છે નાના હોય કે મોટા તુકારથી જ બોલાવવામાં આવતા હોવાથી આત્મીયતા જળવાય રહે છે. કુકણાજાતિ વલસાડ, નવસારી, ડાંગ આ ત્રણ જિલ્લામાં વસેલી જોવા મળે છે. કુંકણાં, કોંકણી, કુન્બી આવી ત્રણ પેટા જ્ઞાતિ છે. પરંતુ આખરે તો એકજ છે. પરંતુ બાર ગામે બોલી બદલાય તેમ કુંકણાં બોલીમાં પણ કેટલાક ફેરફારો જોવા મળે છે. કુંકણા બોલી શબ્દ ભંડોળ અને ગુજરાતી ભાષા અન્વયે તપાસવાનો ઉપક્રમ છે.

ભારતમાં આદિવાસી સમાજ વસતિ કુલ વસતીના સંદર્ભમાં ૮.૦૮ ટકા જેટલી છે. તે સંદર્ભમાં ગુજરાતમાં ૧પ.૦પ ટકા જેટલી છે. ભારતમાં આદિવાસી સમાજના સમુદાયો ૭૦૦થી વધારે છે. જ્યારે ગુજરાતમાં ર૯ જેટલા સમુદાયો છે. ભારતમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, ઓરીસ્સા, ઝારખંડ, રાજસ્થાન અને આસામ, અને ગુજરાતમાં વસે છે. ગુજરાતમાં મુખ્યત્વે ડાંગ, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા જિલ્લામાં વસવાટ કરે છે. આ બધા જિલ્લાઓમાં મુખ્યત્વે ડુંગરી, બીલ, વસાવા, પટેલ, ગામિત, હાથોડી, ચૌધરી વગેરે મુખ્ય વસવાટ કરે છે. ગુજરાતના મોટાભાગના આદિવાસી લોકો ખેતી, ખેતમજૂરૂ, બાંધકામ, સ્થળાંતર છૂટક મજૂરી, સરકારી, અર્ધસરકારી નોકરી વગેરે દ્વારા પોતાનું તથા કુંટુંબોનું આર્થિક ભરણપોષણ મેળવે છે.

આદિવાસી સમાજનો મૂળસ ધર્મ પ્રકૃતિપૂજા છે. પરંતુ અન્ય ધર્મોના સંપર્કમાં આવતા મોટાબાગના આદિવાસી લોકો હિન્દુ ધર્મ અપનાવે છે. તથા કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. તેનાથી ઘણા લોકોને શિક્ષણમાં ઘણો ફાયદો થયો છે. સારી સારી સરકારી નોકરીમા પણ સેવાઓ આપી રહ્યછે. આદિવાસી મૂળ ભારતની પ્રજા છે. પરંતુ ભારતમાં વિદેશી પ્રજાઓનું આગમન થતાં આજે મૂળ બારતીય આદિવાસી સમાજનો ઈતિહાસ લુપ્ત થવા લાગ્યો છે. આદિવાસી સમાજનો સામાજિક, સાંસ્કૃતિક વારસો, સમાજ જીવનને પ્રેરણારૂપ છે. તેઓનું જીવન સાદું, સરળ, આત્મિયતા સભર છે. આજે સમગ્ર ભારતીય સમાજમાં આવું જીવન અને ભાવ ઘટવા લાગ્યો છે. તે ટકાવી રાખવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે. બિન આદિવાસીના સમાજ સાથેના સંપર્ક દ્વારા આદિવાસી સમાજનો વિકાસ થયો છે. પણ મૂળ આદિવાસી સંસ્કૃતિ નષ્ટ થવા પામી છે. ખોરાક. પોષાક, ભાષા, બોલી રીત-રિવાજો, પંચાયત નિયમો વગેરેમાં પરિવર્તન આવ્યું છે. ગ્રામીણ આદિવાસી સમાજ સંદર્ભમાં શહેરી સમુદાયમાં નોકરી ધંધા માટે આવેલા આદિવાસીઓમાં સૌથી વધારે પરિવર્તન આવેલ છે. આદિવાસી સમાજમાં ધર્મ, શિક્ષણ, રાજકીય, આરોગ્ય, સંસ્કૃતિ આર્થિકજીવન વગેરેમાં જે પરિવર્તનો આવ્યા છે. તે આદિવાસી સમાજમાં પણ દેખાવા માંડયા છે. પ્રકૃતિ તત્વોની પૂજા એ આદિવાસીઓનો મૂળ ધર્મ છે.

    ગુજરાતના આદિવાસી સમાજના પેટા સમુદાયો
બાવચા, ખામચા,ભરવાડ(આલેચ,ગીર, ભીલ, ભીલ ગરાસિયા, ઢોલી ભીલ, ડુંગરી ભીલ, ડુંગરી, ગરાસીયા, મેવાસી ભીલ, રાવળ ભીલ, તડવી ભીલ, ભાગલીયા, ભીલાલા,પાવરા, વસાવા, વસાવે, ચારણ, ચૌધરી, ચોધરા,ધાનકા, તડવી, તેતરીયા, વાલચી, ઢોડીયા, ઢોડી, દુબળા, તલાવીયા, હળપતિ, ગામિત, ગામટા,ગાવિત, માવચી, પડવી, ગોન્ડ,રાજગોન્ડ, કાથોડી, કાતકરી, ઢોર કાથોડી, ઢોર કાતકરી, સોન કાથોડી, સોન કાતકરી, કોકણા, કોકણી, કુકણા, કોળી ઢોર, ટોકરી કોળી, કોલચા, કોલઘા, કુણબી,(ડાંગ જીલ્લા), નાયકડા, નાયકા, ચોલી વાલા,કાપડીયા, મોટા નાયકા, નાના નાયકા, પઢાર, પારઘી, અડવીચીચર, ફણસે પારઘી, પટેલીયા, પોમલ, રબારી (આલેચ,ગી, રાઠવા, સીદી બાદશાહ, સીદી, વાલીઁ, વીટીળીયા, કોટવાળીયા, બરોડીયા, ભીલ, ભીલાલા, બરેલા, પટેલીયા, તડવી ભીલ, બાવરા, વસાવા, પડવી આ રીતે વિવિધ સમુદાયોમાં વિભાજિત આદિવાસી લોકો રહે છે.

દક્ષિણગુજરાતના આદિવાસી લોકોમાં કુંકણાજાતિનું પણ એક આગવું વર્ચસ્વ રહ્યુ છે.
    કુંકણાજાતિમાં વિવિધ કુળ પ્રમાણે પેટાસમુહોઃ
ગાંવિત, ભોયા, ગવળી, બીરારી, કુરકુટિયા, ચૌધરી, રાઉત, રાવત, પવાર, દેશમુખ, પાડવી, વળવી, કુંવર, કુનબી, કોંકણી, ભીંસરા, ભસરા, મહાકાળ, ગાંગુડે, ગુનગુનિયા, ગાયકવાડ, ખાંડરા, ભીમસેન, બારીયા, નિકુળીયા, ભૂસારા, કામડી, મીશાળ, વાઘમાર્યા, તૂંબડા, ભોંવર, માહલા, જાદવ, બુબડીયા, ગાંગોડા, દળવી, થોરાત, ગાયન, વાઢુ, સાવળે, પઢેર, ભડકીયા, ભોરસટ, બાગુલ, ચૌહાણ, નાયક, સિંધા, બોંગે, નિકુળીયા, ટોપલીયા, બારાત કુનબી, કોંકણી વગેરે અટકો છે.

કુંકણાજાતિના માતૃબોલીમાં બોલાતા કેટલાક શબ્દો હવે લુપ્ત થવાના આરે છે.
    માતૃબોલીના શબ્દોઃ
પહેરવેશ
(1) પુરુષઃ
બંડા, લેંહગા, કસૂટી, ખમીશ, કાંચવાં, ટોપી, ગંજી ફરાક, ફાળે

(2) સ્ત્રી
બંડી-ચોળી, ફડકા-સાડી, સાડલો, ઘાઘરા-ચણિયો, ફડકી-ઓઢણી, ફરાક-ફ્રોક, સાંકળા-સડા, પોંચી-હાથમાં કોણીના ભાગમાં પહેરવાનું ઘરેળું, એળા-ગળામાંની સાંકળી

    રસોઈ-ઘરકામના શબ્દો
તપેલા-તપેલું, મડકાં-માટલું, તવલી-માટીનું વાસણ, ઉલથી-ટલેઠો, ચમચા-ચમચો, તવા-તાવી, નાગલી-માલ, જંવાર-જુવાર, દાંતુળ-કોદરા, ભાકર-ભાખરી, રોટલી, સાંવેલા-ઢેંબરા, પાતવડે-પાતરા, કોદી-કોદરા, પીઠે-બાફેલો લોટ, ભૂંજે-અડદનો સેકેલો લોટ, રાંધે-બાફલું, નીવળપીઠે-તુરવના દાણાંમાં બનાવેલ લોટનું શાક, કોડ્ડેલ-શાક, પેજવાં-રાબ, આંબીલ-રાબ, ઉબડે-ઉબાડીયું, માંસા-માછલી, ખડા-મરઘીનું મીટ, બોંબલા-દરિયાની સૂકી માછલી, સૂકટ-દરિયાની નાની સૂકી માછલી
    રીતિ-રીવાજના શબ્દો
વરાડ-લગ્ન, હોળી-હોળી, દિવાળી-દિવાળી, દિવાસા-દિવાસો, પંચવે-નાગપાંચમ, તીળસંક્રાત-મકરસંક્રાંતિ, દેવકારે-મરણ પામનારની મરણ વિધિ, પાંચોરા-છટ્ઠી પૂજા
    ખેતી કામનું શબ્દભંડોળ
હળ, ચવડા, નાંગર, દૂસર, નાડી, જોતાં, ગાંડાં, ઝીલાં, કવળે, આદર, પહાર, આંકડી, પરાના, ખળાં, પાહાર, પરાની, આર, ટીકમ, પાવડા, કોદાળી, અળવંટ, કોઠી, ટાટકી, પાંટી, પાયલી, કુરુકલી, મુસકાં, પેટેં, એંટ, તનસ, ઉડવાં, કુંદવા, ચારેં, ઢેંફળાં, પૂળે, કનગી, કવળી, કુરાડી, કુરાડા, ખુંસા, કુરુકલી જેવા શબ્દ ભંડોળ છે. તે રોજબરોજ વ્યવહારમાં બોલાય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી જાતિ કુંકણા જાતિની બોલીના અલગ અલગ બોલાતા શબ્દો ભંડોળને લેવાનો પ્રયત્ન કર્યો છે. કુંકણાજાતિના લોકો શાંત, નીડર, સ્વમાની, મહેનતુ, પરિશ્રમી, ખેડૂત, પશુપાલક જેવા જીવનના પરીબળો છે. તહેવાર, ઉત્સવો, ધાર્મિક સ્ત્રી-પુરુષ ના પહેરવેશ, ખેતી કામના ઓજારો જેવા વિવિધ રીતે બોલીમાં બોવાતા શબ્દભંડોળ લીધુ છે.

માતૃબોલીના શબ્દોઃ
પહેરવેશ
પુરુષઃ બંડા-શર્ટ, લેંહગા-પેન્ટ, પાટલૂન, કસૂટી-સંગોટ, ખમીશ-લાંબીબાયનું વડીલો પહેરતા બુશર્ટ, કાંચવાં-કોટી, ટોપી- ટોપી, ગંજી-પહેરણ, ફરાક-ફ્રોક, ફાળે- ધોતિયું જેવા ગુજરાતી ભાષામાં બોલાતા શબ્દો છે.

સ્ત્રી: બંડી, ફડકા, ઘાઘરા, ફડકી, ફરાક, સાંકળા, પોંચી, એળા
    રસોઈ-ઘરકામના શબ્દો
તપેલા, મડકાં, તવલી, ઉલથી, ચમચા, તવા, નાગલી, જંવાર, દાંતુળ, ભાકર, સાંવેલા, પાતવડે, કોદી, પીઠે, ભૂંજે, રાંધે, નીવળપીઠે, કોડ્ડેલ, પેજવાં, આંબીલ, ઉબડે, માંસા, ખડા, બોંબલા, સૂકટ
    રીતિ-રીવાજના શબ્દો
વરાડ, હોળી, દિવાળી, દિવાસા, પંચવે, તીળસંક્રાત, દેવકારે, પાંચોરા
    ખેતી કામનું શબ્દભંડોળ
હળ, ચવડા, નાંગર, દૂસર, નાડી, જોતાં, ગાંડાં, ઝીલાં, કવળે, આદર, પહાર, આંકડી, પરાના, ખળાં, પાહાર, પરાની, આર, ટીકમ, પાવડા, કોદાળી, અળવંટ, કોઠી, ટાટકી, પાંટી, પાયલી, કુરુકલી, મુસકાં, પેટેં, એંટ, તનસ, ઉડવાં, કુંદવા, ચારેં, ઢેંફળાં, પૂળે, કનગી, કવળી, કુરાડી, કુરાડા, ખુંસા, કુરુકલી જેવા શબ્દ ભંડોળ છે. તે રોજબરોજ વ્યવહારમાં બોલાય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી જાતિ કુંકણા જાતિની બોલીના અલગ અલગ બોલાતા શબ્દો ભંડોળને લેવાનો પ્રયત્ન કર્યો છે. કુંકણાજાતિના લોકો શાંત, નીડર, સ્વમાની, મહેનતુ, પરિશ્રમી, ખેડૂત, પશુપાલક જેવા જીવનના પરીબળો છે. તહેવાર, ઉત્સવો, ધાર્મિક સ્ત્રી-પુરુષ ના પહેરવેશ, ખેતી કામના ઓજારો જેવા વિવિધ રીતે બોલીમાં બોવાતા શબ્દભંડોળ લીધુ છે.

કુંકણાં જાતિની બોલાતી બોલીમાં ગુજરાતી ભાષાના શબ્દો પણ આવે છે પરંતુ કુંકણાં જાતિનો મૂળ વ્યવસાયખેતી હોવાના કારણે તેઓના બોલાતા ખેતી માટેનું શબ્દભંડોળ ભિન્ન પ્રકારનું છે જેમ કે બળદ-બયલાં, નાગર-હળ, પાંટી- વાંસમાંતી બનાવેલ સાધન પાંદડા ભરવા, ટાટકી- ડાંગર ભરવા, પેટે-કઠોળ ભરવા, એંટ-ડાંગરની પરાળમાંથી બનાવેલ દોરડા જેવો ભાગ, ગાડાં- ગાંડુ, ચવડા-લાકડામાંથી બનાવેલ ખેતીનું ઓજાર, ઝીલાં-વાંસમાંથી બનાવેલ મોટું ટોપલું

આવા તો અનેક શબ્દો લઈને ગુજરાતીમાં ભાષાકીય રીતે મૂલવી શકાય એવા છે. પરંતુ થોડા નૂમનારૂપ શબ્દોનું અહીં વિશ્લેષણ કરેલ છે.

ડૉ. દિનેશ કે.ભોયા, મહિલા આર્ટ્સ કોલેજ, મોતીપુરા, તા. હિંમતનગર જિ.સાબરકાંઠા-383001 મો. 9427687844 dkbhoya@gmail.com