ગઝલ
યાદ એની આવશે, તો?
એક આંધી લાવશે, તો?
ફૂલ થૈને આવશે, તો?
જાત ને મ્હેકાવશે, તો?
પાસ એ, ના આવશે, તો?
દૂરથી તડપાવશે, તો?
તું ભલે માને નહીં, પણ;
પ્રેમથી સમજાવશે, તો?
જે તને મોઢે નથી, 'અનિ';
એ ગઝલ ફરમાવશે, તો?
અનિરૂદ્ધસિંહ ગોહિલ