સહસ્ત્રધાર
ઓ રે સમય,
જરા જર જર જરવાનું બંધ કરને!
જીવવું છે સહસ્ત્રાધાર.
આંખોની આરપાર ,
બંધ હોઠોની વચાળ,
આછા સ્પન્દને થશે ઉઘાડ.
મુજ અંગ ટુકડાઓમાં તું બેજાન
ને રણ મહી રેતીમાં દઈ દે જન,
અ રીતે ફર ફર ફરવાનું બંધ કર.
કર એવું તારા કર સ્પંદન થકી
થાય આછો ઉઘાડ,
પછી જર જર થાય ઉઘાડ,
ને ખીલું હું અનંતકાળ.
ઓ રે સમય જીવવું છે સહસ્ત્રાધાર.