હું જ છું....
હું નથી કે પછી તું નથી ?
છે બધું છતાં કશું નથી
જોને સ્વાર્થના સાગરમાં,
લાગણીનું તૃણ તરવું નથી.
દીપક પણ દહે છે હાથને,
આજે કોઈ વિશ્વાસું નથી
પ્રભુ તું પણ કેમ મૌન છે?
શું તારેય સુખ ધરવું નથી
ઝઝૂમીશ તારા પ્રશ્ન સામે
પણ થાકી હારી મરવું નથી
તુંય ઝૂકીશ મારા જોમ સામે
મારે તને કરગરવું નથી....
ઉર્મિલા ચૌધરી, અમદાવાદ