સમાયોજન
રહેવા દે સાકી હવે જોઈશે તો ભરી લઈશ હું;
એક તારી જ તરફદારીને સહારે તરી લઈશ હું.
એ ન મળ્યાનો વસવસો ક્યાં સુધી યાદ રાખું;
એને ભૂલી જવામાં હવે જિંદગી ગુઝારી લઈશ હું.
જવા દે એ કાવા-દાવાની રીતો મનાવવા માટેની
એકાદ પ્રસંગથીય બધું સ્વીકારી લઈશ હું.
જરૂર એટલી હવે નથી રહી મને કોઈ શમાની,
ખુદના ઉજાસ ખાતર ખુદને સંકોરી લઈશ હું.
દોષ એને જ દેવો મનાસિબ ન કહેવાય !
મારી યોગ્યતાને કમજોર હવે ધારી લઈશ હું.
થોડુંક પરિવર્તન જો બદલાવી દે મને ‘પ્રેમ’
હશે કફનનો લિબાસ, તો ય પહેરી લઈશ હું.
ગિરીશ પરમાર, કડા, તા. વિસનગર, જિ. મહેસાણા