નદીને

 

પહાડી પાછળ ઘનઘોર છૂપાઈને

અચાનક ચડી આવું.

દરિયો હેતનો ભરી

વીંટળાઈ વળું તને હું

ઘૂમરી સમ સમીરની માફક.

લઇ જાઉ તને માઈલોના માઈલો દૂર

ને વિનાશ સર્જી દઉં તારો,

નવસર્જનને કાજ.

લૂપ્ત સરિતા વહાવું એવી

મારગે કશુંય રહી ના શકે.

સર્વ સર્વસ્વ હોમે

સાગર દેવને

ને શમે સર્વ તોફાન.


હરીશ મહુવાકર, ‘અમે’, ૩/ A , 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર 364002 મોબાઈલ :  9426 22 35 22    ઈમેઈલ : harishmahuvakar@gmail.com

Print Friendly, PDF & Email

One thought on “

Leave a Comment