ડૉ. હર્ષદેવ માધવની કવિતામાં પુરાકલ્પનઃ એક સમીક્ષા

આધુનિક સંસ્કૃત સાહિત્ય પર મનનીય પ્રવચન રજુ કરતાં સંસ્કૃત સર્જકોના પાંચ વિભાગ પાડયા છે.૧.ઉત્તમ વૃદ્ધપંડિત ૨. મધ્યમ વૃદ્ધ ૩. પૌઢ઼ પંડિત ૪. યુવા પંડિત ૫. કિશોર પંડિત આમાં યુવાપંડિત કવિકર્મ સાધના રત કવિઓમાં માધવ  હર્ષદેવને સ્થાન આપ્યું છે. આ રીતે શ્રીહર્ષદેવે યુવાવયે જ આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પોતાનું નામ વધાર્યુ છે. ગુજરાતી ભાષાના યુવાન કવિઓમાં પણ હર્ષદેવનુ નામ ગણનાપાત્ર છે. ડૉ. હર્ષદેવ માધવનો જન્મ ભાવનગર જિલ્લાના વરતેજ ગામે તા.૨૦-૧૦-૫૪ના રોજ બુધવારે થયો હતો. માતા નંદનબેન પ્રાથમિક શિક્ષણ તેમને વિદ્યા અને વિદ્યાર્થીઓમાં જીવંત રસ. એને કારણે પેટે પાટા બાંધીને પણ બાળકોને શિક્ષણ આપવાની નેમ. બે મોટા ભાઈઓ આમાં હર્ષદેવનું ત્રીજું સ્થાન, પિતા મનસુખલાલ જાની ધંધાદારી પણ નરમ અને નાદુરસ્ત તબિયતને લીધે આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય આમ ડૉ. હર્ષદેવ માધવ ધોરણ ૧૧ સુધીનું ભણતર ગામડામાં લીધું બી.એ અને એમ.એ.ના અભ્યાસમાં કોઈ  માર્ગદર્શન કે શિક્ષણ પ્રત્યક્ષ તો હતું જ નહિ પણ એમ.વી. જોશી પત્રકારત્વ દ્વારા હર્ષદેવના માર્ગદર્શક ગુરુ બન્યા. હર્ષદેવે તેમને માનસગુરુ તરીકે સ્થાપ્યા. તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ તથા ભાષાવિજ્ઞાનનો અનુવાદ અર્પણ કરેલ. હર્ષદેવના બીજા કાવ્યસંગ્રહ અલકનંદાનું ઉદ્દઘાટન સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડૉ. સિતાશું યશશચંદ્રના હાથે થયું.

આમ હર્ષદેવ માધવની આ શૈક્ષણિક સિધ્ધિઓ ઉપરાંત મહત્વની વાત એ છે કે તેમણે સંસ્કૃત સર્જનની હથોટી અને સંસ્કૃત ભાષા લખવાની શકિત આપમેળે છે. તેમણે ગુરુ પાસે અધ્યયન કર્યુ નથી. તથા વ્યાકરણ પણ ભણ્યા નથી. તેમ છતાં વિશેષ પ્રતિભાથી તેઓ અંકિત છે. એમના શોખમાં ચિત્રો, સંગીત, ગણિતના અઘરા પ્રમેયો, પત્રમૈત્રી, વાચન, ફોટોગ્રાફી, ગઝલ, સાંભળવાનો પણ શોખ હતો. હર્ષદેવની કવિતામાં આવતા ઉલ્લેખો પરથી તેમનું વિશાળ વાંચન પણ દેખાઈ આવે છે. એમની ઘણીબધી કૃતિઓ પ્રકાશિત થઈ છે. કાવ્યસંગ્રહો सिप्रा, परितः, अत्रान्तरे, यद्यपि, (ગઝલસંગ્રહ ) તથા મોનોઈમેજ સંગ્રહો, भूतशतकम्, द्वीपपंचाशिका, आसीच्च मे मनसिઈત્યાદિ, નાટયસંગ્રહ, इदानींम्   જેવા અનેકોનેક સંગ્રહ છે.

આમ આ રીતે નવયુવાન કવિ તથા વિવિધ કાવ્ય-પ્રકારોથી સંસ્કૃત કવિતાને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંસ્કૃત કવિતાને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંસ્કૃત કવિતાને આધુનિકતાનો ઓપ આપીને અન્ય આધુનિક ભાષાઓ સાથે પ્રવહમાન કરવાનો તેમનો આ પ્રયત્ન સ્તુત્ય અભિનિંદનીય-સ્પૃહણીય છે. આથી એમની કવિતાનું યથાર્થ મૂલ્યાંકન થાય એ જરૂરી છે. એમની કૃતિઓમાં પુરાકલ્પનો જોવા મળે છે. મોનોઈમેજ એટલે કે કલ્પન મહત્વનુ છે. ર૦મી સદીના આરંભમાં એઝેરા પાઉન્ડે જાહેર કર્યું છે કે –“It is Better to present one Image in a life time than to produce Voluminous work” ( F.S Flint and Ezra pound : Poetry vol, 1913, P-42)

આ કાવ્ય પ્રકારના સ્વરૂપ વિશે તેમણે નોંધ્યુ છેઃ “An Image is that which Presents an Intellectual and emotional Complex in an Instant of time” કલ્પન પ્રકારનાં કાવ્યોમાં નિરર્થક શબ્દોને સ્થાન નથી. તેમાં બંને એટલા ઓછા શબ્દોમાં ચોટદાર કલ્પન રજુ થાય છે. કલ્પન એ કવિનો રંગ છે, ચિત્રકારે રંગનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે એને જુએ છે, અનુભવે છે, કવિએ કલ્પનનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે એને જુએ છે. અનુભવે છે, જ્યારે કવિ કલ્પન વિધાનમાં નિષ્ણાત બને છે., ત્યારે કાવ્યજગતમાં વર્ણિત પદાર્થ વાચકને પ્રત્યક્ષવત લાગવા માંડે છે. આ જ ગીત કવિઓની સિદ્ધિ છે. સાહિત્યકાર- પ્રભાવશાળી અને અપેક્ષિત ભાવપ્રકાશનમાં સમર્થ શબ્દો તથા ધ્નનિઓનો ઉપયોગ કરે છે, ત્યારે પોતાની કલ્પના શકિતથી અદ્દષ્ટપૂર્વક અને અશ્રુતપૂર્વક પદાર્થો સર્જે છે. આથી સાહિત્યકારોને અપેક્ષિતભાવ વાચક સુધી પહોંચે છે.

ગુજરાતી સાહિત્યમાં  આ અછાન્સ કાવ્યપ્રકારનું ડ્રાઉ-ડ્રાઉ ગ્રુપે લગભગ ૧૯૭૦ની આજુબાજુમાં સારુ એવું ખેડાણ કર્યુ છે. શ્રી મધુ કોઠારી આ પ્રકારના કાવ્યોની વિશેષતા દર્શાવતા કહે છે. કે મોનો ઈમેજનું કાવ્ય-કૌશલ એટલે કે ગમે તે એક જ ક્લ્પન લઈ તેને જુદા-જુદા કાવ્ય સ્વરૂપમાં ઢાળવું. દા.ત. અછાંદસ , ગીત, ગઝલ, તે જ રીતે અછાંદસનાં કાવ્યખંડોની ભાવ-સાતત્ય પ્રમાણે વહેંચણી કરી એક જ કલ્પનને પુરા કલ્પન, ફેન્ટસી વગેરેમાં સમરૂપ થઈ જવા દેવું. એક જ કલ્પન પસંદ કરવાથી પ્રારંભના ચવાઈ ગયેલા સંવેદન દૂર થાય છે. અને ત્યાર પછી વધુ પ્રયત્નને કારણે કવિ સામાન્ય સાહચર્યોને ભેદી આંતરિક સંવેદનાને સ્પર્શે છે. તેથી ન અનુભવેલા ભાવ અનુભવાય છે.

ડૉ. અરૂણોદય જાની – હર્ષદેવ ૭૦૦ મોનોઈમેજ સર્જયા છે. એવો ઉલ્લેખ કર્યો છે. તે પછી તે પૈકી – दर्दुरः, नगरः, पिपीलिका पाषाणः, सिक्ता, दीपशलाका, गर्दभः, शवः, ईश्वरः, धारावाहिनी, उष्टुः, द्वीपः- એટલે મોનોઈમેજ કાવ્યો તેમણે નોંધ્યા છે. તેમણે આ કાવ્યોમાં વિષય નાવિન્ય, સામાન્ય વિષયોમાં કલ્પનોની મૃત સંજીવનીથી પુરાઈને પ્રગટતું કવિત્વ, કાવ્યની ત્રિજ્યાઓ લંબાતા વિસ્તરતા પરિઘ માંથી પ્રગટતું અનોખુ ભાવ વિશ્વ, એક પછી એક કલ્પનોની રચાતી ઉતરડ, અકાવ્યોચિત વિષયોને મળતું અભિરામ રૂપ વગેરે લાક્ષણિકતાઓ નોંધી છે.

પુરાકલ્પન ઉ.દા.

बुध्धस्य भिक्षापात्रे
निमज्जितं
अणुर्बाम्बदग्धं नगरम् ।।

(મોનોઈમેજ કાવ્ય. પૃ.૪૫૪ થી ૪૬૧)

આ લધુ કલ્પનમાં અણુબૉમ્બથી બળેલ જગતને વિશ્વ બુદ્ધની શાંતિ જ બચાવી શકે છે. બુધ્ધના ભિક્ષાપાત્રમાં આધુનિક વિશ્વ યુદ્ધના અવશેષોજ આપશે ! માનવજાત  બુધ્ધને પ્રેમ નહીં આપી શકે ? આવા ઘણા ગભિતાર્થો છે.

पाषाण –      ઉ.દા (કલ્પન)
मया पूर्वजन्मनि
बहुव पाषा भग्नाः।
अधुना
प्रियह्ध्यं भूत्वा
पाषाण मां
विदारयन्ति ।

(સ્વા. અંક-૪ સં.ર૦૭૭, પૃ.૪૫ર)

કવિએ અહી પાષાણને પ્રિયનું હૃદય બનાવી દીધુ છે. હર્ષદેવે આ લધુકલ્પનોમાં પુરા કલ્પનો પણ ખપમાં લીધા છે. ઉ.દા. सीताया बदरभितानि बाष्पबिन्द्वनि क्रीणाति द्वीपः मुकतभिषेण । (સ્વા.પૃ.૩૭)

બેટ બોર-બોર જેવડા સીતાનાં આંસુઓને મોતીને બહાને વેચે છે. અહીં કવિએ સીતાના આંસુઓને બેટના સિહલનેટના મોતી વખણાતા હતા. એના સ્મરણ સાથે મોતી બનાવી દીધા છે. જેથી પુરાક્લ્પનનો દૃષ્ટાન્ત બની રહે છે.

कुन्ती सद्श्या दु-खिन्या अभिगिन्या
कुमारिका घारित्र्या
विसृष्टोडयं द्वीपः…..जले । (પૃ.૪૦)

કુન્તી જેવી અભાગણી પૃથ્વીએ પાણીમાં ત્યજી દીધેલો બેટ પણ કોઈનો લાડકવાયો કર્ણ બની ગયો છે.‘द्वीपपश्चाशिका’ ના ક્લ્પનોના રંગો ઉડીને આંખે વળગે એવા છે. કવિની કાવ્ય પ્રતિભાઓ અહીં સ્પૃહણીય ઉન્મેષ પ્રગટાવ્યા છે. આમ કયાંક વિષયોમાં વૈવિધ્ય કલ્પનોમાં નાવીન્ય તથા નવા ભાવોનો સમાવેશ પણ થયો છે.

પુરાકલ્પનઃ- गान्धेरूपनेत्रं नानुरूपं भवति।
દૃષ્ટાન્તઃ नाथुराम गोडसे कृते स्विस्तस्योनेत्रेण । न द्रष्टुं शकनुवन्ति जेरूसलेमधर्मगुरवः अत एव अत्यहितं जायते । (અલકનંદા –પૃ.૫૦)

અહીં ગાંધીના ચશ્મા ગોડસેને અનુરૂપ થતાં નથી, ઈસુ ખ્રિસ્તના ચશ્માથી જેરૂસલેમના ધર્મગુરઓ જોઈ શકતા નતી. એમ કહીને કવિએ ચશ્માનો અર્થ બદલી નાંખ્યો છે. અહીં ચશ્મા જીવનદૃષ્ટિનું પ્રતીક બની જાય છે.

પુરાકલ્પનઃ ઉ.દા

अस्मदा बदरीफलार्ध
खादितुं
मर्यादापुरुषोतमः
आगच्छेन्न वा
मृत्यु
आगमिष्यत्येव ।। (અલકનંદા – પૃ.૭૮)

પ્રસ્તુત કાવ્યમાં કવિ આપણા ખાધેલા અડધા બોરને ખાવા મર્યાદા-પુરુષોત્તમ રામ આવશે કે નહિ પણ મૃત્યુ ચોક્કસ આવશે. એમ કહીને બૉરને જીવનનું પ્રતિક બનાવી દે છે.

દૃષ્ટાંતઃ केप – ओफ – गुड हपि प्रदेशे स्थितोडस्मि महयम अन्वेषणीयमस्ति न नवं विश्वम् अपितु ते नामैव ।। (भारतोदयः Jul/Aug 83 -પૃ.19)

આ કલ્પનમાં કૉલ્મ્બસના સંદર્ભ સાથે ‘તુ’ એટલે કે પ્રિયતમા આશાનું પ્રતીક બની જાય છે. કવિને અમેરીકાની શોધ નથી, પણ તું સર્વનામમાં સમાઈ જતી પ્રણયી હૃદયની સ્પૃહા છે. એ જ આલંબન છે. આ રીતે કવિએ ભૌગોલિક સંદર્ભોનો પણ સાર્થક પ્રયોગ કર્યો છે. त्वमं अर्थात् Waiting for the Godot नाटकस्य प्रतीक्षा का last leaf  नवलिकायाः ओ हेन्न्री लेखकस्य अंतिमपर्णचित्रम् । (भारतोदय-पृ.१९)

અહીં સેમ્યુઅલ બેકેટના નાટકમાંના ઉલ્લેખોથી ‘તું’માં રહસ્યવાદ તથા તત્વજ્ઞાનના ‘तत्वमसि ની  ‘नेति-नेति’ માં વાત છે. તો બીજી તરફ એ હેન્રીની વાર્તા – The Last Leaf  ના ઉલ્લેખ દ્વારા બહેમન નામના વૃદ્ધે દોરેલું પાનનુ ચિત્ર જીવનની આશાનું પ્રતીક બની જાય છે. કવિને માટે પ્રિયતમા ચિરંજીવ પ્રતિક્ષા તથા જીવનદાત્રી આશા છે, એ આ કલ્પન દ્વારા સૂચવાય છે.

  • वेदना પુરાકલ્પન દૃષ્ટાંતઃ

स्तूपे बुध्धस्मृतिचिहनवत्
मनुष्यहदयेषु निहिताडस्ति ।। (वेदना – संविद् १९८८ पृ.र०)

વેદના સ્તૂપમાં બુધ્ધના સ્મૃતિચિહ્ન માફક મનુષ્ય હૃદયમાં મૂકેલી છે. એમ કહીને કવિ મનુષ્ય- હૃદયને સ્તૂપ બનાવી દે છે. વેદના સ્વયં પણ દુઃખદ મૃતસ્મૃતિ બની જાય છે. એવું અહીં દૃષ્ટિગોચર થાય છે.

આમ હર્ષદેવ માધવની કલ્પન કવિઓના આગવા પ્રકારે સંસ્કૃત કવિતાને સમૃદ્ધ કરી છે. તેઓએ આધુનિકતા સાથે સંસ્કૃત કવિતામાં કલ્પનને પણ પ્રતિષ્ઠિત કર્યું છે. એક જ વિષય પર રચાયેલા આ કાવ્યો પ્રતીક,પુરાકલ્પન, ભાવવૈવિધ્ય, લાઘવ-ચિંતન, નવાં ઉપમાનો વગેરેને લીધે એક વિશિષ્ટ સ્થાન પામ્યા છે. આથી જ ડૉ. દારો તેમને ‘काव्यबिम्बनिर्माणे अग्रदूतः डॉ. हर्षदेव माधवः’ એવું નામ આપ્યુ છે. આમ ડૉ. હર્ષદેવ માધવની કૃતિઓમાં પુરાકલ્પનો ખૂબ જ જોવા મળે છે. જે સ્પૃહણીય છે.


સંદર્ભ ગ્રંથો

સંસ્કૃત:

  1. अलक़नन्दा- हर्षदेव माधव पार्स्व प्रकाशन, निशापोल, झवेरीवाड, रिलीफ रोड. (अहमदाबाद-१९९०)
  2. आसीच् मनसि – डॉ. हर्षदेव माधव ३०६, विसत एवन्यु, वासणारोड अहमदाबाद (१९९६)
  3. मृगया पाश्वप्रकाशन, अहमदाबाद (१९९४)
  4. शब्दानां निर्मक्षिकेषु ध्वंसावशेषेषु वितरक पाश्व प्रकाशन, अहमदाबाद (१९९३)

ગુજરાતી:

  1. હાથ ફંફોસે આંધળા સુગંધને – અમદાવાદ-૧૯૯૫ (મેગેઝીન)
  2. પૌરાણિક કથાઓ અને આખ્યાનો – પાશ્વપ્રકાશન અમદાવાદ-૧૯૯૭
  3. હર્ષદેવ માધવના મોનોઈમેજ કાવ્યો – મનસુખભાઈ, પાશ્વપ્રકાશન અમદાવાદ-ર૦૧૦

English:

  1.  S. Filant and Ezra Porul : Poetry Vol.1- 1913, P-42

ડૉ. દીક્ષા .એચ. સાવલા, સંસ્કૃત વિભાગ, મહિલા આર્ટ્સ કૉલેજ, મોતીપુરા, હિંમતનગર (સા.કાં), મો. 9327914484, Email. Id : dixasavla@gmail.com

Print Friendly, PDF & Email

Leave a Comment