કાવ્ય

જિંદગી શણગારવાની લાયમાં.

કેટલું રડ્યા ખુશ થવાની લાયમાં!

ઠેઠ હોઠે શ્વાસ આવીને ઊભા,

છાંયડા સંતાડવાની લાયમાં.

જોતજોતામાં જખમ કારી થયા,

ઉપચારો શોધવાની લાયમાં!

વાયરા પણ આવતા રોકી દીધા,

દીવડા સળગાવવાની લાયમાં.

છેવટે આ ખાલીપો ભરખી ગયો !

દૂર ટોળાંથી જવાની લાયમાં.


કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા. મો: ૯૪૨૮૧૦૪૭૦૩

Print Friendly, PDF & Email

Leave a Comment