કોઈક દિવસ

કોઈક દિવસ તમે મમ્મી ને માં કહી જોજો
વાત્સલ્યનો વરસાદ વરસશે કે નહિ એ જોજો

કોઈક દિવસ

નાના ભુલકાને તમે મોટા સમજી માન દઈ જોજો
માન નો બદલો માન દઈને મળશે કે નહિ એ જોજો

કોઈક દિવસ

પારકા માણસને તમે પોતાના સમજી બોલાવી જોજો
પોતાનાથી પણ અધિક થઇને બતાવશે કે નહિ એ જોજો

કોઈક દિવસ

પોતાના હૃદયમાં તમે પ્રભુ છે એમ માની તો જોજો
સ્વર્ગથી પણ સુંદર જગ્યા તમને દેખાડશે કે નહિ એ જોજો

કોઈક દિવસ


વિપુલકુમાર  પટેલ, શાહ સી. કે. મ્યુનિસિપલ કોલેજ, કલોલ

 

Leave a Comment