સહસ્ત્રધાર


ઓ રે સમય,

જરા  જર જર જરવાનું  બંધ કરને!

જીવવું છે સહસ્ત્રાધાર.

આંખોની આરપાર ,

બંધ હોઠોની વચાળ,

આછા સ્પન્દને થશે ઉઘાડ.

મુજ અંગ ટુકડાઓમાં તું બેજાન

ને રણ મહી રેતીમાં દઈ દે જન,

અ રીતે ફર ફર ફરવાનું બંધ કર.

કર એવું તારા કર સ્પંદન થકી

થાય આછો ઉઘાડ,

પછી જર જર થાય ઉઘાડ,

ને ખીલું હું અનંતકાળ.

ઓ રે સમય જીવવું છે સહસ્ત્રાધાર.


આરતીબા ગોહિલ ‘શ્રી’
‘સુધાતા’, 95/ A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર -364 ૦૦2.
મોબાઈલ: +91 94277 54207 ઈમેઈલ: artibagohilshree@gmail.com

Leave a Comment