Current Issue: May-June 2018

યુ.જી.સી દ્વારા માન્ય જર્નલ્સની યાદીમાં જર્નલ ક્રમાંક: 64396 પર સમાવેશ થયેલ ઇ-જર્નલ. યુ.જી.સી વેબસાઇટ પર અહીંથી ચેક કરો. 

ગુજરાતી સાહિત્યનું ઈ – સામયિક…

કળાઓ અને સાહિત્યને કેન્દ્રમાં રાખીને દર બે મહિને પ્રકાશિત ઈ- સામયિક – સાહિત્યસેતુ – માં ગુજરાતની જૂની અને નવી પેઢીના સર્જકોની રચાતી કૃતિઓ, કૃતિઓ પરના આસ્વાદ લેખો, સમીક્ષાઓ, વિવેચન લેખો અને સાહિત્ય તથા અન્ય કળાઓ વિશેની સૈદ્ધાંતિક પિઠિકા મજબૂત કરનારાં સંશોધન લેખોને સ્થાન આપવામાં આવશે.

આ ઉપરાન્ત કળાઓને પોષક એવી ઉચ્ચ શિક્ષણને સ્પર્શતી બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે દેશ-વિદેશના વિદ્વાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સંશોધકો વચ્ચેનો સેતુ બનવાનું કાર્ય એ સાહિત્યસેતુ નો ઉદ્દેશ છે.

કૃતિ મોકલવા ઇચ્છુક માટે…..

  1. સાહિત્યસેતુમાં પ્રગટ થતાં લખણોમાંના વિચારો અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
  2. લેખકોએ પોતાનું લખાણ સબમિશન ગાઈડમાં જણાવ્યાં અનુસાર જ મોકલવાનું રહે.
  3. સ્વીકૃત કૃતિની જાણ ઈ-મેઈલથી કરવામાં આવશે.
  4. હાર્ડ કોપીમાં કે પી.ડી.એફ ફોર્મેટમાં કોઈપણ રચના સ્વીકારવામાં આવતી નથી.