Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Submission Guide

લેખ / પેપર મોકલવા બાબતની અગત્યની સુચનાઓ ……

  1. સંશોધન લેખ/પેપર સોફ્ટકોપીમાં M.S Word ફાઇલમાં એટેચમેન્ટ સ્વરૂપે ફક્ત ઑનલાઇન ફોર્મ મારફત જ મોકલવાના રહેશે.
  2. ઇમેલ પર કે અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ લેખ સ્વીકારવામાં આવશે નહીં.
  3. ગુજરાતી ભાષામાં શ્રુતિ અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય ફોન્ટમાં ટાઇપ થયેલ લેખ/પેપર પ્રકાશિત કરવામાં આવશે નહીં.
  4. સંશોધન લેખ/પેપરમાં સંદર્ભ લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભો વાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  5. લેખ/પેપરની રચના આ પ્રમાણે હોવી જોઇશે – શિર્ષક – લેખ – સંદર્ભ – લેખકનું નામ/સરનામુ.
  6. સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઇન કરેલ હોવી જોઇશે નહીં.
  7. જો લેખમાંની વિગતો/માહિતી ટેબલ ફોર્મેટમાં મુકવી અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરવો.
  8. MS Word સિવાયના ફોર્મેટમાં મોકલવામાં આવેલ કે શ્રુતિ/મંગલ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરેલ હોય તેવા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  9. સબમિટ થયેલ લેખ/પેપર પિયર રિવ્યુ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
  10. એડિટરશ્રીને સોફ્ટકોપીમાં લેખ મળ્યા બાદ વહેલામાં વહેલા એક માસ બાદ જ પ્રકાશિત કરવામાં આવશે.
  11. એકવાર લેખ/પેપર કે રચના સબમિટ કર્યા બાદ ત્યાર પછીના અંકમાં પ્રકાશિત ન થાય તો જે તે લેખ/પેપર કે રચના સ્વિકારવામાં આવેલ નથી. આથી વારંવાર એક જ લેખ/પેપર કે રચના સબમિટ કરવી નહીં.
  12. લેખ/પેપર માટે આપવામાં આવેલ ટેમ્પલેટ અનુસારનું જ સબમિશન હોવું જોઇશે. ટેમ્પલેટ અહીંથી ડાઉનલોડ કરી શકાશે.
  13. સબમિશન નીચે જણાવેલ શબ્દ મર્યાદામાં હોવું જોઇશે.
    1. રિસર્ચ પેપર/આર્ટીકલ/ક્રિએટીવ : ૫૦૦૦ થી ૭૦૦૦ શબ્દો
    2. નિબંધ: ૪૫૦૦ થી ૬૦૦૦ શબ્દો
    3. બુક-રિવ્યુ : ૧૨૦૦ થી ૧૫૦૦ શબ્દો
    4. કાવ્ય : ૧૨૦ પંક્તિથી વધુ નહિં