સાહિત્યસેતુ ઈ-જર્નલ

અનિવાર્ય સંજોગોને કારણે નવેમ્બર-ડોસેમ્બર (અંક-54) 1 નવેમ્બરને બદલે 1 ડિસેમ્બરના રોજ અપલોડ કરવામાં આવશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી (અંક-55) માટેના સબમિશન 1 થી 15 ડિસેમ્બર દરમ્યાન અપલોડ કરી શકાશે.

સાહિત્યસેતુ એ ગુજરાતનું પ્રથમ સાહિત્ય અને કળાઓનું ઇ-જર્નલ છે, 2011થી શરુ થયેલ આ ઇ-જર્નલને વર્ષ-2012માં લાડલી મિડિયા એવોર્ડથી નવાજવામાં આવેલ. સાહિત્યસેતુ-નો પ્રમુખ ઉદ્દેશ છે સાહિત્ય અને અન્ય કળાઓ-જેવી કે ચિત્ર,સંગીત, નૃત્ય, નાટ્ય, શિલ્પ, સ્થાપત્ય, ફિલ્મ, ફોટોગ્રાફીથી માંડી લોકકલાઓની રચનાઓ, તુલનાઓ, સમીક્ષાઓ, વિવેચન અને સંશોધનોને પ્રકાશિત કરવા. અમે આ વર્ષોમાં એમ કરવામાં ખાસ્સા સફળ પણ રહ્યા છીએ એ તમે આર્કાઈવ્ઝમાં જઈને જોઈ શકશો. અત્યાર સુધીમાં અમે 950થી વધારે સંશોધનપત્રો, કૃતિઓ, સમીક્ષાઓ પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આ મેગેઝિન તદ્દન ફ્રી છે, એને વિશ્વમાં કોઈ પણ સ્થળે, કશી પણ ફી ભર્યા વિના વાંચી શકાય છે, એમાં રચના કે લેખ મોકલી શકાય છે.

દેશમાં સક્રિય એવી યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકોએ અમારા આ પ્રયાસમાં મોટો સહકાર આપ્યો છે. ગુજરાતની યુનિવર્સિટીઓ ઉપરાન્ત દેશના વિવિધ રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીના સ્કોલર દ્વારા આ ઇ-જર્નલમાં નિયમિત રીતે શોધપત્રો પ્રકાશન અર્થે મળતા રહ્યાં છે. પરિણામ સ્વરૂપ યુનિવર્સિટી ગ્રાંટ કમિશન, નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશ્વકક્ષાના સામયિકોની યાદીમાં સાહિત્યસેતુને (યાદી ક્રમાંક-64396) સામેલ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના ખ્યાતનામ લેખકો, કવિઓ, વિવેચકોની હાજરી પણ આ સામયિકમાં નિયમિત જોઈ શકાશે. અમારો પ્રયાસ રહ્યો છે કે કેટલીક નિયમિત કોલમરૂપે સાતત્યથી વાચકો સંકળાયેલાં રહે- તે માટે અમે, ધારાવાહી નવલકથાઓના અનુવાદ પ્રકાશિત કર્યા, અત્યારે અમે ગુજરાતી ભાષાની રચનાઓને નિયમિત રૂપે અંગ્રેજીમાં અનુવાદીત કરીને દર અંકમાં પ્રકાશિત કરીએ છીએ- એ જ રીતે સંસ્કૃત ભાષામાં રસ ધરાવનારાં માટે અમે કોલમ શરૂ કરી છે. ઉપરાન્ત વખતો વખત જુદા-જુદા વિષયો પર કેન્દ્રીત થઈને વિશેષાંકો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે-અને એને મળલો પ્રતિસાદ અમારા ઉત્સાહને બેવડાવે છે.

સાહિત્યસેતુ- ગુજરાતી ઉપરાન્ત અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં લખાતી રચનાઓ, સમીક્ષાઓ, સંશોધનપત્રો અને લેખો પ્રકાશિત કરીને વિવિધ ભાષાના વિદ્વાનો, લેખકો અને ભાવકો વચ્ચે સેતુ બનવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. અમને આનંદ એ વાતનો પણ છે કે, માત્ર દેશમાં જ નહીં, દુનીયાના વિવિધ દેશમાં વસતા ભાવકો પણ અમારા નિયમિત વાચક બન્યા છે. એમના રસ-રૂચિને જાળવવા અને કેળવવાનું બેવડું કામ કરવાની અમારી નેમ છે. સાથોસાથ સાહિત્ય અને વિવિધ કલાઓના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો માટે ઉપયોગી એવું ઈ-કન્ટેન્ટ પણ સર્જાતું રહે તે જરૂરી છે. આશા છે અમારી આ મથામણ સૌને ઉપયોગી થશે.

આપના સૂચનો આવકાર્ય છે, એ જ રીતે આપના પ્રતિભાવો પણ અમારા માટે અમુલ્ય છે- આશા છે એ મળતા રહેશે.

લેખકો માટે સૂચના-

  1. સાહિત્યસેતુમાં પ્રગટ થતાં લખાણોમાં વિચારો અને અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
  2. સબમિશન ગાઈડમાં જણાવ્યા અનુસાર જ – નિયત ફોર્મેટમાં- પોતાની રચનાઓ, શોધપત્રો કે અભિપ્રાય મોકલવાના રહેશે. અન્યથા સ્વીકારવામાં આવશે નહીં.
  3. સ્વીકૃતિ- અસ્વીકૃતિની જાણ અગાઉથી કરવામાં આવતી નથી. અંક પ્રકાશિત થાય ત્યારે જ એ જાણી શકાશે. એ અંગે ચર્ચા-કે વાદ-વિવાદ સ્વીકાર્ય નથી. એમાં આખરી નિર્ણય સાહિત્યસેતુના સંપાદકમંડળનો જ રહેશે.
  4. હાર્ડકોપીમાં કે પી.ડી.એફ. સ્વરૂપે કે નિયત ફોર્મેટ સીવાયના ફોર્મેટમાં આવતી રચનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવતી નથી.
  5. આ મેગેઝિન અને એના સંચાલકો શોધપત્રોને લઇને કોઈપણ જાતની આર્થિક લેવડ-દેવડ કરતાં નથી.