menu
Sahityasetu
ISSN:2249-2372
Index
Editorial
Poem
Prose
Critical
English Door
Year-11, Issue 6, Continuous Issue 66, November - December 2021
A Peer Reviewed Literary e-journal
Sahityasetu
ISSN:2249-2372
Index
Editorial
Poem
Prose
Critical
English Door
Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
Download PDF of this Page
લઘુકથા
સ્વતંત્રતા
સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બે છોકરાઓ દોડતા-દોડતા ચાની કીટલી પર આવ્યા. "આઝાદ! ચાલ નેહાળમાં બેન બોલાવે." હાફતાં-હાંફતા બોલ્યા.
"માલિક મારશે! ફાલતૂ પ્રોગ્રામમાં જવાની ના પાડી છે." ગ્રાહકને ચા-ખારી આપતાં એણે કહ્યું.
"અલ્યા હેડ ક....તારો નંબર આયો શ.."
પાડોશમાં જ હતી સ્કૂલ. કપ-કીટલી ફેંકી દોડીને શાળાએ પહોંચી જવું હતું. પળવાર માટે એનું મન શાળાના પ્રાંગણમાં વિહાર કરી આવ્યું. જીવતા માતા-પિતા સાથે ગાળેલી ક્ષણોની લહેર એને વિચલિત કરી ગઈ.
"એક કટીંગ ચા...."" ફરી એક ગ્રાહકે બૂમ પાડી. એની મુગ્ધાવસ્થા તૂટી. ઉજ્જવળ ભાવિની પાંખો વર્તમાનની વાસ્તવિકતાથી ભારે થઈ ખરી પડી.
"ના રે ના. હમણાં કયાંય *જઈશ તો માલિક* આ કપડા પાછા લઈ લેશે. સાંજે જમવા નહિં આપે. કાઢી મૂકશે તો ઉંઘીશ કયાં?"" વિલાયેલા વદને બોલ્યો.
નિર્દોષ રસાકશી વચ્ચે શાળામાંથી માઇકનો મોટો અને સ્પષ્ટ અવાજ તેમના કાન પર અથડાયો, 'સ્વતંત્રતા અને મૂળભૂત હક્કો' નિબંધ-લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવે છે, ધોરણ આઠનો વિદ્યાર્થી 'આઝાદ'!
પલ્લવી ગુપ્તા, બી/7, આનંદ બંગ્લોઝ, ગાયત્રી મંદિર રોડ, મહાવીર નગર, હિંમતનગર 383001 મોબાઇલ: 9408932943 email: pallavi.rimzim@gmail.com