Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
સ્ત્રી
સ્ત્રી
અંધારઘેર્યાં સ્વપ્નલોકની સુંદર પરી જેવી પવિત્ર
સ્ત્રી
મત્સ્યકન્યા જેવી મદહોશ
સ્ત્રી
પથ્થરાળ ડુંગરથી દડતી
પડતી આખડતી
ધસમસતી નદી જેવી આતુર
સ્ત્રી
રણની સોનેરી રેતી જેવી તપ્ત
સ્ત્રી
ગાઢ ઘનઘોર જંગલ જેવી લીલીછમ્મ
સ્ત્રી
વારે વારે ખેડાયેલાં કથ્થાઈ ખેતર જેવી ઢેફાળ
સ્ત્રી
ટાબરિયાઓએ
કૂદકા મારી મારીને ખૂંદેલા
માટીના બજજરિયા ગારા જેવી ચીકણી-લપસણી
સ્ત્રી
દરિયાકાંઠે વસાવેલાં મકાનની
દિવાલોમાં લાગતા ભેજની ભીની સુગંધ જેવી માદક
સ્ત્રી
ચૂલે ચડાવેલાં શાકના વઘાર જેવી આકર્ષક
સ્ત્રી સ્ત્રી જેવી
અનિરુદ્ધસિંહ ભીખુભા ગોહિલ, ‘ઉપનિષદ’, પ્લોટ નં. ૪૩/બી, ગૌરીશંકર સોસાયટી, જવેલ્સ સર્કલ, ભાવનગર:૩૬૪૦૦૩