Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લઘુ કવિતા
કૃપા અનુભવ
ભાવ તરંગો
અર્થ વિકલ્પોમાના શબ્દો
સ્હેજ લસરકો
ઉપસી કવિતા!
*

જગે રમમાણ
થઈ ગેલમાં
સમજ છુપાઈ
બંધ મુઠ્ઠીના ખેલમાં!
*

અવકાશે ડૂબકી
મૌનથી તરબતર
મનનો ટુવાલ
ને
ખર્યો શબ્દ
કવિતાનો!
*

મૌન
અકબંધપણું
ઢળ્યું
ને
રેલાઈ ગઈ
કવિતા!
*

ગણતરીઓની
ગણનામાંથી
ધીરે ધીરે
સરકી જઈને
મનના
બાહ્ય પ્રદેશે
આવી ઉભો
અચરજતાથી
ભોળો
અદમ વંશજ!
*

સમયના પડમાં
ગાબડું પડ્યું
ચિદ આકાશે
મુક્ત ભ્રમણ
ને
સમજ પડી ગઈ
પોકળતાની!
*
સાબીર 'આનંદ', 12/2793/3, સૈયદપુરા, સુરત-395003 e-mail: msgaanand@gmail.com