Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘પંખીઘર’ વાર્તાસંગ્રહનું કથાવસ્તુ
પંખીઘર વાર્તાસંગ્રહના સર્જક ડૉ. અમૃતભાઈ પરમાર છે. જેઓ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના કોલાદ ગામમાં તેમનો જન્મ થયો. અમૃતભાઈ આદર્શ આંબેડકર અને ગાંધીવિચારથી પ્રભાવિત છે. તેમનો પીએચ.ડીમાં સંશોધનનો વિષય ‘નવલકથાકાર જોસેફ મેકવાન એક અધ્યયન’ હતો. તેઓ હાલ એચ. કે આર્ટ્સ કૉલેજમાં એસોસિયેટ પ્રોફેસેર તરીકેની સેવાઓ બજાવી રહ્યાં છે.

આ વાર્તાસંગ્રહ કુલ ૧૫ વાર્તાઓ છે. આ બધી વાર્તાઓની શરૂઆત ગામડાનાં દ્રશ્યથી કે શહેરના દ્રશ્યથી કરી આપી છે. મોટાભાગની વાર્તાઓમાં ગામડાનું દ્રશ્ય રજૂ કરી બતાવ્યું છે.

‘પંખીઘર’ વાર્તામાં માતાના નામ પર બનાવેલ પંખીઘરની વાત કરી છે. જેમાં કાળુ નામનું પાત્ર છે જેણે પંખીઘર બનાવડાવ્યું તેના વિશે આખા ગામમાં ચર્ચા થઇ રહી છે. ગામના લોકો જોવા પણ આવે છે. આ વાર્તામાં ગામના બે ડોશીઓ વાતો કરી રહી છે કે કાળુની માતા ગંગાબહેન પોતાનું ઘરસંસાર કેમનું ચલાવ્યું હતું તે ચર્ચા થઈ રહી છે. કાળુની માતા જીવતા હતા ત્યાં સુધી તો કોઈ હક આવવા દીધો નથી. મૃત્યુ થયાં બાદ પસ્તાવો થાય છે અને પછી તેની યાદમાં જી.એસ.પી પંખીઘર બનાવડાવે છે.

‘જેડીઓ’ વાર્તામાં કાનજી ડોસા નામનું એક પાત્ર છે. એના સિવાય પણ ગૌણ પાત્રો છે. તેઓ ભૂતકાળમાં ગિરનાર સંઘમાં ગયા હતા. ત્યારે ઘાટવાળા વાંકા માથાવાળો વધારે ગાંઠોવાળો મજબૂત જેડીઓ પસંદ કરેલો સંઘમાં અને સંઘમાંથી આવ્યા બાદ પણ બધા જેડીઓની જ ચર્ચા થતી હતી. આ જેડીઆને તોડવા માટે સંગીતા વહુએ ઘણા પ્રયત્નો કર્યા હતા પણ તે તૂટ્યો નહિ. દિવસેને દિવસે જેડીઓ તોડવાની ઘણી કોશિશ કરી હતી. તેના લીધે ઝગડો પણ થતો હતો. આખી વાર્તામાં જેડીઓને કેન્દ્રમાં રાખ્યો છે. તેના કારણે ઘણી મુસીબતો આવી છે તે દર્શાવ્યું છે અને છેલ્લે કાનજી ડોસાએ એસિડ પીને કાયમ માટે સૂઈ જાય છે અને જેડીઓ ત્યાંને ત્યાં રહી જાય છે.

‘નોકરી’ વાર્તામાં રોહન શર્મા અને રીટા રોય નામના બે પાત્રો છે. આ બંને પાત્રોએ કૉલેજના મિત્રો સાથે મોજમજાથી કૉલેજ લાઈફ વિતાવી તે પૂર્ણ થયા બાદ બધા મિત્રો પોતપોતાના રીતે સેટ થઇ ગયા હતા. આ બંને સિવાય પછી રોહનને એક ખાનગી કંપનીમાં નોકરીએ લાગ્યા બાદ લગ્ન કરે છે. પછી ઘર લે છે, ગાડી ઘરવખરી વસાવે છે. લોન દ્વારા બધું વસાવે છે. એને એમ રીટા નોકરી કરશે એટલે લોન લીધી હતી અને પછી રીટા નોકરી કરે છે. બંનેનું ઘરસંસાર સારું ચાલે છે. પણ જેમ જેમ સમય જાય છે તેમ રીટાનો કામ માટે સમય વધતો જાય છે. એ રોહનને ગમતું નથી પછી તેને રીટા પર સક થવા લાગ્યો છે પણ તે કશું કહી શકતો નથી કેમકે તેના પગાર દ્વારા લોન પૂર્ણ કરવાની હતી ત્યાં વાર્તાનો અંત આવે છે.

‘મામેરું’ વાર્તામાં રમેશભાઈ અને મુકેશભાઈ તેમની માતા વાલીમા તેમની બહેન રમીલા આ બધા પાત્રો છે. આ વાર્તામાં રમીલાનો ભાણીયોનું મામેરું કરવાનું હોય છે. તેની ચર્ચા કરવા બધા ભેગા થયા છે. ત્યારે બંને ભાઈઓ શહેરથી ગામડે આવે છે. માતા સાથે બધી ચર્ચા કરે છે. બંને ભાઈ નોકરી કરતા હોવા છતાં પણ પૈસા કાઢવા તૈયાર નથી. બંને ભાઈઓ માતા સાથે શું શું લાવવાનું તેની ચર્ચા કરે છે. મોટાભાઈ કહે છે કે માના દાગીના છે એ વહેચીને દાગીના કરાવી લઈએ અને બીજી બધી વસ્તુના પૈસા આપડે કાઢીશું. આમે એમને શું કરવાના છે. માએ હા તો પડી પણ એમને મનમાં ઘણું દુઃખ થાય છે. વાલીમાએ ભૂતકાળમાં એકલા હાથે માંમેરા, બાળકોને ભણાવવાના ખર્ચા કર્યા હતા. છોકરાઓને નોકરી હોવા છતાં પણ ખર્ચો કરવા તૈયાર નથી.

જોત જોતામાં મામેરું થઇ જાય છે પણ વાલીમાં બીમાર હોવાથી જઈ શકતા નથી. ભાણિયો પણ પરણી જાય છે. એક અઠવાડિયામાં વાલીમાનું મૃત્યુ થઈ જાય છે. જેમકે ભાણિયો પરણી જાય તેની રાહ જોઇને બેઠી હોય એમ લાગતું હતું.

‘તમે કેવા ?’ આ વાર્તામાં કૉલેજકાળના મિત્રોની વાત છે. એક જ કૉલેજના અલગ-અલગ ફિલ્ડમાં ભણતા બે મિત્રો થઇ જાય છે. કૉલેજની સ્પર્ધામાં ભાગ લે છે. કોમર્સમાંથી દિપક વાઘેલા અને આર્ટ્સમાંથી લત્તા પરમાર ત્યાં બંને મળે છે. થોડીવારમાં સ્પર્ધાનું પરિણામ આવે છે બંનેનો નંબર આવે છે. બંને ગાઢ મિત્રતાથી જોડાઈ જાય છે. કૉલેજના મિત્રો તેમને અલગ કરવાની ઘણી કોશિશ કરે છે. પણ એક દિવસ કૉલેજનો એક મિત્રએ દિપકની નાત વિશે કહ્યું હતું. ત્યારથી લત્તાના મનમાં ખૂચ્યા કરતું હતું. એક દિવસ તેણે દિપકને કહ્યું તમે કેવા ? એ પછી લત્તાએ દિપક સાથે વાત કરવાની છોડી દીધી. ત્યાં વાર્તા પૂર્ણ થાય છે.

‘માંજરી’ વાર્તામાં શકું, ભરત, રાજુ અને બીજા ઘણા ગૌણપાત્રો પણ છે. ભરત અને શકુને લગ્ન કરે ઘણા વર્ષો થયા હતા. પણ તેમને સંતાન પ્રાપ્તિ થતી ન હતી. એટલે શકુ કંટાળી ગઈ હતી. રમતું ના કહેવાથી તેણે રાજુ સાથે શારીરિક સબંધ રાખે છે. પછી તે ગર્ભવતી થાય છે. તેને પુત્ર જન્મે છે ત્યારે શકુનું મૃત્યુ થાય છે. ગામના બધા લોકો શકુના પુત્રને જોવા આવે છે તેમાંથી એક જણ કહે છે કે આની આંખો તો માંજરી છે ત્યાં વાર્તાનો અંત આવે છે.

‘આબરૂ’ વાર્તામાં એક ડોસાભા છે. તેમનો દિકરો તેની વહુ લીલાબહેન અને ગામનું પંચ આ બધા પાત્રો છે. આ વાર્તામાં ડોસાભા પોતાનું ભૂતકાળ વાગોળે છે. એમાં એવું દર્શાવ્યું છે કે ગામમાં કોઈકના ઘરે આવેલ મહેમાન ઘર બંધ હોવાથી પાછા જતા રોકીને તેમની આગતા-સ્વાગતા કરે છે પછી જ તેમને વિદાય આપે છે. ત્યાં એટલામાં જ બૂમ આવે છે કે ભા હવે જમી લો વાર્તા પૂર્ણ થાય છે.

‘દોસ્તી’ વાર્તામાં બે મિત્રોની વાત કરવામાં આવી છે. જેમાં બાબુ અને પ્રવીણ નામના બે પાત્રો અને તેમના ઘરના સભ્યો એના સિવાય બીજા ઘણા પાત્રો છે. જયારે પ્રવીણ નોકરી માટે શહેર જાય છે. ત્યારે તેને પૈસાની જરૂર હોય છે. ત્યારે તેને બાબુ તેની જમીન પર લોન અપાવે છે પણ પ્રવીણ તેની સમજદારીથી કામ લેતો નથી અને દેવું થઇ જતા બાબુને જમીન વહેચીને પૈસા ચૂકતે કરે છે. ત્યાં પ્રવીણ જોવા પણ આવતો નથી બાબુ પોતાની દોસ્તી સારીરીતે નિભાવે છે.

‘પડઘા’ વાર્તામાં અંબાજી જતા સંઘના મુસાફરોની વાત છે. ત્યાં એક ડુંગર પર એક ઝૂપડી છે. તેમાં લાખુ અને તેની દીકરી ભૂરી રહે છે. છુટક મજુરી કરીને જીવે છે. સંઘમાં આવેલ કાળુ અને લાલો બે પાત્રો જંગલમાં આંટો મારવા નીકળે છે ત્યાં તેને લાખુ મળી જાય છે. લાખુએ પૈસા માટે ભુરીનું શોષણ થવા દેશે. પછી પેલા બે માણસો જતા રહે છે એ ઓરડીમાં ભૂરીના પડઘા પડે છે.

‘બે દોકડા’ વાર્તામાં કાળી નામનું પાત્ર છે. પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગામના લખા-જેસંગ શેઠ પાસે જાય છે. તેને ઘણી વખત જવું પડતું હોય છે. ત્યાં તેનું શોષણ થાય છે પછી શેઠ કહે છે કે હવે તારા બે દોકડા માફ ત્યાં વાર્તાનો અંત આવે છે.

‘ભડાકો’ વાર્તામાં સાઈકલ દ્વારા કાનજીએ ઓફીસ જવાનું હતું સાથે સાથે મોડું થાય એટલે બાપની બીમારી, પત્નીની બીમારી, છોકરાનો અકસ્માત આવા બધા કારણો આપવાનો હતો એને આજે મોડું થયું એમાં પણ સાઈકલમાં ભડકો થયો એટલે ઓફીસ પહોચતા બાર વાગી જાય છે ત્યારે તીને નોકરી માંથી નીકળી દેવામાં આવે છે.

‘ગર્વભંગ’ આ વાર્તામાં અશોક અને રાજેશ બન્ને પ્રવાસે જાય છે. જેમણે ઘણાં પર્વતો ચડ્યા અને છેલ્લે ગિરનાર ચઢવાનો હોય છે. ત્યાં તેમેને નક્કી કરી લીધું કે આપણે વહેલા ચઢીને ઉતરી જૈસુ ત્યાં ચઢીતો જાય છે પણ વચ્ચે તેમને એક માણસ મળી જાય છે તે કહે જય ગિરનારી એવો અવાજ આવતા તેઓ ડરી જાય છે. થોડી વાર પછી આ બંને એમની સાથે વાતો કરે છે. હવે એ માણસે કહ્યું તમે ડરતા નહિ પછી બધા જય ગિરનારી કહીને પર્વત ચઢી જાય છે.

‘પાણીનું પાઉચ’ આ વાર્તામાં મુકેશ નામનું પાત્ર છે અને તેનો પરિવાર છે. મુકેશ ગાડીઓના ફેરા કરે છે તેમાં એક દિવસ તેનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. તેના ગયા પછી તેનો દીકરો પાણીના પાઉચ વહેચીને માંને મદદ કરે છે અને કહે છે આ પૈસાથી હું તને સોનાની ચેન કરાવી આપીશ. અને એક દિવસ પૈસા વધારે કમાવવા માટે પાણીના પાઉચ વહેચતા તેનું અકસ્માતમાં મૃત્યુ થઇ જાય છે.

‘એકાંત’ વાર્તામાં ક્રિશ અને પાર્થ નામના બે પાત્રો છે અને ક્રિશની માતા એના સિવાય પણ બીજા ગૌણ પાત્રો છે. આમ આ વાર્તામાં ક્રિશના પિતાનું નાની ઉમરે અવસાન થાય છે. હવે ઘરમાં ક્રિશ અને તેની માતા જ રહ્યા છે. ક્રિશ ભણવા માટે થોડા વર્ષો શહેરમાં જાય છે. પાર્થ તેનો મિત્ર છે. તે તેના માસીના છોકરીના લગ્ન પૂર્ણ થયા બાદ એ આરામ કરવા માટે ક્રિશના ઘરે આવે છે પરંતુ ક્રિશ ઘરે નથી એટલે તે તેના ઘરે રહેવા માટે હા ના કર્યા કરે છે. પણ ક્રિશની માં ના કહેવાના લીધે રોકી જાય છે. ક્રિશની માતા પાર્થના મોબાઈલમાં ના જોવાનું જોઈ જાય છે અને ક્રિશની માતા તેના પતિના ગયા બાદ તે એકાંત અનુભવતી હોવાથી પાર્થ સાથે શારીરિક સબંધ બાંધે છે.

‘માણસની ખોટ’ વાર્તામાં કિશોરભાઈ અને તેમના ઘરના સભ્યોની વાત છે. આમાં કિશોરભાઈ નું કારણોસર મૃત્યુ થાય છે. તમના ઘરમાં પૈસાની કોઈ ખોટ હતી નહિ. સમય વિતી જાય છે. કિશોરભાઈના મિત્ર વિજયભાઈ તેમને યાદ કરે છે અને એક દિવસ તેમના ઘરે જાય છે. કિશોરભાઈના પત્ની અને તેમનો પુત્ર જય ઘરે હતા. ત્યાં ચા પીતા-પીતા તેમની નજર કિશોરભાઈના ફોટા પર જાય છે અને ઘરના વાતાવરણ સાથે તેમને માણસની ખોટ નો અહેસાસ થાય છે.

‘પંખીઘર’ વાર્તા સંગ્રહમાં તેમની વાર્તાઓમાં ક્યાંક તેમણે ગામડાનું દ્રશ્ય રજુ કરી આપ્યું છે તો બીજી બાજુ માણસનું કોઈક ને કોઈક રીતે શોષણ થઇ રહ્યું છે તે દર્શાવ્યું છે. અને ઘણી વાર્તામાં નાત-જાત ના ભેદ પણ બતાવ્યા છે.

(‘પંખીઘર’, લે: ડૉ. અમૃત પરમાર - ૩૫, સત્યમ બંગ્લોઝ, I.O.C. રોડ, ચાંદખેડા, અમદાવાદ, ૩૮૨૪૭૦ – પ્રથમ આવૃત્તિ: ૨૦૧૯ – કિંમત: ૧૨૫/-)
પલક અરવિંદભાઈ ગુર્જર, પીએચ.ડી, ગુજરાતી વિભાગ, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર, મો: ૯૮૨૪૯૧૮૧૦૧, ઈ-મેલ: palakprajapti777@gmail.com