પુછે કોઈ કે, કેવું રહ્યુ વર્ષ? તો
વાયુથી શરૂ થયેલી સફર,
કોરોનાએ આવી અટકી.
વાવાઝોડાથી શરૂ થયેલી સફર,
મહામારીએ આવી અટકી.
આદિ માનવથી શરૂ થયેલી સફર,
ઘરની ગુફા પર આવી અટકી.
પૈસાની ભાગદોડ માટે શરૂ થયેલી સફર,
લોકડાઉન પર આવી અટકી.
પુછે કોઈ કે, કેવું રહ્યુ વર્ષ? તો
વૃક્ષોને કાપી મકાન બનાવવાની સફર,
ઓકિસજન સિલિન્ડર પર આવી અટકી.
મોજ-મસ્તી માટે શરૂ થયેલી સફર,
માસ્ક-સેનેટાઈઝર પર આવી અટકી.
દેશ-વિદેશમાંથી શરૂ થયેલી ફરવાની સફર,
હોસ્પિટલ થી સ્મશાન સુધી આવી અટકી.
મનુષ્યની લાંબી કતારની સફર,
રેમડેસિવિર ઈન્જેકશન પર આવી અટકી.
પુછે કોઈ કે, કેવું રહ્યુ શૈક્ષણિક વર્ષ? તો
પ્રવેશોત્સવ વિના શરૂ થયેલી સફર,
વિદ્યાર્થીઓની વિદાય વિના અટકી.
વિદ્યાર્થીઓ સાથે શરૂ થતી સફર,
વિદ્યાર્થીઓના કલરવ વિના જ અટકી.
મોબાઇલનો શાળામાં બહિષ્કાર કરતી સફર,
મોબાઇલને જ શાળા બનાવી અટકી.
ઓનલાઈન ક્લાસથી શરૂ થયેલી સફર,
પરીક્ષા વિના જ અટકી.
વાયુથી શરૂ થયેલી સફર,
આજે “કોરોના”એ આવી અટકી.