Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મિલન
અંતરની આરતથી આવે છે સપના,
કઠિન છે પારકાને બનાવવા અપના;
દિલની વાત હોઠ સુધી ન આવતા,
સામસામે આંખથી મટકારો મારતા.

હું તો ચાલ્યો હવે તમારી રાહોમાં,
ક્યારે લેશો મને તમારી બાહોમાં;
બંધન બધા તોડીને છોડી દો શરમ,
રહીશું સદા સાથે આપું એવી કસમ.

જાગીને જોઉં તો ચાલી ગઈ રાત,
'દિનાનાથ' હવે તો માની લો વાત;
દુનિયા કહે 'જાગ્યા ત્યાંથી સવાર',
મારા-તમારા મિલનની હવે નહિ વાર.
દિનેશભાઈ પટેલ, આચાર્ય, એન.એસ. હાઇસ્કુલ, મધવાસ, તા. લુણાવાડા, જિ. મહીસાગર.