Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ગુજરાતી દલિત સંત પરંપરામાં દાસી જીવણ
‘ભક્ત બીજ પલટે નહી, જુન જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, આખરે સંતના સંત’
ભારતીય પરંપરાના સંતોમાં ગુજરાતના સંતોનું પણ ખૂબ જ મહત્વનું સ્થાન છે. એમાં જોઈએ તો ભારતીય કક્ષાના સંતોમાં સપ્તર્ષિ મેતા રાજ, સંત રોહિદાસ, દાદુ દયાળ, રામવિહારી કાન્હોપાત્રા, ભક્તો ઓખા મેળા, સંત નંદા, સંત મારત્ને, ભક્ત કનકદાસ અને સંત તિરૂવલ્લુરનો સમાવેશ થાય છે. એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો દુદો શાહ, વ્રજ વાણીનો ઢોલી અવધૂત પૂર્ણ બ્રહ્માનંદ, રતનબાઈ, બોરસીયો મેઘવાળ, તેજાનંદ સ્વામી, રામજી ભગત, સંત સવૈયાનાથ, સિદ્ધ લખીરામ, દેવાયત પંડિત, લાલદિરિ, જોધલપીર, મેધમારૂ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસી જીવણ, દેવ ડુંગરપુરી, સહીદ મેઘડો, ભીમરો કોટવાળ, ગુરુ ઉત્તમશી, વસ્તા ભગત, રઘુરામ ભગત, ઝુમાબાઈ, ઢાઢો ભગત, કેશવરામ (કાયસ્થ), વાલ્મીકિ, બાળકસાહેબ, મેઘવાળ, હમીરો, વગેરે.

આ બધા સંતો પોતાની ભક્તિ, જ્ઞાન, સેવા, કર્મ-તપ, સાધના વગેરેથી ઉજળા થયેલા છે. એક-એક ભગત વિશેષ એક-એક ગ્રંથ થાય તેમ છે, એક જ દાખલો જોઈએ તો, ઝાંઝરકાના સંત સવૈયાનાથ તેમના વિશે – ‘સવગુ ગુણગાથા’ નામે દળદાર ગ્રંથ છે. આ ઉપરાંત તે જગ્યાના વારસદાર ગાદીના સંતો સાથ થઈ ગયા છે. એમના વિરોષ પણ એક ગ્રંથ થાય તેમ છે. એમના જીવન, સેવા, પરચાઓ ઉપર અનેક કાવ્યો – પદો, કવિતાખો લખાયેલો છે. ખાવા તો અનેક સંતોની છે આ બધા વિશે લખવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો લખાય તેમ છે. પણ મારે જે વાત કરવી છે. તે સૌરાષ્ટ્રના સંત ભક્ત શિરોમણી કહી શકાય તે ‘દાસી જીવણ’ છે દાસી જીવણ (સંવત 1804 થી 1881) ચમાર જ્ઞાતિના દાફડા કુળમાં એમનો જન્મ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે થયો હતો. માતાનું નામ શામબાઈ અને પિતાનું નામ જગાવાળા હતું અને તેમના પત્નીનું નામ જાલુબાઈ હતું. તો જીવન વિશે વિવિધ ક્વિદંતિ સાંભળવા મળે છે. પિતાજી જગા દાફાડો વ્યવસાય ગોંડલ રાજ્યની ભામ રાખવાનો હતો. ગોંડલ રાજ્યના ગામડાઓમાં મરેલા ઢોરને તાણી ગામથી દૂર લઈ જઈને તેના ચામડા ઉતારી લેવા કમાવી તેને વેચવા. ગોંડલ પંથકમાં જગા દાફડાનું ઘર સુખી ગણાતું. સાધુ-સંતોના આસરાનો ઉતારો હતો. સંતોની સેવા અને રોટલાની – ખાટલાની સેવા જીવણને જન્મથી જ મળી હતી. તેવો જીવણ જુવાન થતાં જુનાગઢના કટારિયા સાખના જવલભાઈ સાથે લગ્ન થાય છે. તેમનો સંસાર ચાલે છે. પણ મન ભક્તિમાં પરોવાયેલું રહે છે.

“ભીમ ભેટ્યાને મારી ભ્રમણ ભાગી ઉઘડ્યા અંતરના તાળા" છે. બત્રીસ કોઠે દિવો થાય છે. ત્યારે કવિ ગાઈ ઉઠે છે. “અજવાળું હવે મારે અજવાળું, ગુરુજી તમે આવ્યાને મારે અજવાળું” જેસલ બહારવટીયાની જેમ આખું જીવન બદલાઈ જાય છે. વાણી, વર્તનમાં ફેરફાર થઈ જાય છે. ગૃહસ્ય હોવા છતાં “જળકમળવત્” રહીને ભક્તિ કરે છે, એટલું જ નહીં પૃષ્ટીમાર્ગી સંતોની જેમ “સ્ત્રી” ભાવે ભક્તિ કરે છે. જેમ આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા ગાય છે. “પુરુષ ન ગયું મ્હારું..." એમ દાસી જીવણ પણ જીવણમાંથી ‘દાસી જીવણ’ બને છે અને મીરાબાઈની જેમ સુંદરીની જેમ કૃષણની દાસી બનીને મ્હાલે છે અને આઠેય પહોર મીરાની જેમ ‘મસ્તાની’ બનીને મહાલે છે. એના અંતરમાંથી ભક્તિની ગંગાની અને શબદોની સરવાણી ફૂટવા લાગે છે. તેની રચનાઓમાં પ્રેમ-લક્ષણો ભક્તિની સાથે સાથે જ્ઞાન વૈરાગ્ય નિગુપણ-નિરાકાર, બ્રહ્મની ઉપાસના, યોગ સાધનાના રહસ્યો અને અનાહત નાદ, વિવિધ શબ્દ સાધનાઓ, શબ્દ સુરત યોગ, અષ્ટાંગ યોગ ચેતવણી, બોધ-ઉપદેશ અને ભક્ત હૃદયની આરઝુ કરતાં અનેક ભજનોનો ધોધ ભજન ગંગા રૂપે વહેવા લાગે છે.

જ્ઞાન-યોગ, કર્મ-ભક્તિ અને સેવા એ પાંચ તત્વોનો અજબ સુમેળ સાધીને પુરોગામી સંત ભક્તોને માર્ગે ચાલતાં દાસી જીવણ એક આગવું અને વિશિષ્ટ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તેના વાણી અને વર્તનની એકરૂપતા અનુભૂતિની સઘનતા અને અભિવ્યક્તિની નિર્ભિકતા જેવા લક્ષણો ધરાવતા દાસી જીવણને મન ભજન વાપરી જ હૈયાને વિધનારી ‘શબ્દ કટારી’ હતી. સંસાર અને આચાર, વિચાર, જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્ય અને યોગ, આત્મા અને પરમાત્મા ગુરુ મહિમા અને અગમ-નિગમ રહસ્યો, આ બધા તત્ત્વો સીધી સાદી ભજનવાણીમાં વણી લઈ ક્યારેક યોગ માર્ગના સંકેતોથી તો ક્યારેક અચળવાણીમાં ક્યારેક વેદાન્તની પરીભાષામાં તો ક્યાંક પ્રેમલક્ષણા ભક્તિમાં ચાલી આવતી રૂઢ પદાવલીઓમાં મિલન અને વિરહની વ્યથાના રૂપમાં દાસી જીવણે વાણી રૂપે વ્યકત કર્યા છે. “અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણતો ઘણા હો જી......,” અને ગુરુ મહિમાનું જ્ઞાન ગાનારા આ કવિ, પોતાના ગુરુ ભીમ સાહેબને પોતાના અંતરની વ્યથાનું વર્ણન કરે છે.
“કહોને ગુરુજી મારા મારું મનડું ન માને મમતાળુ, ઘડીકમાં મનડું મારું કીડીને કુંજર વાલા”
તો ગુરૂજી પણ એવા જ્ઞાની ને અનુભવ સિદ્ધ છે. એટલે જીવણને સમજાવે છે કે,
“જીવણ જીવીને ત્યાં રાખીએ, જ્યા મળે અનહદ તુરા....”
આમ, એક સાચા સંત જ શિષ્યને માર્ગ બતાવી શકે છે. પૂર્વાશ્રમમાં કરેલા કર્મને પલટી નાખે છે અને લખે છે કે, “પ્યાલો મેં તો પીધેલ છે ભરપુર” અને “મરતાના મસ્તી મેં ખેલું મે દિવાના દરશન કા”

આમ, જીવણને આત્મસાક્ષાત્કાર થયા પછી પણ સાધકે પરિબ્રહ્મના સાક્ષાત્કાર માટે અનેક કપરા શિખરો સર કરવા પડે છે. એ નિર્ગુણ-નિરાકાર સાથેનો કાયમનો નેહ બાંધવા એની સાથે વાદ-વિવાદ, રૂસણા-મનામણા, વઢવાડ તે ગાય છે. “પિયુજીને મળવા ચાલે સખી શૂન્યમાં રે... સર્વે સાહેલી તમે પહેરી લેજો ભગવો ભેખ રે...” દાસી જીવક્ષના રૂડા મર્મ કાવ્યો ભજનરૂપ મૂડી છે. ગુજરાતી શબ્દ સાગરના પાણીદાર મોતીડા છે. “દાસીને તેડી જાજો તમારા દેશમાં રે... કલેજા કટારી માવે મારી રે,,,, માવે મુને મારી,”, “શામળીયે કરી છે મને ચકચુર પ્યાલો મેતો પીધો છે. ભરપૂર...", "મોરલિયા આટલા રૂપ ક્યાંથી લાવ્યો તે મોરલા”, “લોચનીયે લોભાણી રે માવા તારી મોરલિયે લલચાણી રે....”

જેવા પ્રેમલક્ષણા ભક્તિના પદો મળે છે. આજે તો તે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. એની સાથે જ્ઞાન ઉપદેશના પદો પણ મળે છે. કવિ લખે છે. કે “દો રંગા ભેળા નવ બેસીએ, એ તો પલમાં પલટાઈ જ મને મારી વાડીના ભમરો વાડી વેડીશમાં...”

આજે અત્યારે માનવ માનવ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અંતરમાં ભેદ વષી રહ્યા છે ત્યારે આવા સંતો અને તેની વાણી જ સમાજને દીવાની જ્યોત રૂપ બની રહે છે. સહિષ્ણુતાનો માર્ગ બતાવે છે અને સમન્વય વાળો સમાજ બનવામાં ઉપયોગી થાય છે. ત્યારે આપણા ભારતવર્ષમાં થયેલા સંતો સમાજ માટે દિવાદાંડી સમાન છે.

આવા સંતો એ જીવનભરના અનુભવો જ્ઞાન, સિદ્ધ સાધના ચારિત્ર વડે ઉત્તમ અને આદર્શ જીવન જીવીને સમાજને સાચા માર્ગમાં દોરવાનો પ્રયત્ન કર્યા છે, અને પુરેપુરી નિર્ભિકતાથી સમાજની મર્યાદાઓ સામે આંગળી ચીંધી તેમને સાચો માર્ગ બતાવ્યો છે. એટલે જ આ સંતો સામાન્ય વર્ણના લોકો માટે તો ઋષિમુનિઓ જેટલા જ આદરપાત્ર હતા. મોટામાં મોટા પણ ચમરબંધીને પણ મોઢે કહી દેતા. એવી જ પરંપરા દાસી જીવમાં જોવા મળે છે.

ભક્તિ તો સંસારમાં રહીને જ થાય સિદ્ધિ મેળવવાથી સાપક બનાય છે. ભગત નહીં તમામ માર્ગોમાં સંસારમાં રહીને જ ભક્તિ કરનારો ઊંચો છે. આ અને આવા ઘણા દાખલાખો છે. એમના જીવન વિશેની ઘણી કિવદંતિઓ પન્ન છે, અંતે વિક્રમ સંવત 1881 એટલે કે ઈ.સ. 1825ના આસો વદ અમાસ (દિવાળી) ના દિવસે ઘોઘાવદરમાં ઘરના આંગણે સંત મેળો યોજીને દિવસ-રાત ભજનો ચાલ્યા અને દાસી જીવણે જીવતા સમાધિ લીધી. બરાબર પંચોતેર વર્ષનું આયુષ્ય જીવીને જીવણે જાતે જ ગાળેલી સમાધિમાં બેસી છેલ્લે રચના ગાઈ.
“હાટડિયે કેમ રેવાશે મારા રામની રજા નહી.....”
અને આ સ્થૂળ દેહમાં ચેન તત્વ સંકોરી લીધું લોકોએ જય જય કાર બોલાવ્યો, એમના સ્થૂળ દેહ ઉપર માટી વાળી ત્યાં સમાધિ બનાવી. આજથી પોણા બસો વર્ષ પહેલા સમાધિ લીધી હતી. એક પેઢી પછી તેમના પુત્ર એ પણ સમાધિ લીધી હતી. પણ એમની દિકરીના વારસદારોએ એમની પરંપરા આગળ ચલાવી છે. આજે પણ ઘોઘાવદરમાં એમની સમાધિ સ્થાન જગ્યા ‘દાસી જીવણની જગ્યા’ તરીકે સ્થિત છે. ગુજરાતી સંત સમાજમાં મંદિરની સુવર્ણ શિખર સમાન ઝળકે છે.
“દલ ભીતર દરદભરી, એમાં કોઈ લાગે ન કારી, વૈધ ગયો છે હારી "
આ પંક્તિઓ સ્વયંભૂ પ્રગટી છે. જેમ નારદ સુત્રમાં કહ્યું છે. એમ પ્રેમ લક્ષણા ભક્તિમાં ભક્ત પોતાના ઈષ્ટદેવને જ સર્વ જુએ છે. એને જ સાંભળે છે. એને જ સાંભળે છે અને એની સાથે જ વાત કરે છે. જીવણ દસમા પ્રકારની ભક્તિ કરે છે. એની પ્રેમલક્ષણા ભક્તિના કારણે એમાં મુગ્ધતા ઉમેરાય છે અને ભગવાનની પ્રેયસી રૂપે ભજે છે. ત્યારે એનો મધુર ભાવ ઊંડો અને તીવ્ર બને છે. એમાં આત્મિયતાના અનુભવ મેળવી સંબંધ બંધાય છે. તેથી જ જીવનમાં નારીસહજ ભાવે અનુભવાય છે. જેમાં દયારામને ભક્ત નરસિંહનો જ અવતાર માનવામાં આવે છે તેમ જીવણને રાધાજીનો અવતાર માનવામાં આવે છે. આમ આપણી ગુજરાતી ભાષામાં પ્રેમલક્ષણા ભક્તિમાં મધુરભાવ ઝરણારૂપે, કાવ્યરૂપે વધુમાં વધુ વહેવડાવવાનો યશ દાસી જીવણને ફાળે જાય છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ અમર ગાયક તેની ભકિતની ઉત્કટ ઉર્મિ પ્રગટ કરે છે એટલે પ્રશ્ન થાય છે. કે આ ભક્તિની પરાકાષ્ઠા છે કે કવિતાની ? એની કવિતાનું પાન કરતાં સહેજેય સમાધાન થાય છે કે એમાં બેઉ પ્રશ્નોને સ્થાન છે ભક્તિની પરાકાષ્ઠા તો નારી હૃદયમાંથી સંભવે છે. વધુમાં જીવસ માનવ હૈયાના પોતાના ભાવને પોતાની વિશિષ્ટ આગવી કલ્પના શક્તિથી મૂર્ત સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ કરે છે. તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયને અનુભવના ઓપથી તે પ્રકાશિત કરે છે અને ભક્તિભાવની સાથે સાથે જ્ઞાનના ઉન્નત શિખરો પણ સર કરે છે. તેના ઉર્મિકાવ્યો આપણી ભાષાનું અમૂલ્ય નઝરાણું છે. તેના ભજનો હકિકતમાં તો ત્રીજા નેત્રની પ્રસાદી છે. ઉપરાંત ભવ્યતાની લાલીત્યનો વિરલ કહી શકાય તેવો સહયોગ પક્ષ છે. તેમના કાવ્યોમાં સધાયો છે. ઉર્મિકાના કલા સ્વરૂપની દૃષ્ટિએ તે વિચાર અને ચિંતનનો સમન્વય છે તથા ગીતો સુગ્રથિતતા મનોહર છે. આમ સફળ ઉર્મિકાવ્યોના કવિ દાસી જીવણ સંત સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને સમગ્ર ભારતીય, ત્યને મળેલ અણમોલ ભેટ છે.

સંદર્ભ
  1. હરિજન સંતો અને લોક સાહિત્ય - ડૉ. દલપત શ્રીમાળી પ્ર.આ. 1998
  2. વિચાર ભારતી - ગુર્જર ધરાનાર વિશેષાંક 2007 અંક-6, અમદાવાદ
  3. રવિભાણ સંપ્રદાયના સંતો - ડૉ. નિરંજન રાજ્યગુરુ, ઉર્મિ રચના, માર્ચ -1986
  4. સૌરાષ્ટ્રના ભક્ત કવિઓ- ડૉ. નાથાલાલ ગોહેલ
ડૉ. અમૃત પરમાર, ગુજરાતી વિભાગ, એચ. કે. કૉલેજ, અમદાવાદ-9.