Included in the UGC-CARE list (Group B Sr. No 172)

શહેરી સંવાદોમાં ઈશ્કની ઈબાદત- ‘ઈશ્ક મેં શહર હોના’

રવીશ કુમાર ભારતીય પત્રકારત્વ ક્ષેત્રે જાણીતું નામ. બિહારના મોતીહારી જીલ્લાના જીતવારપુર ગામના મૂળિયાં ધરાવતા રવીશ કુમારનું બાળપણ ગામડામાં વિત્યું અને પછી ઉચ્ચ અભ્યાસ અર્થે દિલ્હી શહેર સાથે નાતો બંધાય છે અને એ શહેરના અનુભવો પણ મેળવ્યા. પત્રકારત્વ ક્ષેત્રનો આ માણસ સાહિત્યિક દુનિયાનો પણ અચ્છો જાણકાર અને વાચક છે અને અહીં જે પુસ્તકની વાત કરવી છે તે ‘ઈશ્ક મેં શહર હોના’ પુસ્તકમાં તેની આ સાહિત્યિક પ્રતિભા પણ પ્રગટ થયેલી જોઈ શકાય છે. રવીશ કુમારને ભારતનો પત્રકારત્વ ક્ષેત્રનો મહત્વનો ગણાતો ‘રામનાથ ગોયેન્કા એવોર્ડ’ બે વાર મળી ચૂક્યો છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનો મહત્વપૂર્ણ એવો ‘રેમન મેગ્સેસે એવોર્ડ’ વર્ષ ૨૦૧૯માં મળ્યો છે. તેમણે લખેલા પુસ્તકોમાં The Free Voice: On Democracy, Culture and the Nation મહત્વનું ગણાય છે જેનો હિન્દી અનુવાદ ‘बोलना ही है: लोकतंत्र, संस्कृति और राष्ट्र के बारे में’ નામથી થયો છે. આ ઉપરાંત ‘इश्क़ में शहर होना’, ‘देखते रहिए’, ‘रविशपंती’ જેવા તેના પુસ્તકો છે. અહીં જે પુસ્તકની વાત કરવી છે તે ‘ઈશ્ક મેં શહર હોના’ પુસ્તકમાં શહેરી સંવાદોમાં ઈશ્કની ઈબાદત છે. અહીં શહેર કેન્દ્રમાં છે અને એ શહેર દિલ્હી છે. અને આ દિલ્હી શહેરના કેન્દ્રમાં બે પ્રેમીઓ છે. રવીશ કુમારની પત્નીનું નામ નયના દાસગુપ્તા છે અને એ બંને પણ દિલ્હીમાં જ મળ્યા હતા એ રીતે જોતા આ પુસ્તકમાં રજૂ થયેલું દિલ્હી શહેર એ રવીશ-નયનાનું દિલ્હી તો છે જ પણ માત્ર એ બંનેનું જ નથી. એમના જેવા કંઈ કેટલાય પ્રિયજનોનું પણ આ દિલ્હી શહેર છે એમ કહેવામાં કશું ખોટું નથી. પુસ્તકની પ્રસ્તાવના અહીં નોંધનીય છે. જુઓ-
“हमने शहर को हमेशा गाँव की नज़र से देखा है. जहाँ जाकर लोग गाँव को भूल जाते है. शहर मेरी जिन्दगी में गाँव बनाम शहर के रूप में आया. तब तक शहर हमारे लिए एक अस्थायी पता-भर था. हम स्थायी पता के कोलम में गाँव का पता भरते थे. शहर के डेरे का नहीं. हर मौके पर बिहार की राजधानी पटना से मोतिहारी जिले के गाँव जितवारपुर लौटना होता था. हर वक्त घर और डेरा का फ़र्क बना रहता था. घर मतलब गाँव, डेरा मतलब शहर.XXX

नयना से दोस्ती ने इस शहर को एक किताब में बदल दिया. बल्कि मैं इस शहर के लिए बदल गया. हम प्रेम में खूब भटके है. विदा होने से पहले कुछ और बात कर लेने की बैचेनी ने खूब पैदल चलाया. दिल्ली भी साथ साथ चलती थी.दिल्ली का अजनबीपन रोमांस का सबसे अच्छा दोस्त है. गाँव की तरह यहाँ मुझे न कोई जानता था, न पहचानता था. प्रेम के इन्ही पलो में मैंने इमारतों की ऐतिहासिकता को जाना है. मुग़ल आर्किटेक्चर पर नयना के लम्बे लम्बे लेक्चर सुने है. जी, प्रेम में पढना भी पड़ता है. बहस होती है. हम सिर्फ ख़ुद को ही नहीं, शहर को भी परिभाषित कर रहे होते है.XXX

बस तब से शहरो को कई तरह से जिया है. प्रेम हम सबको बेहतर शहेरी बनाता है. हम शहर के हर अनजान कोने का सम्मान करने लगते है.उन कोनो में जिन्दगी भर देते हैxx आप तभी एक शहर को नए सिरे से खोजते है जब प्रेम में होते है. और प्रेम में होना सिर्फ हाथ थामने का बहाना ढूँढना नहीं होता. दो लोगो के उस स्पेस में बहुत कुछ टकराता रहता है. लप्रेक उसी कशिश और टकराहट की पैदाइश है.XXX

मेरी बेटियां जब बड़ी होकर इस किताब को पढ़ेगी तो बस इतनी ख्वाहिश है की वे भी अपना शहर आप ही खोजें. तिन्नी और टीपू का शहर. सबका अपना-अपना शहर हो और लप्रेक हो.”


આ પુસ્તક હિન્દીમાં જેને લપ્રેક કહેવાય છે એ લપ્રેકનું પુસ્તક છે. લપ્રેક એટલે ‘લઘુ પ્રેમ કથા’, જેનું મૂખ્ય લક્ષણ કદમાં નાની કથા ,જેને સોશ્યલ મીડિયામાં નૈનો કહાની કે પછી ફેસબુક ફિક્શન તરીકે પણ ઓળખાવાય છે કારણ કે તેનું સ્વરૂપ ફેસબુકના સ્ટેટ્સ જેવું પણ ખરું.

ભારતના દિલ્હી જેવા શહેરની phyisicalityમાં બે દિલની sensitivityને રજૂ કરતુ આ લપ્રેકનું પુસ્તક વાચકને દિલ્હીમ્ય દિલની દુનિયામાં સફર કરાવે છે. સ્થળ સાથેનો અનુબંધ અનેક રીતે મહત્વનો હોય છે અને તેમાય જ્યાં પ્રેમની ખટમીઠી સ્મૃતિઓ અકબંધ હોય એવા શહેરનો તો મનમાં મિજાજ જ નોખો હોવાનો. અહીં રવીશ દિલની વાત દિલ્હીમય બનીને કરે છે. અહીં છે દિલ્હીના જાણીતાં સ્થળો,રસ્તાઓ,રિક્ષા, બસ અને મેટ્રો ટ્રેન. અને આ બધામાં પ્રેમમાં જીવતા પાત્રોની ફિલસુફીના ચમકારા. દિલ્હી શહેર અહીં કેન્દ્રમાં છે અને જે કંઈ બને છે તે આ કેન્દ્રની આસપાસ જ બને છે. મૂળ વાત તો એ છે કે રવીશ અહીં પ્રેમની સાથેસાથે દિલ્હીની પણ વિશેષ તસ્વીર રજૂ કરે છે. શહેર ત્યાંના રહેવાસી-રખડુઓ ઉપર કઈ હદે કબ્જો જમાવતું હોય છે એનો અનુભવ પ્રેમી જયારે રજૂ કરે ત્યારે એ શહેર અને પ્રેમ બંને જ પોતાના વાસ્તવિક મોંઘેરા મૂલ્યના હકદાર સાબિત થતાં હોય છે. અહીં એવું જ થયું છે. રવીશનો પ્રેમસંદર્ભનો ખ્યાલ અને દિલ્હી શહેરનો પ્રભાવ બંને જ જાણે અહીં આકારિત થઈ ગયા છે. જુઓ-
“मैं आज स्माल टाउन सा फिल कर रहा हूँ ...
और मैं मेट्रो सी |
हाँ, जब भी तुम साऊथ एक्स से गुजरती हो, मैं करावल नगर सा महसूस करता हूँ }
चुप करो | तुम पागल हो | दिल्ली में सब दिल्ली-सा फील करते है |
एसा नहीं है | दिल्ली में सब दिल्ली नहीं है | जैसे हर किसी की आँखों में इश्क नहीं होता...XXX
तुम मुझसे प्यार करते हो या शहर से?
शहर से; क्योंकि मेरा शहर तुम हो |"


અહીં પ્રેમી-પ્રેમિકાના સંવાદોમાં દિલ્હીના સ્થળોના નામ સાથે ખટમીઠી લડાઈ અને પ્રેમિકાને જ પોતાનું શહેર જાહેર કરનાર પ્રેમી વાચકને સ્પર્શી જાય છે. પ્રાસ્તાવિક લેખમાં જ રવીશે ગામ અને શહેર વિશે સ્પષ્ટતા કરી જ છે. ગામડું અને શહેર બંને આમ તો પોતપોતાની વિશેષતા મર્યાદા ધરાવે છે એટલે એકની હયાતી-પ્રાપ્તિમાં બીજાની ખોટ-કમી એ એક સિક્કાની બે બાજુ જેવું છે . જુઓ-
“गांवो ने शहरो को बसाया तो सही मगर स्मृतियों की सप्लाई इतनी कर दी कि कोई शहर में रहकर शहर से बिछड़ने की उपमा नहीं देता I जैसे तुम्हारी याद में मूलचंद का फ्लाईओवर सूना लगता है, मेट्रो से गुज़रना बेगाना लगता है |”

શહેરમાં વસવાટ કરવાથી ભૌતિક સુખ સગવડો વગેરે તો પ્રાપ્ત થઈ જાય છે પણ જે છૂટી ગયું છે તે ગામડું તેના ગેરુઆ રંગે યાદોને હચમચાવે છે. શહેરમાં યાદ આવતું ગામડું નિરાશા લાવી દે છે, જે રીતે પ્રેમિકા વગર મૂલચંદ ફ્લાયઓવર કે પછી મેટ્રો ટ્રેન સુની લાગે તે જ રીતે પ્રેમિકારૂપી ગામડું પણ શહેરમાં નિરાશા લાવી શકે છે. જે સ્થળે વ્યક્તિનું બાળપણ યુવાની અને તેમાં પણ પ્રેમમય, સંઘર્ષમય યુવાની વીતી હોય એ સ્થળ જે તે વ્યક્તિના જીવનમાં એક ખાસ મહત્વનું સ્થાન ધરાવતું હોય છે. સ્થળ કરતા કંઇક વિશેષ રીતે તે જીવનમાં સ્થાન ધરાવતું હોવાથી એ સ્થળ કે જગ્યા બદલવી પણ એટલી સરળ નથી હોતી. જુઓ-
कमरा ही बदल रहा हूँ शहर नहीं
पुष्प विहार के इस कमरे में हमारी यादें है और तुम कहते हो सिर्फ कमरा बदला है |
देखो, किरायेदार का अपना कोई शहर नहीं होता | दिल्ली के लाखो मकानों में जाने कितने शहर रहते होंगे Iतुम उन्ही मकानों की छत पर मिली थीं | पता ही बदलने जा रहा है |
नहीं, तुम बिल्कुल इमोशनल नहीं हो Iकाश, इस शहर का दामन होता...
तो क्या कर लेती ?
हम उसके दामन में अपना कमरा बना लेते...


ઓરડો જ બદલવાની વાત છે પણ જે ઓરડો છોડવાનો છે ત્યાં પ્રેમની અઢળક યાદો મહેકી રહી છે. પણ ભાડુઆતને આટલું ઓરડા સાથેનું મમત્વ પોસાય નહીં એ પણ વાસ્તવિકતા છે. દિલ્હીના લાખો મકાનોમાં આવા યાદોરૂપી લાખો શહેરો છે અને આ યાદોરૂપી શહેરોના સરનામા બદલાતા રહેતા હોય છે. અહીં પ્રેમી સમજદારીથી કામ લે છે પણ પ્રેમિકા તો મીઠો છણકો કરીને કહી દે છે કે ‘તું ઈમોશનલ નથી.’ અને આ શહેરનો કોઈક ખોળો હોત તો તે ખોળામાં જ પોતાનો ઓરડો બનાવી લેવાની ઈચ્છા પણ રજૂ કરે છે. શહેરમાં પોતાની મરજી મૂજબ તો રહેવાની વ્યવસ્થા મળતી જ નથી. ઘણું બધું એવું છે જે આ બંને પ્રેમીજનોને ગોઠતું નથી પણ મળેલ સ્થિતિ સામે લાચાર બની શહેરી જીવન દરમિયાન પ્રેમ, હર્ષ, શોક પ્રગટ કરતા રહે છે. શહેરની કુરૂપતા કે શહેરના લોકોની અમુક પ્રવૃત્તિ આ યુગલને બિલકુલ પસંદ નથી જેમ કે-
नेहरु पार्क की झाड़ियो में सरसराहट से दोनों सहम गए | पत्तियों की झुरमुट से धडकती आँखों से कोई उन्हें भकोस रहा था | दिल्ली में महफूज जगह की तलाश दो ही लोग करते है- जिन्हें प्रेम करना है और जिन्हें प्रेम करते हुए लोगों को देखना है | घबराहट में दोनों इतनी तेज़ी से उठे कि पास की झाड़ियों में भी हलचल मच गई | प्रेमियों को लगा कि पुलिस आ गई है | उसका कहा याद रहा- यह कैसा शहर है ? हर वक्त शरीर का पीछा करता रहता है !

દિલ્હીમાં સલામત સ્થળે બે લોકો મળવાના. એક તો પ્રેમીયુગલ અને બીજા આ યુગલને તાક્નારા. એટલે આ તબક્કે આ શહેર જાનવર જેવું લાગે છે જે પ્રેમીઓના શરીરનો પીછો કરતુ રહે છે. પણ શહેરની ગંદી માનસિકતા કે કુરૂપ સ્થિતિની સામે એ જ શહેરના ખૂણે-ખાંચરે મળી જતી ખુશીનો એક ટૂકડો જો મળી જાય તો એ ગુમાવવાનું આવા પ્રિયજનોને પાલવે નહીં. જુઓ-
बारापुला फ्लायओवर से हुमायू के मकबरे की पीठ, निजामुद्दीन की छतें, उन पर सूखते कपड़े, कार से उतरते ही वह कहने लगी – आसमान और छत के बीच होने जैसा लगता है यहाँ, ऊंचाई पर होने के बाद भी दिल्ली और तुन्हारे प्यार के बिच की जमीन लगती है ये जगह |

आँखों से कैमरा उतार कर मुस्कुरा दिया I इतना ही कहा- दिल्ली का यह कोना सुकून जैसा है न ! बील्कुल तुम्हारे जैसा...


પ્રેમિકાને ગમ્યું દિલ્હીનું એક સ્થળ અને પ્રેમી તુરંત બોલી ઉઠે છે કે અહીં સુખ-શાંતિ છે જે બિલકુલ તારા જેવું - જેમ તારું મારી સાથે હોવાપણું મારા જીવનમાં સુખ-શાંતિ સમાન છે તેવું જ આ સ્થળ છે. બંને પ્રેમીઓ પોતાના જીવનમાં મળેલી સ્થિતિમાં એકમેકને પ્રેમરૂપી આભાર વ્યક્ત કરતા ખચકાતા નથી અને એટલે જ શહેરની તમામ કુરૂપતા, કુત્સિતતાની સામે પણ પોતાના પ્રેમરૂપી જીવનને મહેકાવવાનું અકબંધ રાખે છે. આ પ્રેમીયુગલજેવી મેચ્યોરીટી-પરિપક્વતા એ સામાન્ય લોકો પ્રાપ્ત નથી કરી શકતા. પ્રેમને સમજવા, પામવા જીવવા માટે પણ એક ઉચ્ચ સ્તરની સાચી સમજણ અને વિશાળ જીવન અને વિશાળ વિશ્વનો ખ્યાલ પાયામાં જરૂરી છે. ત્યારે આવા શબ્દોના સંવાદોના સહારે પણ ગમે તેટલી મુશ્કેલીમાં પ્રેમ ટકી શકે છે. જુઓ-
दोनों की मुलाक़ात छतरपुर के मन्दिर में हुईं | मगर अच्छा लगता था उन्हें जामा मस्जिद में बैठना | इतिहास से साझा होने के बहाने वर्तमान का यह एकान्त | ‘करीम’ से खाकर दोनों मस्जिद की मीनार पर जरुर चढ़ते | भीतर के संकरे रास्ते से होते हुए उंचाई से दिल्ली देखने का डर और हाथो को पकड़ लेने का भरोसा | स्पर्श की यही ऊर्जा दोनों को शहरी बना रही थी | चलते-चलते टकराने की जगह भी तो बहुत नहीं दिल्ली में !

આમેય પ્રેમને ધર્મ,જાતિ,ભાષા,આહાર,પોશાક સાથે કોઈ લેવા-દેવા નથી. અને જ્યાં આમાંનું થોડુંક પણ છે તે ગમે તે હોઈ શકે પ્રેમ તો ના જ હોઈ શકે. મંદિરમાં મળેલા પ્રેમી મસ્જીદમાં બેસીને ગોઠડી માંડી શકે, ભારતના ઈતિહાસને સમજતા સમજતા એકમેકના હૈયાને સમજી શકે એવા આ બંને શહેરી પાત્રો હવે આજના ભારતમાં ઓછા દેખાતા હોય છે. એટલે આ બંનેનું મહત્વ છે. ધર્મ-જાતિના નામે કે ઈજ્જત જેવા તકલાદી ફાલતું શબ્દો માટે પ્રેમીઓના ખૂન કરતા પણ અચકાતો નથી એવો આપણો સમાજ આવા સમજદાર પ્રેમીઓ સામે પાંચ પૈસાની પણ ઓકાત ધરાવતો નથી. સામાજિક આજ્ઞાંકિતતાના નામે જીવનમાં દોગલાપણું ચલાવતા કહેવાતા સભ્ય અને સજ્જન અને જાણે ભૂલમાં ભણીને ભણતરને લજવતા બે કોડીની વાહિયાત સમજણ ધરાવતા એક મોટા વર્ગ ઉપર આ પંક્તિઓ આલા દરજ્જાની ઉચ્ચ દિવ્ય અને ભવ્ય સમજણનો અભિષેક કરે છે પણ આ અભિષેકને સમજવું-પામવું એ બધાની તાકાત નથી. વળી શાણા લોકો એમ પણ પૂછી શકે કે આ સમજણથી થાય છે શું? તો થાય એ છે કે કમસે કમ બગડેલી સ્થિતિ ઉપર ચિંતા અને ચિંતન તો થઈ શકે છે ભલે પછી એ ચિંતા –ચિંતન અર્થહીન બની રહે તો પણ એ ચિંતા-ચિંતન મહત્વનું તો ખરું જ. જુઓ-
दोनों को भोर के वक्त दिल्ली की सडको पर निकलने में मजा आता | सराय काले खां से डीएनडी के फ्लाईओवर पर पहुंचते ही बड़ा-सा लाल सूरज ओखला के आसमान में नज़र आने लगा | आश्रम की तरफ उतरते वक्त वह कहने लगी की काश नीचे यमुना भी बची होती |
दिखावे के इस प्रकृति-प्रेम पर वह झुंझला पड़ा |
यमुना विहार से यंहा तक आने में मेरा तेल निकल गया है और तुम नदी के लिए रो रही हो | जगह की तलाश में हम इस शहर में और कितने शहर बदलेंगे !


મળવાની જગ્યા શોધવાના પ્રયત્નોમાં કુરૂપ દિલ્હીના દર્શન આ યુગલને સતાવે છે. યમુના નદીને લઈને પ્રેમિકાની ચિંતા વાજબી છે તો બધાથી ઉપર પ્રેમમાં મળવાની સલામત જગ્યા શોધવાના ધમપછાડા પણ વાજબી જ છે. એટલે પ્રેમી પ્રેમિકાએ દર્શાવેલી યમુના નદીની ચિંતાને દેખાડો ગણાવતો પોતાને લાગેલા થાકને વધૂ મહત્વ આપે છે. પણ નદી પર્યાવરણની ચિંતા કરતા આ શહેરી યુગલ અહીં નોંધપાત્ર છે. અહીં આ સંવાદ દ્વારા રવીશ ઘણું બધું કહી જાય છે. એક જ શહેરમાં કેટકેટલા શહેર આ પ્રેમીઓએ શોધ્યા છે અને હજુ શોધતા જ રહે છે. તેઓની આ શોધ સરળ નથી. પ્રેમનો આ પથ અનેક પડકારો અને સમસ્યાઓથી ભરેલો છે અને સમસ્યાના એકધારાપણાથી હવે અમુક સમસ્યા તો સમસ્યા જ નથી લાગતી. જુઓ-
खानपुर से बदरपुर की बस में ठुंसी भीड़ ने दोनों को ऐसे शहर में पहुंचा दिया जहाँ उनके अलावा सब अजनबी थे | हर स्टॉप पे चढ़नेवाली भीड़ के धक्के से दोनों और करीब होते जा रहे थे | बस भाग तो रही थी सीधी मगर उन्हें हर बार की किसी मोड़ पर तेजी से मुड़ रही है और गिरने से बचने के लिए एक दूसरे को थामना ज़रूरी है | शहर में प्रेम के ऐसे कोने अपने आप बन जाया करते है | भीड़ में घूरे जाने के बाद भी |

દિલ્હીની બસમાં આ પ્રેમીઓ ઉપર સાથી મુસાફરોની નજર હોવા છતાં બંને એકમેકને પકડીને પડી જવાથી બચી રહ્યા છે. બસમાની ભીડના ધક્કા આ બંનેને નજીક લાવી રહે છે. ભીડમાં પણ પ્રેમના આવા ખાનદાની ખૂણાઓ પોતાની રીતે જ નિર્માતા હોય છે. બસમાં પ્રેમીઓની સ્થિતિના સંદર્ભની આ રચના જુઓ-
शान्तिपथ से गुजरते हुए मालूम नहीं सब कुछ भव्य सा क्यों लगने लगता है | मुनरिका से 620 नम्बर की बस तीनमूर्ति पहुँचने से पहले किसी यूरोपीय स्प्रिंग से गुजरने लगती है | पीछे की विंडो सीट पर टकराते हमारे कंधे किसी शायर के मिसरे से टकराने लगते है | काश, हम छू पाते कभी उन तमाम हल्के-हल्के स्पर्शोको | कंडकटर की सीटी से बेखबर तुम किस गाने की धुन में खो जाती हो ? कौन होता है तुम्हारे साथ ‘सिलसिला’ के उस गाने में...૧૦

આ જ સંદર્ભે વધુ એક રચના જુઓ-
बारिश से बचने के लिए उसने अपना स्कूटर मूलचन्द फ्लाईओवर के नीचे पार्क कर दिया | दोनों एक दूसरे में इतना खोए रहे कि ध्यान ही न रहा कि अगल-बगल में पचासों स्कूटरवाले बारिश खत्म होने का इन्तजार कर रहे है | वह बिना वजह उसके लिए छाता बनने की कोशिश करता रहा | उसे भी बिना जरूरत फ्लाईओवर के नीचे एक छाते का अहसास अच्छा लग रहा था | अगल-बगल खड़े सेंकडो लोग किसी बादल के बचे टुकड़े की तरह उन्हें घूर रहे थे... ૧૧

અહીં Protective Aspectsની વાત છે. બ્રિજની નીચે હોવા છતાં વરસાદથી પલળવા બાબતની પ્રેમિકાની ચિંતા કરનારો પ્રેમી પોતે છત્રીની ભૂમિકામાં મૂકાઈને લોકોના ધ્યાનનું કેન્દ્ર બને છે. અને બંને પાત્રો એકમેકમાં ખોવાયેલા છે. એમની તરફ જોતી સેંકડો આંખોની પરવા એમને નથી. અહીં પોતાના પ્રિયજનની કાળજી જ મુખ્ય છે. આદર અને કદરમિશ્રિત કાળજી એટલે જ તો પ્રેમ અને એના વિના તો સૃષ્ટિનો કોઈ પણ સંબંધ નકામો અને અર્થહીન છે. આદર અને કદરવાળો પ્રેમ મુશ્કેલીઓમાં પણ સમજદારીથી ટકી જાય છે. મેટ્રોમાં પુરુષ અને સ્ત્રીના અલગ અલગ ડબ્બામાં મુસાફરીનું વર્ણન જુઓ- वह लेडिज कूपे में बंध हो गई और ये जेन्ट्स कूपे में | उनका सफर ऐसे बट गया जैसे खाप आ गया हो | उसकी शिकायते बढ़ने लगीं |
जब कहीं पहुंचकर उतरने के बाद ही मिलना हो तो फ़िर सफर का झंझट क्यों ?
यही तो तुम नहीं समजती हो | कुछ तो हो जीवन में की तुमसे मिलने की बेकरारी बढ़ती जाए | भोजला पहाड़ी की ऊंचाई से भी चितली कबर के चौराहे की भीड़ में तुमको पहचानने लगा था | बात सफर की नहीं है | इश्क़ में अजनबी न रहे तो इश्क़ नहीं रहता...
૧૨

પ્રેમિકાને અફસોસ એ વાતનો છે કે અલગ અલગ ડબ્બામાં મુસાફરી કરવી પડે છે પણ પ્રેમીની સમજદારી ‘ વિયોગ પછીના મિલનની મજા’ની દિશામાં ગતિમાન છે. પ્રેમ એટલે અજાણ્યા રસ્તા ઉપરનો પ્રવાસ એટલે એમાં બેકરારી રોમાંચ મહત્વના છે. અહીં બંનેને અલગ કરનારા ટ્રેનના ડબ્બાઓને લેખક ખાપ પંચાયતની ઉપમા આપીને પ્રેમીઓની સ્થિતિને રજૂ કરે છે. મેટ્રોને ધિક્કારવાનું અને બસને યાદ કરવાનું પ્રેમિકાનું એક કારણ આ પણ છે-
मेट्रो ने मालवीय नगर को मोडल टाऊन से जोड़ दिया है | घंटे-भर में दनदनाती हुई ट्रेन ने दोनों की दूरी काफ़ी कम कर दी है Ixxx यार तुम बस से आया करो न..
क्यों? मेट्रो में क्या प्रोब्लम है ?
कम-से-कम फोन कर पूछने का मौका तो मिलेगा की कहाँ हो, कब आओगे | इश्क़ में हम बेरोजगार हो गए हैं | चलना न फिरना | कब तक मेट्रो से उतर कर हम मोल के खम्भों से चुपचाप चिपके रहेंगे? इस मेट्रो को कह दो की जाए यहाँ से...
૧૩

પ્રેમમાં બેકાર હોવાની સ્થિતિ નિર્માણ પામી છે અને સાથે હરી-ફરી ન શકાય એ સ્થિતિને અહીં લેખક ઈશ્કની બેરોજગારી કહે છે, મેટ્રો પ્રેમિકાને દીઠી ગમતી નથી. એકમેકના સાનિધ્ય માટે દિલ્હીની બદલાયેલી બસ આ પ્રેમીઓ માટે આશીર્વાદ સમાન બની રહે છે-
दिल्ली की बसे कितनी बदल गई है न !
हाँ, लेलेंड से मार्कोपोलो हो गई है I चलती कम है भटकाती ज्यादा है |
तुम हमेशा इतने निगेटिव कैसे हो जाते हो?
अरे नहीं, इस शहर में यही तो पोजिटिव है |
क्या?
मार्कोपोलो | ये बस न होती तो तुम कहाँ भटकती, हम कहाँ मिलते | सरोजिनी नगर में सीसीटीवी कैमरे लगे हैं व् लाजपत नगर का यही हाल हैं | शहर का हर उजाला कैमरे में कैद हैं | मार्कोपोलो का भटकना हमारे लिए अच्छा है दोस्त |
बस का नाम लेते हो और मेरा नाम क्यों नहीं समर...
हम बस में हैं...और कोई सुन लेगा |
૧૪

પહેલા જ્યાં મળી શકતા હતા એવા તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લાગી ગયા છે તેવા સમયે ભટકતી બસો આવા પ્રેમીઓનો આશરો છે. અમુક સ્થળે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવાનો ડર અને બસમાં કોઈ ડર વિના ભટકવાનો આનંદ છે. પણ આખરે તો આ બસ છે અને એટલે જ પ્રેમિકાને નામથી બોલાવવાનું પ્રેમી ટાળે છે કારણ કે એ જોખમી છે. એટલે એ ‘દોસ્ત’ કહીને બોલાવનાર પ્રેમી અહીં એક જાગૃત પ્રિયજનની છાપ છોડે છે. ચાલતા ચાલતા રખડીને કે પછી રિક્ષા-બસમાં મુસાફરી કરીને મિલનની મજા લેતા આવા પ્રેમીઓ તેમના કરતા વધારે સુખ સાહ્યબીમાં ફરતા પ્રેમીઓને જોઇને કંઇક આવું અનુભવે છે-
पैदल चलनेवाले जोड़े अक्सर कार में बैठे जोड़े से जला करते | खालसा कोलेज से निकलती कारो की ढिंकचिकवा म्युज़िक और सामने की सीट पर बैठी बाला | माल रोड तक चलते चलते वह अमीरी के साइड इफेक्ट पर थीसिस रच देता | आर्थिक विषमता प्रेम के मायने बदल देती है | गरीबी रेखा से नीचेवालो का प्यार खालसा से निकलती कारवाले क्या जानेंगे | कमलानगर जाकर चाचा के यहाँ आइसक्रीम खा लेना ही इश्क़ का इम्तहान नहीं | ૧૫

આર્થિક વિષમતા પ્રેમને પણ અસર કરે છે. અને પ્રેમને સામાન્ય માનીને જયારે સમાજ પૈસાના પેરામીટરને શરુ કરે છે ત્યારે પ્રેમ તો રહે છે પણ પ્રેમીઓએ અલગ થઈ જવું પડે છે. અલગ થતી વખતના છેલ્લા સંવાદોમાં પણ શહેર આ રીતે જ ધબકતું હશે-
देखो, आश्रम जाम की कसम | बारिश से बचने के लिए जिस फुटब्रिज के नीचे तुम छुपे थे, उसकी कसम | मूलचंद अंडरपास के अँधेरे में पकड़ा था हाथ मेरा, उसकी कसम, दिल्ली हाट में मेरे चम्मच से तुमने खाई थी आइसक्रीम, धौलाकुआँ के चाइना बोल में कन्फ्यूशियस की बातों में हम कितना खो गए थे, कोलेज से मोल रोड पर आते ही लगता था कि दिल्ली का आँगन खुल गया है | बस एक ही गुज़ारिश है- हमारे प्यार से इस शहर को कभी जुदा मत करना | ૧૬

સ્નેહરૂપી સમજણમાં તરબોળ આવા પ્રેમીઓની કસોટી તો ડગલે ને પગલે શહેરમાં થતી હોય છે. લોકોની તેમના તરફની ધૃણાને પણ તેઓ કેવી સહજતાથી લેતા હોય છે તે જુઓ-
लिवाइस का ब्लू जींस और क्रोकोडाइल का व्हाइट टी शर्ट | साउथ एक्स से खरीद कर दोनों बहुत ख़ुश थे | पचासी फुट की शिवमूर्ति के नीचे उसने मदर डेयरी के पैकेट को दांत से काट दिया | वह शिवा पर दूध चढ़ाने लगी | उसके टैग के धूप-चश्मे में घूरता हुआ अघोरी दिख गया | गुस्से में नारियल ऐसे फोड़ा की वह हल्के से चीख़ उठी | उप्स...इग्नोर न ! स्प्रिच्युअल होने आए है, वायलेंट नहीं | शिवा विल टेक केयर ऑफ़ हिम | ૧૭

ભક્તિ માટે ભક્તની પણ લાયકાત જોઈએ અને એ લાયકાત અહીં આ યુગલમાં ભારોભાર છે. પોતાના તરફની નફરતને દરગુજર કરીને ભક્તિના સમયે માત્ર આધ્યાત્મિક બનવાનું તેમનું સ્ટેન્ડ લાજવાબ છે. પ્રેમ અનુભવવા માટે, પ્રેમ દર્શાવવા માટે કોઈ પણ સ્થળ આવા પ્રેમીઓને ગમતા હોય છે. જુઓ-
जन्तर-मन्तर पर नारे लगाते हुए दोनों करीब होने लगे | लगा की प्रेम को ज़िन्दगी का मकसद मिल गया | अपने माँ-बाप के आतंक से त्रस्त दोनों झूमने लगे | तीन दिनों बाद जब उस भीड़ में अपने मिडिल क्लास माँ-बाप को देखा तो दोनों भाग लिये | वह अब अन्ना को गरियाने लगी | इंडिया गेट पर आइसक्रीम खाते ही कंट्री चेंज करने का फितूर जल्दी घर पहुँचने की रणनीति में बदल गया |xxx
दोनों को मालुम था खानदान के लोग नवरात्र को छोड़ बाकी कभी मन्दिरों की तरफ नहीं जाते | इसलिए वह रोज सुबह रोहिणी से छतरपुर आ जाती | वह गुडगाँव से आ जाता | यहाँ की गुफाओ में चलते-चलते एक दूसरे के लिए मन्नते मांगते दोनों अपनी चाहत को ख्वामखा भक्ति में बदलने लगे | अँधेरी गुफा के मोड़ पर वह ठहरने का नाटक करता, वह डरने का | स्पर्श उस आशीर्वाद की तरह होता जिसकी कामना में वे मन्दिरों में भटकते...
૧૮

પ્રિયજનો માટે મિલનથી વધારે મહત્વનું બીજું શું હોય? કબીરે પણ કીધું છે તેમ ‘ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ.’ આંદોલનમાં સામાજિક રાજકીય બદલાવ લાવવાના પ્રયત્નોમાં કે પછી ભક્તિ કરવા માટે મંદિરોના ચક્કર લગાવવામાં બંને એકમેકની સાથે રહી શકે અને કંઇક પ્રવૃત્તિ સાથે મળીને કરી શકે,એકમેકને સ્પર્શી શકે એ વાતનો આનંદ સાવ નોખો છે એટલે જ પ્રિયજનો આંદોલનોમાં ભાગ લેતી વખતે કે મંદિરોના આંટાફેરામાં પણ આનંદિત છે. આ પુસ્તકમાંની રચનાઓમાં સાહિત્યિક સંદર્ભો પણ સરસ રીતે સ્થાન પામ્યા છે- જુઓ-
मगध एक्सप्रेस, बोगी नंबर एस-वन | दिल्ली से पटना लौटते वक्त उसके हाथोमें बर्नार्ड शो देखकर वहां से कट लिया | लगा की इंग्लिश झाड़ेगी | दूसरी बोगियों में घूम-घूमकर प्रेमचंद पढनेवाली ढूंढने लगा | पटना से आते वक्त तो कई लडकियों के हाथ में गृहशोभा तक दिखा था | सोचते-सोचते बेचारा कर्नल रंजीत पढने लगा |
लफुआ लोगो का लेंग्वेज प्रोब्लम अलग होता है !
૧૯

અહીં જ્યોર્જ બર્નાર્ડ શો, પ્રેમચંદ છે. આ ઉપરાંત અહીં જીવનાનંદ અને રવીન્દ્ર સંગીતની વાત છે તો સાથે સાથે ચેતન ભગતનો ઉલ્લેખ પણ છે. ફિલ્મી સંદર્ભો જોઈએ તો રીક્ષામાં લાગેલા હીરો-હિરોઈનના ફોટા અને ફિલ્મી ગીતો તેમજ યશ ચોપરા તેમજ રતિ અગ્નિહોત્રી-કમલ હસન જેવા હીરો-હિરોઈનોના નામો અને ફિલ્મોના-ગીતોના નામો પણ જોઈ શકાય છે. રાજકારણના સંદર્ભો પણ ખાસ્સા એવા છે. આંબેડકર છે,રામમનોહર લોહિયા છે, અન્ના હજારે છે. ઓબામા છે. તૃણમુલ છે,ખાપ પંચાયત છે,રામલીલા મેદાન અને જન્તર-મન્તર છે. ખાસ તો પ્રેમના માર્ગમાં જે દિલ્હીના સ્થળો આવ્યા એ સ્થળોની વાત છે જેમ કે હુમાયુનો મકબરો,માલવિય નગર,નહેરુ કોલેજ, જોર બાગ, રાજોરી ગાર્ડન, એમ બ્લોક માર્કેટ, ડીફેન્સ કોલોની, ખાલસા કોલેજ, હિન્દુ કોલેજ, યુનિવર્સીટી, સેન્ટ્રલ લાઈબ્રેરી, આનંદ વિહાર, ભોજલા પહાડી, ચિતલી કબર, શંકર રોડ, સેક્ટર ૧૮ માર્કેટ, મોતીબાગ, મુખર્જીનગર વગેરે... આ બધું આ લઘુ પ્રેમકથાઓમાં વણાયેલું-ગુંથાયેલું છે. અને દરેક લપ્રેકના વિષયને અનુરૂપ વિક્રમ નાયક કૃત ચિત્ર પણ છે. દરેક લપ્રેકને સમજવામાં એ ચિત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. સમગ્ર રીતે જોતા શહેર અને પ્રેમીઓને એકરૂપ બનાવતું રવીશ કુમારનું આ ‘ઈશ્ક મેં શહર હોના’ એક અગત્યનું લપ્રેક પુસ્તક છે, અહીં પ્રેમ અને શહેર બંને સાવ સહજ અને સરળ રીતે વાચકના ચિતમાં કબ્જો જમાવે છે. પુસ્તકમાં એક લપ્રેક છે જેમાં પોતાના હાથમાં ભારતનું બંધારણ લઈને એક દિશા તરફ હાથ લંબાવેલ આંબેડકરની પ્રતિમાને જોઇને પ્રિયજનો વચ્ચે થયેલો સંવાદ છે. અહીં આખરમાં એ સંવાદને રજૂ કરીને રવીશને અઢળક અભિનંદન આપીને અટકીએ, બાકી દરેક લપ્રેક વિશે વાત કરીએ તો વાત ખૂટે નહી.

यह नीले कोटवाला किताब को छाती से लगाए क्यों खड़ा है ? इश्क़ के लाजवाब क्षणों में एसे सवालों में उलझ जाना उसकी फ़ितरत रही है ! इसलिए वह चुप रहा ! उसके बालो में उंगलियों को उलझाने लगा ! बेचैन होती साँसे जातिविहीन समाज बनाने की अम्बेडकर की बातों से गुजरने लगी- देखना यही किताब हमें हमेशा के लिए मिला देगी !૨૦

સંદર્ભ

  1. इश्क़ में शहर होना, रवीश कुमार, राजकमल प्रकाशन प्रा. लि.,1-B, नेताजी सुभाष मार्ग,दरियागंज, नई दिल्ली-110002. नौवां संस्करण- मई,२०१९, ix, xi, xii,xiii
  2. એજન, પૃ. ૧
  3. એજન, પૃ. ૩
  4. એજન, પૃ. ૪
  5. એજન, પૃ. ૫
  6. એજન, પૃ. ૬
  7. એજન, પૃ. ૯
  8. એજન, પૃ. ૮
  9. એજન, પૃ. ૧૧
  10. એજન,પૃ. ૮૪
  11. એજન, પૃ. ૧૨
  12. એજન, પૃ. ૧૮
  13. એજન,પૃ. ૨૧
  14. એજન, પૃ. ૨૨
  15. એજન, પૃ. ૩૪
  16. એજન, પૃ. ૪૧
  17. એજન, પૃ. ૫૬
  18. એજન,પૃ. ૬૪,૬૫
  19. એજન,પૃ. ૫૭
  20. એજન,પૃ. ૬૧

ડૉ. મનોજ માહ્યાવંશી, આસીસ્ટન્ટ પ્રોફેસર,ગુજરાતી વિભાગ, ડૉ.એપીજેઅબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા, દાદરા અને નગર હવેલી-396230 Mob-9898684601 mahyavanshimanoj@yahoo.co.in