Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ભારતીય ઇંકલાબી કવિતાનો જ્વલંત સૂર : કવિ પાશ

(संपूर्ण कविताएं, कवि पाश, सं. एवं अनु. चमनलाल, पांचवा सं. 2018, आधार प्रकाशन, पंचकुला, हरियाणा)

(કવિ અવતાર સિંહ સંધૂ ‘પાશ’ : જન્મ : ૯ સપ્ટે. ૧૯૫૦, મૃત્યુ : ૨૩ માર્ચ ૧૯૮૮)

भारत --
मेरे सम्मान का सबसे महान शब्द
जहाँ कहीं भी प्रयोग किया जाए
बाक़ी सभी शब्द अर्थहीन हो जाते है । (पृ. 37 संपूर्ण कविताएं)


નામવર સિંહે કવિ પાશને ‘પંજાબીના લોર્કા’ કહીને આવકાર્યા, તો કોઈએ પાબ્લો નેરૂદા સાથે, તો વળી કોઈએ સુરજીત પાતર સાથે તેમની તુલના કેળવી. પાશનું જીવન ભગતસિંહની વિચારધારાથી પ્રભાવિત હતું, કવિ પાશની ઘણી કવિતામાં આ સીધું જોઈ શકાય છે પરંતુ આ બધુ હોવા છતાં પાશ તેમની ક્રાંતિ અને તેજાબી કવિતાના બળે પાશનું અલાયદું સ્વયંભૂ વ્યક્તિત્વ ઉજાગર કરે છે એ વાતથી આપણે આંખ આડા કાન ન કરી શકીએ. ભારતીય કવિતાની યુવાશક્તિ કવિ પાશની કવિતામાં અનુભવ્યા વિના ન રહી શકીએ. આ કવિની કવિતામાં અનુભવાતી રિવોલુશન ફોર ઇન્ટેલએક્ચુલિટીથી ભાવક હૃદય સદા આકર્ષણ અનુભવે એ સ્વાભાવિક છે. નાની વયે શહીદ થતાં આ કવિને ફ્રેડેરિકો ગાર્સિયા લોર્કા સાથે સરખાવતા નામવર સિંહ લખે છે કે, “स्पेन के जनकवि लोर्का की हत्या के बारे में कहा जाता है कि जब उसकी अमर कविता ‘एक बुलफाइटर की मौत पर शोकगीत' का टेप जनरल फ्रैंको को सुनाया गया तो जनरल ने आदेश दिया था कि यह आवाज बंद होनी चाहिए । यह घटना लगभग पचास साल पहले की है । कविता पर- फिर वह शोकगीत ही क्यों न हो, फासिस्ट प्रतिक्रिया ! पाश के रूप में पंजाब को भी एक लोर्का मिला था जिसकी आवाज खालिस्तानी जुनून ने बंद कर दी और वह भी संयोग से उस समय सैंतीस साल का ही जवान था, लोर्का की तरह । क्या पाश के हत्यारों ने भी लोर्का की कोई कविता पढ़ी थी ? खासतौर से वह कविता जिसका शीर्षक है 'धर्मदीक्षा के लिए विनयपत्र'”[1] ૨૩ માર્ચ, ભવ્ય ભારતના ઇતિહાસમાં આ તારીખ શહીદી પરચમની જેમ ચિતરાયેલી છે. એ વર્ષ પછી ઇ.સ. ૧૯૩૧ હોય કે ઇ.સ. ૧૯૮૮ હોઈ. હા, તમે વિચારી રહ્યા હશો કે, ૨૩ માર્ચ ૧૯૩૧ તો ન ભૂલાય એવી, શહિદ ભગત સિંહની વીરગતિની તારીખ પણ આ ૨૩ માર્ચ ઇ.સ. ૧૯૮૮?, આ તારીખના રોજ ખલીસ્થાની આતંકીઓ દ્વારા યુવા ક્રાંતિકારી કવિ પાશની નિર્મમ હત્યા કરવામાં આવી. પણ કવિ પાશે સાર્થક અર્થમાં જ કહ્યું હતું કે,
युग को पलटने में लगे लोग
बुख़ार से नहीं मरते
मृत्यु के कन्धों पर जानेवालों के लिए
मृत्यु के बाद ज़िन्दगी का सफ़र शुरू होता है । (पृ. 50)


અવતારસિંહ સંધૂ, ‘કવિ પાશ’નો જન્મ ૯ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ પંજાબના જલંધર જિલ્લાના, નકોદર તાલુકાનાં તલવંડીમાં થયો. કવિ પાશના પિતા સોહનસિંહ સંધૂ ભારતીય સેનામાં મેજર હતા. મધ્યમવર્ગના કિસાન પરિવારમાં જન્મેલા પાશના અસ્તિત્વમાં માટીનું માતૃત્વ અને પિતાના કારણે દેશ માટેનો લગાવ આપોઆપ ઘડાય ગયા હતા. પિતાના વારસામાં દેશભક્તિ તો મળી જ સાથે સાથે કવિતા સાથેનો ઋણાનુબંધ પણ પ્રાપ્ત થયો. પિતા સોહનસિંહ ‘મોહનસિંહ ‘નિર્મલ’ના ઉપનામથી કવિતા લખતા પણ સંકોચવસ છાપાવવાથી અળગા રહેતા. ૧૫ વર્ષની વયે કવિ પાશે પોતાની પ્રથમ કવિતા લખી. ત્યારથી પાશની કવિતામાં જીવનની નક્કર સચાયનો સૂર પ્રગટતો દેખાવા લાગ્યો. તત્કાલીન સમયમાં ચાલતા આંદોલનોથી કવિ પાશનું વર્તમાન ઘડતર થવા લાગ્યું. રાજનીતિના ઉતાર-ચડાવનો અને ખલીસ્થાનીઓ સામેનો કટ્ટર વિરોધ કવિની કલમે કર્યો. અને પંક્તિએ પંક્તિએ પોતાની લડાયક ભૂમિકાને પ્રસ્તુત કરે છે. हम लड़ेंगे साथी કાવ્યની આ અંતિમ પંક્તિઓ જુઓ,
और हम लड़ेंगे साथी
हम लड़ेंगे
कि लड़े बग़ैर कुछ नहीं मिलता
हम लड़ेंगे
कि अब तक लड़े क्यों नहीं
हम लड़ेंगे
अपनी सज़ा कबूलने के लिए
लड़ते हुए मर जाने वाले की
याद ज़िन्दा रखने के लिए
हम लड़ेंगे । (पृ. 91)


કવિ પાશમાં પડેલો ક્રાંતિનો સૂર એ એની કવિતાનો પ્રથમ સૂર છે. જે આ રીતે કવિતાના બળે પ્રગટ થાય છે. જે સમયના એક પડાવ પર ઊભી રહી જતી નથી અને કાલપર્યંત થઈ ને સમય સાથે ખભાથી ખભો મિલાવીને ચાલે છે તે સાચી કવિતા. આ કાવ્યનું તત્ત્વ કવિ પાશની કવિતામાં જોવા મળે છે. એથી જ કેદારનાથ સિંહ નોંધે છે કે, “पाश का नाम सम्पूर्ण समकालीन भारतीय कविता की जलवायु का एक अविच्छिन हिस्सा बन चुका है । उनकी कविताओं का रंग और मिजाज आज भी उतना ही नया है, जितना वह तब था, जब एक गहरी उथल-पुथल के गर्भ से वे कविताएँ पैदा हुई थी।”[2] જીવનની તડ સ્થિતિનું આકરું સત્ય કવિ પાશ પોતાની કવિતામાં રજૂ કરે છે. વિકટ પરિસ્થિતીમાં સામન્ય માણસ દબાતા સ્વરમે કવિ વાચા આપે છે એટલું જ નહીં પણ એમાં હિમ્મતની નવી સીંચાય પણ કરે છે. કવિ પાશનું એક પ્રસિદ્ધ કાવ્ય सबसे खतरनाक જેમાં જીવન કેવા સ્તરો પરથી પસાર થઈ છે અને ત્યારે કઈ પરિસ્થિતી માનવ જીવન માટે ખતરનાક કહેવાય તેનું આલેખન કવિ દ્વારા કરવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆતમાં અંતિમ પડાવ પર પણ શું ખતરનાક નથી હોતું એ રજૂ કરે છે. મહેનતથી પ્રાપ્ત કરેલું લુટાઇ જાય એ, પુલિસની માર, લોભ અને ગદ્દારી આદિ ખતરનાક નથી કે જેટલું આ ખતરનાક છે..
सबसे ख़तरनाक होता है
मुर्दा शांति से भर जाना
***
हमारे सपनों का मर जाना
सबसे ख़तरनाक वो घड़ी होती है
आपकी कलाई पर चलती हुई भी जो
आपकी नज़र में रुकी होती है
***
सबसे ख़तरनाक वो आंख होती है
जिसकी नज़र दुनिया को मोहब्‍बत से चूमना भूल जाती है
***
सबसे ख़तरनाक वो गीत होता है
जो मरसिए की तरह पढ़ा जाता है
***
सबसे ख़तरनाक वो चांद होता है
जो हर हत्‍याकांड के बाद
वीरान हुए आंगन में चढ़ता है
लेकिन आपकी आंखों में
मिर्चों की तरह नहीं पड़ता


કવિ પાશમાં રહેલી નેતૃત્વની શક્તિ આ કાવ્યમાં પ્રગટે છે વારંવાર ‘सबसे ख़तरनाक’ પંક્તિનું પુનરાવર્તન એ આ કાવ્યને બોજીલું બનતું નથી પણ તેને વધુ સચોટ અને માર્મિક બનાવે છે. આમ, આ આખું કાવ્ય એક નવી ઉર્જા નિર્માણનું કામ કરે છે.

આ કવિ જીવનના ખરા વજૂદથી પરિચિત છે એથી ખરી જીત શું છે તે પણ એ જાણે છે. માત્ર સમય પસાર કરવો એ જીવન એ જીવન નથી. क्यों सुना दिया जाता है हर बार | पुराना लतीफ़ा | क्यों कहा जाता है हम जीते हैं | जरा सोचें - | की हममें से कितनों का नाता है | जिन्दगी जैसी किसी चीज़ के साथ ! (पृ. 77) કવિ પાશે જ્યારે ઇ.સ. 1967માં કવિતા લખવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી, જેનાથી પાશ ઘણા પ્રભાવિત થયા પરંતુ ચમનલાલ નોંધે છે કે, “पाश इस आंदोलन से गहरे व गंम्भीर रूप से प्रभावित हुए, लेकिन उन्होंने इस आंदोलन की विचारधार- मार्क्सवाद –लेलिनवाद-माओत्से तुंग विचारधारा को अच्छी तरह पचाया और इस आंदोलन के उस हिस्से से जुड़े जो जन-आंदोलन चलाने में विश्वास रखता था, न की व्यक्तिगत हत्याओं या आतंक की राजनीति में ।”[2] આમ જીવનના સાચા અર્થ સુધી પહોંચવાની આકરી શરૂઆત થઈ ચૂકી હતી. કવિ પાશની પ્રથમ કવિતા 1967માં એક સામાયિકમાં પ્રગટ થઈ, ઇ.સ 1970માં કવિ પાશનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘લૌહગાથા’ પ્રગટ થાય છે. આ કાવ્યસંગ્રહમાં કવિની તેજાબી ભાષા અને વિચારોનું પ્રાગટ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાવ્યસંગ્રહનું પ્રથમ કાવ્ય ‘ભારત’માં ભારત એ મૂળીવાદી વિચારધારાથી નહીં પણ ખેડૂતોના લોહીથી સિંચાઇને ભારત બને છે. જુઓ- उसे बताऊँ | के भारत के अर्थ | किसी दुष्यन्त से सम्बन्धित नहीं | वरन खेत में दायर है | जहाँ अन्न उगता है | जहाँ सेंध लगती है। (पृ.37) ભારતના લોકનું તળ જીવનનું સત્ય આ કવિની કવિતામાં અનુભવાય છે. એથી એમાં જન-સામાન્યના જીવનની દરિદ્રતા અને સત્તા સામેનું પાંગળાપણું સીધે સીધું દેખાઈ આવે છે. પણ એટલું કહીને આ કવિ ઊભો રહી જાય તો ક્રાંતિકારી કવિ શાનો પણ એ અવાજ ઉઠાવે છે. કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘હોં-ચી-મિહ્ન માટે એક ગુજરાતી કવિતા’ માં જેમ ‘એ’ એક વિદ્રોહ વિશેષ સ્વર બની જાય છે એમ કવિ પાશની મહત્તમ કવિતાઓમાં એ સીધા વિદ્રોહનો ધ્વનિ પ્રગટતો દેખાય છે.

કવિ પાશ માટે શહીદ ભગત સિંહ એ પ્રથમ આદર્શ છે. એ પોતાના અવતરણ માટે પણ ભગત સિંહની શહીદી ને ખૂબ કવ્યાત્મક રીતે રજૂ કરે છે. हमें पैदा नहीं होना था | हमें लड़ना नहीं था | हमें तो हेमकुंठ पर बैठ कर | भक्ति करनी थी | लेकिन जब सतलुज के पानी से भाप उठी | जब क़ाज़ी नज़रुल इस्लाम की जुबाान रुकी | जब लड़को के पास देखा 'जेम्स बांड' | तो मैं कह उठा, चल भाई संत संधू | नीचे धरती पर चले | पापों का बोझ तो बढ़ता जाता हैं | और अब हम आएं है | यह लो हमारा ज़फरनामा | हमारे हिस्से की कटार हमें दे दो | हमारा पेट हाज़िर हैं । (पृ. 72) આખા કાવ્યનો ધ્વનિ સતલુજ નદીમાં ઉઠેલી ભાફથી શરૂ થાય છે. જ્યાં ભગત સિંહને ફાંસી બાદ સળગાવી દેવાનો પ્રયાશ કરવામાં આવ્યો હતો. આ અંતિમ પંક્તિ દ્વારા કવિ મારશું કે મરશુ એવા બે અંતિમો મૂકીને કાવ્યને છૂટું મૂકી દે છે જે ભાવક પક્ષે છે. ભગતસિંહને કેન્દ્રમાં રાખીને કવિએ બીજી ઘણી રચનાઓ આપી છે. જેમાં भगत सिंह ने पहली बार અને 23 માર્ચ ખૂબ જાણીતી રચના છે. તેની અંતિમ પંક્તિઓ...
शहीद होने की घड़ी में वह अकेला था ईश्वर की तरह
लेकिन ईश्वर की तरह वह निस्तेज न था । (पृ. 108)


કવિ પાશને જમીનીસ્તર સાથે જોડતી રચનાઓમાં भारत, लोहा, मेरी माँ की आंखे, संदेश, हर बुलावे पर मरते रहेना, जहाँ कविता खत्म नहीं होती, जंगल से गाँव के नाम एक संदेश વગેરે.. ક્રાંતિકારી કોઈ જન્મથી હોતું નથી એને ક્રાંતકારી બનાવે છે આસપાસની પરિસ્થિતિઓ પણ જીવનનું કૂણું સત્ય છે એ ક્યારેય છુપું રહેતુ નથી. ગુજરાતી સાહિત્યમાં કવિ રાવજી પટેલને જિજીવિષાનો કવિ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવના કવિ પાશમાં આ રીતે પ્રગટે છે જુઓ. દીર્ઘકાવ્ય : मैं अब विदा लेता हूँ (આ પાશની ખૂબ જાણીતી રચના છે, યુવા હૃદયના ખરા ભાવોને પ્રગટ કરતી રચના.)
तू यह सभी भूल जाना मेरी दोस्त
सिवा इसके कि
मुझे जीने की बहुत इच्छा थी
कि मैं गले तक ज़िन्दगी में डूबना चाहता था
मेरे भी हिस्से का जी लेना मेरी दोस्त
मेरे भी हिस्से का जी लेना । (पृ. 140)


કવિ અવતાર સિંહ ‘પાશ’ની કવિતામાં ક્રાંતિનો ધધકતી ચીખ તો છે જ સાથે સ્વતંત્રતાના ક્રાંતિકારીઓનો અવાજ પણ છે. એમની કવિતા જમીનીસ્તર સાથે જોડાઇને આવે છે. તત્કાલિન રાજકીય પરિસ્થિતિઓને રજૂ કરે છે. છતાં માત્ર રાજકીય બનીને રહી જતી નથી. પણ એ સમગ્ર માનવજૂથનો અવાજ બનીને પ્રગટ થાય છે. ક્રાંતિકારી કવિની એક છબી એમની એકદમ ઉભરીને બહાર આવે છે તો સાથે સાથે એક ઉત્તમ પ્રેમીનો અવાજ પણ એમની કવિતામાં સંભળાય છે. કવિ પૌરાણિક મીથને તોડીને એની નવી પરિભાષા પ્રગટાવે છે. સપનાને સત્યનું સાયુજ્ય આપે છે. ભારતીય યુવાનો જીવંત જ્વલંત ચહેરો એ કવિ પાશની કવિતામાં પ્રગટે છે. અંતે એટલું જ કહેવાનું રહે કે, સાહિત્યના સાચા ભાવકો જ્યારે જ્યારે ભગત સિંહને યાદ કરશે ત્યારે ત્યારે અચૂક કવિ પાશને કવિ પાશની કવિતાને યાદ કરશે. અંતે આ કવિની અતિ પ્રસિદ્ધ કવિતા घास સાથે મારી વાતને વિરામ આપું છું.
मैं घास हूँ
मैं आपके हर किए-धरे पर उग आऊँगा
बम फेंक दो चाहे विश्‍वविद्यालय पर
बना दो होस्‍टल को मलबे का ढेर
सुहागा फिरा दो भले ही हमारी झोपड़ियों पर
मेरा क्‍या करोगे
मैं तो घास हूँ हर चीज़ पर उग आऊँगा
बंगे को ढेर कर दो
संगरूर मिटा डालो
धूल में मिला दो लुधियाना ज़िला
मेरी हरियाली अपना काम करेगी...
दो साल... दस साल बाद
सवारियाँ फिर किसी कंडक्‍टर से पूछेंगी
यह कौन-सी जगह है
मुझे बरनाला उतार देना
जहाँ हरे घास का जंगल है
मैं घास हूँ, मैं अपना काम करूँगा
मैं आपके हर किए-धरे पर उग आऊँगा (पृ. 210)


સંદર્ભ

  1. कविताएं, कवि पाश, सं. एवं अनु. चमनलाल, आधार प्रकाशन, पंचकुला, हरियाणा, पांचवा सं. 2018, पृ. 13
  2. એજન, પૃ. 19

ભાવેશકુમાર વાળા, ગુજરાતી વિભાગ, સરકારી કૉલેજ, દમણ. સંપર્ક : ૯૦૯૯૫૮૭૮૨૧ ઈ-મેલ : valabhavesh037@gmail.com