તત્વમસિ નવલકથામાં આદિવાસી સંસ્કૃતિ અને સમાજ
ધ્રુવ ભટ્ટની બહુ પ્રસિદ્ધ પામેલી આ નવલકથામાં ભારતીય સંસ્કૃતિની જીવનધારા નું વિષય વસ્તુ છે ધ્રુવ ભટ્ટની દરેક નવલકથામાં પ્રકૃતિનું દર્શન થાય છે પણ તત્વ મસી માં ભારતીય સંસ્કૃતિ સાથે નવું જ વિષય વસ્તુ આવે છે જેમાં તત્વમસિ એટલે તે હું જ છું એ જોવા મળે છે સરસ્વતીચંદ્ર નવલકથા પછી સળંગ રીતે સંસ્કૃતિ નું આલેખન જો કોઈ નવલકથામાં થયું હોય તો તે તત્વમસિ છે.
તત્વમસિ નવલકથામાં કેન્દ્ર માં નર્મદા નદી છે અને સંસ્કૃતિનું પ્રતિક છે અહીં નર્મદા નો કાંઠોને આજુબાજુના જંગલો અને જંગલોમાં વસતા વનવાસી લેખક પ્રસ્તાવના મા કહેછે મેં પ્રરકમાવાસી, નર્મદાને કાંઠે રહેનારા ગ્રામજનો મંદિરની વાસીઓ આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટ ભ્રમણ દરમિયાન મને મળેલી વાતો ને મારી કલ્પના નો સમાવેશ કર્યો છે સા ઠસાલ ની વાત પશ્વિમ આફ્રિકાની ડોગનનામની આદિવાસી જાતિની માન્યતા ઓપરેશન આધારિત છે. (પ્રસ્તાવના) ભારતિય સંસ્કૃતિ ને કેન્દ્ર મા રાખીને કથા રચાઈ છે.
પ્રોફેસર રુડોલ્ફ નો શિષ્ય એ કથાના કેન્દ્રમાં છે એ જ વાર્તાનાયક તરીકે પ્રથમ પુરુષ એકવચનમાં કથા રજૂ કરે છે નાયકની અન ઈચ્છા છતાં પ્રોફેસર રુડોલ્ફ તેને આદિવાસી સંસ્કૃતિના અધ્યયન અર્થ સુપ્રિયાના આદિવાસી કલ્યાણ કેન્દ્ર મા મોકલે છે. અને આ યાત્રા તેની ભારતીય સંસ્કૃતિની યાત્રા બની રહે છે પણ કથાનાયક ને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અકારણ જે કંઈ થોડું તિરસ્કાર ભર્યું વલણ ધરાવતો નાયક કથાને અંતે ભારતીય સંસ્કૃતિના પ્રેમી બની રહે છે.
યુરોપમાં રહીને અભ્યાસ કરતા કથાનાયક તો મૂળ ગુજરાતના કચ્છ નું કોઈ ગામ છે મુંબઇ જેવા મહાનગરમાં પિતા નોકરી કરતા અને માતાનું અવસાન થયેલું આથી નાયકને મોસાળમાં નાનીમાના ઘરે મૂકવામાં આવે છે પણ ગ્રામ પરિવેશમાં ન રહી શકવાને કારણે અને તેમની તબિયત સારી ના રહેતી રેતી હોવાને કારણે ફરીથી પિતા પાસે તે શહેર જાય છે અને ત્યાંથી અભ્યાસ માટે તે વિદેશ જાય છે અને ત્યાં તેને લ્યુસીનામની પ્રેમિકા પણ છે પણ પ્રોફેસરુડોલ્ફે તેને ભારત જવાનું સુચનકયુ. ત્યારે લ્યુસી થી જુદા થવુ પડે એ વિચારે ઉદાસ છે. મુબઈમુબઈથી મધ્યપ્રદેશ ના ભોપાલ સ્ટેશન ને પહોચવા નીકળેલાં કથકને નમૅદાનદીના પુલ ઉપરથી પસાર થતાં પહેલીવાર ભારતિય સંસ્કૃતિ ની વિશિષ્ટતા નો અનુભવ થાય છે. જયારે માજીએ નમૅદાને સિક્કો અપૅણ કયૉ ત્યારેવર્ષોપહેલા પોતાની નાની માં એ ઉચ્ચારેલાં શબ્દો યાદ આવ્યા. “હે, નરબદામા મારા ભાણિયાનીરક્ષાકરજે” આગળ જતાં નાયકની સામે બીજૂજદૅશયઆવેછે. ઉપરની બથૅવાળો પ્રવાસી નમાઝ અદા કરતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતા હતા. એકજ બથૅમા સામ સામે બે જુદાં જુદાં ધર્મના માણસો પોતાના પોતાની પ્રાથૅનાઓ કરતાં હતાં. જુદા ધર્મ ,રિવાજો, ઉછેર, જુદી ભાષાઓ અને ભિન્નતા મા પણ સમાનતા જોવા મળે છે. કથકનુમન વિચારે ચડે છે અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારોવષૉથી અંખડ રહયો છે. શું છે તેનું રહસ્ય?પણ કથકને તેનો જવાબ એ પ્રજાના અનેવ્યકિતઓના સંપકૅ થી મળી રહે છે.
ભોપાલ પહોચ્યા પછી નાયક ગાડીબદલેછે, ત્યારે આદિવાસી સમુદાયનાં સંપકૅ મા આવે છે. ટ્રેન ની મુસાફરી માટે નવા પેસેન્જરો તેમને જોવા મળ્યા જેમણે પુરતા વસ્ત્રપણનપહેરેલા તીરકામઠાં વાળા તેમાં એક યુવતી બારી બહાર જોઈને કંઈક ગાતી હતી. કથકને થયુ કે અનેક અછતો વચ્ચે પુરતા કપડાં અને ખોરાક પણ ન પામતી આ યુવતી આટલી સુખમય કેમ દેખાય છે.? કદાચ તેની સુખ માટેની વ્યાખ્યા અલગ હશે! એ યુવતી નુ નામ પુરિયા હતું નવલકથામાં ઘાણા બધા પાત્રો એ વિરલ છે. આધ્યાત્મિક છે. તેમના મા શ્રદ્ધા તત્ત્વ જોવા મળે છે. સુપ્રિયા એ આદિવાસી કેન્દ્ર ચલાવે છે. ગુપ્તાજી આદિવાસી ઓને વ્યાજે રૂપિયા આપે. તેનું વ્યાજ લેવા જંગલમાં જવુ પડે આદિવાસી પોતાની જાતે જે કાંઈ રકમ હોય તે અથવા મધ, કોળુ, કાકડી જમા કરાવી જાય. શાસ્ત્રીજીઃએ કથા નાયકને પૂછે છે કે “તું નિશાળ ફરવાનો છે! “ નાયક તેને ઉત્તર આપે છે. “હું તો આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું એ માટે આદિવાસી ઓને ભણાવવા પડે તોતે હું કરીશ.... અંધશ્રદ્ધા અને ધમૉધાથી પિડાતી પ્રજા ને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરીશ. તો શાસત્રીજી કહે આદિવાસી ઓને સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં તે હું જાણતો નથી હા તું જો આદિવાસી ઓના જીવન સુધારી શકે તો મને ખૂબજ આનંદ થાય (પૃ. ૫૮)
બિતુબંગા નામથી ઓળખાતા બે આદિવાસી ભાઈઓ છે. જાણે બે શરીર ને આત્મા એક જો કોઈએ જંગલમાં મુસાફરી કરવાની હોય તો બિતુબંગા ની મદદ લેવી પડે.બંગા ને વાધ તાણી ગયો બંગાના મૃત્યુ થી ક્રોધિત બિતુ વાઘ ને મારી નાખવાનો નિણર્ય કરે છે ,ત્યારે એક દિવસે બિતુબંગા એ બનાવેલા તળાવ ના દરવાજા ની ફ્રેમમાં વાઘ નું માથું ફસાઇ ગયું હતું. માનવભક્ષી ગલસંટામા ફસાઇ ગયો હતો. મા બાપના મૃત્યુ પછી અનેક યાતનાઓ વેઠી ને ઉછરેલા બંગા ને મારી ખાનાર વાધ કુહાડીના એક વાર નો મેહમાન છે તેવું સૌને જણાવે છે બીજા તેને સમજાવે છે પણ તે વેર વાળવા મકકમ છે અને સુપ્રિયા કહે છે કે તને જેમ યોગ્ય લાગે તેમ કરજે પરંતુ બધા ના આશ્રચ્ચયૅ વચ્ચે બિતું એ રાત્રે બધાં સુતા હતાં ત્યારે વાધને એ ફંદામાંથી મુક્ત કયૉ કારણકે બિતુ જણી ચુકયો હતો કે ફસાયેલું પ્રાણી વાઘ હતી અને તેના બચ્ચાઓને તે અનાથ કરવા નતો માગતો ત્યારે અહીં માનવતાનો પરિચય થાય છે. જે વેર ની વૃત્તિ હતી તે માનવતામાં પરિણમે છે.
જંગલમાં સાઠ સાલી નામની અનોખી જાતિ રહે છે. લેખકે પ્રસ્તાવ નામા કહયું તેમ “ સાઠસાલીની વાત પશ્ર્ચિમ આફ્રિકા ની ડોગન નામની આદિવાસી જાતિના માન્યતા ઓ પર આધારિત છે. આ સાઠસાલીની ખુબજ ઉડાવનોમારહેછે. બીજી જાતિઓ સાથે કોઈ વ્યવહાર ભાગ્યેજ રાખે છે એમની રજા સિવાય એમના વિસ્તારમાં કોઈ જતું નથી તેઓ પોતાની જાતને નબળા ના રક્ષણહાર અને વનોના રક્ષકો ગણેછે. અને તેમની દેવી એ કાલેવાલીમા નમૅદા સ્નાન માટે કે કોઈ ના દવા દારુ માટે એ સાઠસાલીની સાથે બહાર આવે છે. તેમના ચાલવાથી થતો પાંદડા ડાળખાં તૂટવાનો અવાજ સાંભળી બિતુબંગા ને ખબર પડી જાયછે કે સાઠસાલીની આ તરફ ચાલ્યા આવેછે. અરણ્ય ગમે તેટલા શાંત અને અબોલ હોય આટલે દુરથી કયાં કોણ જાય તે પારખી લેવું હોયતો આ વનોમાં જ જન્મવુ પડે, અહીં ઉછેરવુપડે તેવું કથા નાયકનું નિરીક્ષણ છે. અરણ્યમાં આદિવાસી ઓની દરેકની ચાલવા બોલવાની આગવી ઢબ હોય છે. બધાં એક બીજા સાથે જ રેહતા હોવા છતાં ખાસ લઢણ જાળવી રાખતાં હોય છે. આ કાલેવાલીમા જ અકસ્માતમાં પડી ગયેલા નાયકને તેમના રક્ષકોની મદદથી સલામત સ્થળે પોહચાડેછે. ત્યાં કીકાવૈદ તેમની સારવાર કરે છે.
લીલાભાઈ દ્વારા કથાનાયક ને જાણવા મળે છે કે પુરિયા ડાકણ બની ગઈ! હંમેશા હસતી રમતી ગાતી પુરિયા અચાનક ડાકણ બની જાય એ માન્ય માનથી આવતું પણ સુપ્રિયા ( સુપરિયા) એ સમજાવ્યું કે ડાકણ થઈ જવાની સાથેજ પુરિયા એ અરણ્ય મા રેહવાનો અધિકાર ગુમાવી દીધો છે. કાતો તેણે આ અરણ્ય ત્યાગી ને જવું પડે અથવા મૃત્યુ સ્વીકારવું પડે. જંગલમાં પુરિયા ને મારી નાખવા ભેગાં થયેલાં લોકો ના ટોળા વચ્ચે સુપરિયા એ પુરિયા ની માને પૂછયું તારી દિકરી ડાકણ છે.? તો એ પણ તેની દિકરી ને ડાકણ માને છે. રામ બલી અને તેનો પતિ પણ પુરિયા ને ડાકણ માને છે અને પોતાના બાળકની હત્યા રણ ગણી અને એજ ક્ષણે પુરિયા સ્વીકારી લીધું કે પોતે ડાકણ થઈ છે. સુપ્રિયા, નાયક અને બિતુબંગા તેને બચાવાનો પ્રયત્ન કરી શકયા નહીં , પણ કથામાં તો પુરિયા ને લેખકે બચાવીને કથાના પ્રવાહ ને વેગ આપ્યો સુપ્રિયા ના સુચનાથી જંગલનો ભોમિયો ઝુરકો એ કાલેવાલીમા, ગંડુફકીર ને સમયસર બોલાવી લાવે છે અને તેમના માધ્યમ થી પુરિયા બચી જાયછે. અને અબુધ આદિવાસી ઓના ભોળા ગુનાઓને ધોઈ નાખવાં હોય તેમ આકશ ઓચિંતુ વરસવા માંડયુ (પૃ ૯૯)
ગંડુફકીર એ બે ખબર, બે ફીકર એવું વ્યક્તિત્વછે. એમનું એ લોકોને મદદ કરતો હોય છે. જંગલોમાં ફરીયા કરતો હોય છે. અને આદિવાસી ઓ તેમનો આદર કરતા હતાં પોતાના ઘરે આવેલાં મહેમાનને કંઈ ખવડાવી શકાય તેવી વસ્તુઓ ન હોવાથી તેમની પાસે જે કાંઈ છે તે “મહુડો “ પીવડાવી પોતાનો આતિથ્ય ધમૅ પાળવા ઉત્સુક હોય તેમની વચ્ચે જ રહેતી તેમની સુખ દુ:ખની સાથી સુપરિયા તેમનાં આતિથ્ય ધમૅ ને સમજી શકીનહી તેની અંદરનો સમાજ સુધારક બહાર ઘસી આવ્યો અને તે બોલી ઉઠી ‘ મરવાના પણ મહુડો નહીં છોડવાનાં ‘ અને સુપરિયા એ વૃદ્ધ પાસે નમક મંગાવ્યું અને મીઠાં ના બે કણ મો માં મુકી ને પેલાં વૃદ્ધ આદિવાસી નો આતિથ્ય ધમૅ સાચવી લીધો ગંડુફકીર પણ સુપરિયા ને કહે છે આજે જો તમારા ઘર નું ખાઉં તો એનો મતલબ એ કે પેલાં વૃદ્ધે આપણને ભૂખ્યા કાઢયા એ વૃદ્ધ ના ઘરમાં જે કાંઈ હતું તે હું ખાઈ ગયો છું. આ આદિવાસી નો આતિથ્ય ધમૅ.
આદિવાસીઓના વ્યવસાય વિષયક એક પ્રસંગ અહીં નિરૂપાયોછે અલગારી લક્ષમણશમૉ અને નાયક મધ ઉછેર વ્યવસાય ની યોજના લઈને ગયા રાત્રે યુવાનોને તથાં ગામમાંથી આવેલાં માણસો ને સ્લાઇડો બતાવી મધમાખી ના પાલનના લાભો વિશે સમજાવ્યું આચાર્ય જાણતા હતા કે મધ ઉતારવાનું કામ ભિલાળાનુ ગણાય એ લોકોજ આ કામ કરે એવી માન્યતા પ્રવૅતતીહતી.
ભૌતિકવાદી સંસ્કૃતિ મા ઉછરેલો નાયક અંતે આધ્યાત્મિક તરફ જોવા મળે છે. છેલ્લા દ્રષ્યમાં જ્યારે કાબાઓ તેને લુટીલે છે ત્યારે તે ચિંતન પ્રગટ કરે છે કે પરિક્રમાવાસી ને લુટી એમનાં વસ્ત્રો ઉતારી લેવા ભુખ્યો તરસ્યો વસ્ત્ર વિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમ્ ના ચુરે ચુરા થઈ ગયાં હશે. સંન્યાસ શું છે?, ત્યાગ શું છે?, જ્ઞાનશુછે?, જીવનશુછે? આવા તમામ પ્રશ્રનો ના જવાબ તેને મળી ગયાં હશે.. કે આજે મારો વારો છે.
અનાયાસે નાયકના હોઠ ફફડેછે…….. નમૅદેહર…..!
ત્યારે લે ખાઈ લે કોઈ સાવ નજીક થી બોલ્યું તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં આપ્યો. આમ કથામાં ‘લે ખાઈ લે’ એ આવે છે ત્યારે નાયકની સ્થગિત ચેતના જાગૃત થાય છે. નાયક જયારે એ સ્થગિત અવસ્થામાં પહોંચ્યા ત્યારે તેણે છેલ્લે ‘આપીદે' એ શબ્દો સંભળાય હતાં અને અત્યારે ‘લે ખાઈલે' આમ નવલકથામાં’ આપીદે’ અને ’લઈલે’ એ બન્ને વચ્ચે નું તત્ત્વ ચિંતન પ્રગટ થાય છે.
અનાદિકાળથી અઘોર અરણ્યો, નિર્જન વગડાવો અને કાળમીઢા પથ્થરોની પાર વહી રહેલા આ પરમ પારદશૅક જળની જેમજ આ બે શબ્દો સનાતન કથા બની વહેતાં રહયાં છે. આમ આ નવલકથામાં ભારતીય સંસ્કૃતિમાં ઊડું તત્ત્વ ચિંતન જોવા મળે છે.
સંદર્ભ: