Included in the UGC-CARE list (Group B Sr. No 172)

પ્રાર્થના : માગું

ક્ષમા-યાચના-સિંધુ માગું
માગું અમર પ્રેમ રે
પ્રેમ થકી પુરુષાર્થ માગું
માગું અપરંપાર રે……ક્ષમા..

સત્ય-અહિંસા-સૌંદર્ય માગું
માગું સમગુણ દ્રષ્ટી રે
દ્રષ્ટિ થકી કૂટ-પરિબળ ત્યાગું
માગું સર્વ સમભાવ રે…ક્ષમા..

ન્યાય-નીતિ-ઐશ્વર્ય માગું
માગું નિશદિન સ્નેહ રે
સ્નેહ થકી કૂટીલતા ત્યાગું
માગું વાત્સલ્ય ભાવ રે….ક્ષમા..

ધર્મ-ચક્ર-પરિવર્તન માગું
માગું પ્રતિભાતણી કીર્તિ રે
કીર્તિ થકી મગરૂરી ત્યાગું
માગું સર્વજન શાંતિ રે.…ક્ષમા..

સુનિલકુમાર એ.ચૌધરી, પીએચ.ડી. શોધ છાત્ર, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ