Included in the UGC-CARE list (Group B Sr. No 172)

નજર

ફકત સુખની ક્ષણો પર ખોટી દાનત ન રાખ,
પણ આ સંઘર્ષોના દાયકાઓ પર નજર તો નાંખ.

ને તેના મોજભર્યાં આયખાં પર ઈર્ષ્યા ન રાખ,
પણ તેની જિંદગીના પડાવો પર નજર તો નાંખ.

બીજાની ખામીઓના તું બહુ હિસાબો ન રાખ,
પણ તારા કર્તવ્યના X-ray પહેલા કરવાનું તો રાખ.

કોઈની સિદ્ધિઓને પીંખવામાં બહુ રસ ન રાખ,
પણ તેના સાહસોની પાછળ થોડી નજર તો નાંખ.

સૂતી વેળાએ હવે આંખો-મગજ બહુ દુઃખે છે ને,
તો તું બીજામાં ઝાઝાં ડોકિયાં કરવાનું ન રાખ.

કોઈની શાંત પ્રકૃતિને તું કદી ઓછી ન આંક,
પણ તેના સફળ જીવનના અર્થો પામવાનું તો રાખ

ડૉ. પંકજ જ. વાઘેલા, સરદાર પટેલ વિદ્યાલય, બામણગામ – ગંભીરા, તા.આંકલાવ, જિ. આણંદ.