શીખજો...
કોઈ લઈ લે જો અબોલા તો મનાવતા રે’જો,
મનગમતા સંબંધોને તમે સાચવતા શીખજો.
દફન પામેલી લાગણીને ક્યાંક ખોલતા રે’જો,
લાગે જો કોઈ પોતીકું, તો તમે કહેતા શીખજો.
એક ભૂલ મારી ને એક તારી માની ભૂલતા રે’જો,
આપણા સમજી બધાંની સાથે તમે બોલતાં શીખજો.
હોય જો કોઈ ઉદાસ તો તેને હસાવતા રે’જો,
સુખ દુ:ખને ભૂલી તમે સાથે જીવતા શીખજો.
જિંદગી નાની ને સફર છે મોટી બધાંને ગમતા રે’જો,
માન મોભો ને મર્યાદા જાળવી તમે નમતા શીખજો.
સમય જતાં વાર નથી લાગતી આ ઝરણામાં વહેતા રે’જો,
મળે જો કોઈ અંગત તો તમે સાથે ભમતા શીખજો.
સાંભળ્યું છે, બધાંનું નસીબ જબરું છે હો ! ચમકતા રે’જો,
હાર-જીતના રણમાં ક્યારેક તમે પણ જતું કરતાં શીખજો.
માન્યું ! હશે, એકાદ અવગુણ અમારામાં પણ ‘’કિરણ‘’,
થોડું ઘણું સહન કરી તમે સ્નેહથી મળતા શીખજો.