આપણેતો ગાંધીના બાળ...
હું નહી આપણે સૌ મળી કરીએ કામ;
ધ્યેય, સંકલ્પ, પરિશ્રમ: છે સાચી મૂડી;
આપણેતો ગાંધીના બાળ...
આળસ ખંખેરી આભ ઉંચેરા સપનાઓ;
ભરી લઈએ મુઠ્ઠીમાં ;
આપણેતો ગાંધીના બાળ...
ઉચ-નીચના ભેદ ત્યાગી રહીએ સૌ સંગાથે;
માતૃભૂમિની રક્ષા કાજે થઈએ સૌ ભેળા;
આપણેતો ગાંધીના બાળ...
દેશ છે આપણો, એની સંપત્તિ અખૂટ;
જાળવિશું એને સ્વચ્છ રાખી;
આપણેતો ગાંધીના બાળ...
હું નહી આપણે, લાવીશું બદલાવ;
ગામ હોય કે શહેર, રાખીશું સ્વચ્છ;
આપણેતો ગાંધીના બાળ...
વિદેશી બનાવટોનો કરીએ ત્યાગ;
સ્વદેશી અપનાવી થઇએ સમૃદ્ધ ;
આપણેતો ગાંધીના બાળ...
વિશ્વપટ પર ચાલીશું મંત્ર લઈ ગાંધીનો;
આપીશું સત્ય, અહિંસા , પ્રેમ તણો સંદેશ;
આપણેતો ગાંધીના બાળ...