અશ્રુનીતરતી કલમ
કલાપી તમારો પ્રેમ કદી ન ખૂટયો,
છતાં એ પ્રેમની જાળમાં તૂટ્યો.
પંક્તિએ પંક્તિએ પ્રણય રસ ફૂટ્યો,
ગ્રામમતામાં પ્રજા પ્રેમ તમારો છે ઘૂંટયો.
રાજ છોડી હૃદય તમારું રાગમાં જુટ્યું,
શોભના માટે તમે હૃદય રાજબાનું કાં તોડ્યું.
માટે જ રાજબાનો પ્રણય તમારા પર ખૂટયો,
અંતે તમારા એ પ્રેમે તમને જ લૂંટયા.
ઝેર પી જીવનના તમારો દેહ છૂટ્યો,
એ ક્ષણે ગુજરાતી ગીરાના ભાગ્ય ફૂટ્યાં.
નથી રહ્યો સૂરતાની વાડીનો મત મોરલો,
નથી રહી અશ્રુનીતરાતી કલાપીની કલમ.
લાઠી રાજમાં તમારું હૃદય શોધે છે રાજબા,
પ્રાયશ્ચિત કરવા રુધિરાશ્રુથી રડે છે રાજબા.