અંકલ
ચરરરર્.....કરતી પેન્ટની ચેન બંધ કરી, હું અંકલ પાસેથી ઊભો થયો, બેલ્ટ પહેર્યો, ફટાફટ શર્ટ-ઇન કર્યું. અંકલે મારી ઝડપ જોઈને મારી સામે લુચ્ચું સ્મિત આપ્યું અને બોલ્યા,
“તું તો જબરી બેટિંગ કરે છે.”
“અંકલ, જવાની બરાબરી ફૂટી છે તો બેટિંગ આપો આપ થાય જ ને!”
“અરે... એવું નથી હોતું, કેટલાંક ઓછી બેટિંગમાં જલ્દી આઉટ થઇ જાય છે” અંકલ નીચું જોઈ હસતાં હસતાં બોલ્યા.
હું પણ હસ્યો અને બોલ્યો, “અંકલ, હવે હું ઘરે જાઉં છું, મોડું પણ થઇ ગયું છે” મોડું થયાની ચિંતા પણ મનમાં હતી.
“ઠીક છે, આજે ખૂબ મઝા આવી હો !” અંકલ રાજી થઇ બોલ્યા અને ખિસ્સામાં હાથ નાખી વોલેટ કાઢ્યું, એમના વોલેટમાં લક્ષ્મીદેવીની અઢળક કૃપા જણાઈ આવતી હતી. અંકલે પાંચસોની કડકડતી નોટ કાઢી મારા હાથમાં થમાવી. મારે લેવા કે ન લેવા કશું કઈ સુજ્યું નઈ પણ છેવટે મે લઈ જ લીધી. ને લુચ્ચું હસતાં વળી પાછા બોલ્યા,
“એનર્જી ડ્રીંક જેવું કંઇક પી લે જે એટલે ફરીથી પાવરમાં આવી જાય તું, સમજ્યો ને ?”
પાંચસોની નોટ ખિસ્સામાં મૂકી મેં બાઈકનો સેલ ઘેર જવા માર્યો. રોડ ઉપર બાઈકની ગતિ સાથે સાથે મારા મનના વિચારોની ગતિ પણ ઝડપી થવા લાગી હતી. સાલું આજે જબરું ન થવાનું થઈ ગયું, એક બે મુલાકાતમાં જ અંકલ આટલા આગળ નિકળી જશે તેવી ખબર જ નોહતી. ખૂબ સજ્જન દેખાતા અંકલ અંદરથી આવી મનોવૃત્તિ કે ઈચ્છા......, જે હોય એ પણ આપણને ટેસડો પડી ગયો, હમણાંથી તન-મન વિદ્વળ રહેતું હતું, ને વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું તે ખબર જ ન પડી. મમ્મીએ જમવાનું કહ્યું પણ ખાવાની ઈચ્છા ન થઈ, હું હાથ- પગ, મોં ધોઈને ઊંઘવા ચાલી નીકળ્યો. એ ક્ષણોને વાગોળતો વાગોળતો હું ક્યારે સુઈ ગયો મને પણ ખબર ન રહી.
સવારે પાંચ વાગે અલાર્મ વાગ્યું, અલાર્મ બંધ કરી હું બ્રશ કરી, અન્ય પ્રાથમિક ક્રિયા પૂરી કરી, ચા- નાસ્તો કરી હું બાઈકનો સેલ મારી કોલેજ જવા નીકળી ગયો. કોલેજના પાર્કિંગમાં બાઈક પાર્ક કર્યું ત્યાં પ્રતિકનો ફોન આવ્યો,
“હેલ્લો”
“હા બોલ, પ્રતીક”
“ક્યાં છે ભાઈ તું? જલ્દી ચાલ , લેક્ચરની તૈયારી છે, તને ખબર છે કે બહાર ગામથી તું આવે છે તો વહેલો ઘરેથી નીકળતો હોય તો, સાલા આળસુ”
“અરે આવી ગયો છું , કોલેજના પાર્કિંગમાં જ છું”
“તો ત્યાં જ ઉભો રે, હું આવું છું ત્યાં પછી સાથે જઈએ.”
“ઓક, જલ્દી આવ” વાત પૂરી કરીને ફોન મુક્યો.”
પ્રતીક આવતાની સાથે જ મારી પર તૂટી પડ્યો,
“અરે યાર, સ્પોર્ટગ્રાઉન્ડમાંથી કાલે કેમ વહેલો જતો રહ્યો હતો?”
“અરે પ્રતીક, કાલે ઘરે મહેમાન આવ્યા હતા તો જલ્દી ઘેર જવું પડ્યું હતું” હું થોડો અચકાતો બોલ્યો.
“સારું સારું ચાલ જલ્દી, લેક્ચર શરુ થવાની તૈયારીમાં જ છે.”
“હા ચાલ” મેં કહ્યું અને બંને લેક્ચરમાં જવા નીકળી ગયા.
ત્રણ લેક્ચર્સ પુરા થયા અને રિસેસનો બેલ વાગ્યો ને હું તંદ્રામાંથી જાગ્યો , ત્રણ લેક્ચર ક્યારે પુરા થયા, સાહેબે શું ભણાવ્યું? કશી જ ખબર નથી, હું તો માત્ર પેલા અંકલના વિચારોમાં જ ખોવાયેલો હતો. અંકલે નંબર તો આપ્યો જ છે. ફોન કરું? સાંજે જઈ આવું ? મગજમાં વિચારોનું જોર વધ્યું. ખબર નહિ અંકલ સાથેના એ અનુભવ પછી મારા તન-મન ઉપર મારો કાબુ જ નહોતો. ને આંગળીઓ ફોન પર આપોઆપ કામે લાગી ગઈ.
“હેલ્લો”
“હા બોલ બેટિંગ રાજા”
“અં...ક...લ.......” હું અચકાતો બોલ્યો.
“અરે સાંજે જ આવી જા, આપડી કાલ વાળી જગ્યાએ જ અને હા, જરા સાચવીને આવજે”
“ઓક” કહીને મેં ફોન મુક્યો. જો કદાચ મેં ફોન ન કર્યો હોત તો અંકલ સામેથી જ ફોન કરવાના હતા એવું મને એમના ઉત્સાહભર્યા અવાજ પરથી લાગતું હતું. સાડા અગિયાર થયા, કોલેજ છુટી ગઈ. હું અને પ્રતીક પાર્કિંગમાં આવ્યા. બાઈકનો સેલ માર્યો ત્યાં પ્રતીક બોલ્યો,
“સાંજે તું મારા ઘેર આવજે ને યાર, ટર્મ પેપર લખવાના છે અને પરીક્ષાની થોડી ચર્ચા પણ કરી લઈશું. એ બહાને તું મારા ઘેર પણ આવેને. આપણે બીજા સત્રમાં આવ્યા પણ તું હજી સુધી મારા ઘેર નથી આવ્યો, મારે પણ તારા ઘેર આવવું છે પણ તું પહેલાં મારા ઘેર આવે તો.” પ્રતીક પહેલા ઉત્સાહ અને અને પછી થોડી નિરાશા સાથે બોલ્યો.
હું ‘હા’ કહેવાની તૈયારીમાં જ હતો ત્યાં મને યાદ આવ્યું કે સાંજે તો ત્યાં જવાનું છે અને મેં વાત બદલી નાંખી.
“અરે ના પ્રતીક, સાંજે મારા ઘેર કોઈ નથી, ફેમિલી બહાર જવાનું છે તો મારે ઘેર રહેવું પડશે, ફરી ક્યારેક ચોક્કસ આવીશ. Sorry યાર” હું અચકાતો અને અપરાધભાવથી બોલ્યો.
“પણ.......” પ્રતીક ઘેરા અવાજ સાથે માત્ર ‘પણ’ જ બોલી શક્યો. એની આંખોમાં નિરાશા ને હતાશા સ્પષ્ટ વાંચી શકાતી હતી.
“અરે પ્રતીક, Don’t Sad Brother, આવીશ આવીશ અને એ દિવસને જિંદગીનો યાદગાર દિવસ બનાવીશું, આજીવન યાદ રહી જાય એવો. બસ” હું ઉત્સાહભેર બોલ્યો.
“OK I will Wait Brother” પ્રતીકે પણ ઉત્સાહથી કહ્યું. એના ચહેરા પર હવે આનંદ પ્રસરેલો દેખાતો હતો. અને પછી બંને છુટા પડ્યા. હું ઘેર ગયો, ફ્રેશ થયો, મમ્મીએ જમવાનું આપ્યું, જમવામાં શું હતું તેનું ભાન જ ન રહ્યું, વચ્ચે વચ્ચે મમ્મી કંઇક પૂછતી હતી પણ હું જવાબ આપવાના બદલે ‘હાં....’ ‘હં....’ ‘હાં...’ કરતો હતો. અંકલના વિચારો મારા પર કાબુ જમાવીને બેઠા હતા. છેવટે સાંજ પડી ને હું બાઈક લઈને ભાગ્યો. નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. અંકલતો આવી જ ગયા હતા. નજીક આવીને સામે હસીને બોલ્યા,
“પાંચ મિનીટ મોડો પડ્યો”
“હાં અંકલ, ટ્રાફિક હતું એટલે” હું ધીમા અવાજે બોલ્યો.
“હાં લાગ્યું મને, મેં ફોન પણ કર્યા હતા, પણ તે ઉપાડ્યો નહીં, મને ચિંતા થવા લાગી હતી”
મેં ફોન કાઢી જોયું, “ઓહ્હ અંકલ, અઢાર મિસ્ડકોલ !!, પણ મારો ફોન ભૂલથી સાઈલેન્ટ થઈ ગયો હશે. વાંધો નઈ, પાંચ મિનીટ વધુ.......” હું હસતાં હસતાં બોલ્યો. અને પછી તો અંકલ જાણે વાતોમાં વધું સમય બગાડવા ન માંગતા હોય તેમ સીધા જ વેલ વૃક્ષને વળગે તેમ વળગી પડ્યા, મારા પુરુષાતનને પડકારતાં, પળોલટતા, આશ્લેષતા મને પથારીમાં પાડ્યો. અને પછી તો........ને અંકલ આનંદ લુંટતા હતા.
“બોલો અંકલ, કેવી રહી આજની બેટિંગ?”
“તારી બેટિંગમાં તો ક્યાં ખામી હોય છે?” અંકલ બોલ્યા.
પછી મને ફરી પાછા લક્ષ્મીદેવીના દર્શન કરાવ્યા. પણ આ વખતે પૈસા લેવાની ઈચ્છા જ ન થઈ. ખબર નઈ કેમ પણ મારું મન જ ન થયું .અંકલ ખૂબ મથ્યા. પણ હું એકનો બે ન થયો અને તરત હું ત્યાંથી નીકળી ગયો.
આમ આ રીતે આ ઘટનાને એક અઠવાડિયું વીતી ગયું. એક દિવસ હું અને પ્રતીક વર્ગમાં બેઠા હતા, હું વર્ગમાં હતો પણ મારું ધ્યાન બેધ્યાન હતું, શરીર વર્ગમાં ને મન અંકલમાં ખોવાયેલું હતું, પ્રતીક મને બરાબર નિહાળી રહ્યો હતો, તેં મારી માનસિક અવસ્થા પામી જતાં મને વર્ગ પૂરો થતાં જ પૂછવા લાગ્યો;
“અલ્યા હમણાંથી તું ક્યાં ખોવાયેલો રહે છે?”
“ક્યાંય નહિ, કેમ?”
“તું, મને ગોળ ગોળ ન ફેરવ, તારો ભાઈબંધ છું, તું મારાથી કોઈ વાત છુપાવતો હોય એવું લાગે છે!” પ્રતીકે કહ્યું.
“ના ના યાર, કોઈ એવી વાત નથી, હશે તો ચોક્કસ કહીશ” મેં કહ્યું.
“ આપણે હમણાં કોલેજથી છૂટીએ એટલે તું કઈ પણ બહાનું કાઢ્યા વગર મારી સાથે મારા ઘેર ચાલ અને મને સાચી વાત જણાવ, અને આગામી પરીક્ષાની પણ ચર્ચા કરી લઈએ. તું ચાલ જ”પ્રતીક જાણે કે આજે નક્કી કરીને જ આવ્યો હોય એ રીતે મને ઓર્ડરથી કહ્યું.
હું પણ માની જ ગયો, કદાચ મારે પણ એની સાથે વાત શેર કરવી જ હશે. કોલેજ છૂટી એટલે અમે બંને એના ઘેર જવા નીકળ્યા. હું ખૂબ જ ખુશ હતો, પ્રતીક સાથે વાત પણ શેર કરીશ વગેરે જેવા વિચારો કરતો કરતો અમે પ્રતીકના ઘેર પહોંચી ગયા. ઘરમાં પ્રવેશ કર્યો, પ્રતીકનું ઘર તો જાણે રાજાનો મહેલ, પણ ઘર તો આખું ખાલીખમ.
“પ્રતીક! મમ્મી અને પપ્પા ક્યાં ગયા? કોઈ દેખાતું નથી.” મેં આશ્ચર્યથી પૂછ્યું.
“મમ્મી મામાના ઘેર કામે ગઈ છે અને પપ્પા બસ હમણાં જ આવતા જ હશે.” પ્રતીકે નિરાંતે જવાબ આપ્યો.
“ઘરતો તારું ખૂબ જ સુંદર છે, કલરની ચોઈસ પણ ખરી હો. પ્લેન દીવાલો રાખી એ ખૂબ જ સરસ લાગે છે” વગેરે કહી મેં ઘર વખાણ્યું.
“Thank You Brother” પ્રતીકે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, “ચાલ હવે, ઉપર મારા રૂમમાં જઈએ, ત્યાં બેસીને વાતો કરીએ”.
“સારું ચાલ” કહીને અમે બંને ઉપર ગયા. પ્રતીકે મને પાણી આપ્યું, અને કહ્યું, “તું પાણી પી ને બાથરૂમમાં મોં-હાથ ધોઈને ફ્રેશ થઈ જા પછી હું થઈ જાઉં અને પછી પરીક્ષાની ચર્ચા કરીએ”
“ના ના પ્રતીક તું પહેલાં ફ્રેશ થઈજા હું પછી થઈશ” પ્રતીક માની ગયો અને ટીવી ઓન કરી. “હું ફ્રેશ થઈ આવું ત્યાં સુધી તું ટીવી જો” કહી પ્રતીક ફ્રેશ થવા ગયો. હું ટીવી જોતો હતો, પણ ટીવીમાં શું ચાલે છે એમાં મન લાગતું નહોતું. ગયા અઠવાડિયામાં માણેલી મઝા મગજમાં રમ્યા કરતી હતી, પ્રતીક સાથે બધું જ શેર કરવું છે, પણ ક્યાંથી સ્ટાર્ટ કરું? પ્રતીકને કહેવા માટે હું ખૂબ જ આતુર હતો. એ ફ્રેશ થઈને આવે એટલે એ વાત કહેવા જ માંડું, મારે ફ્રેશ થવા નથી જવું, એને કહેવું છે કે અસલી ફ્રેશ કોને થયા કહેવાય, એને પણ પેલા અંકલ પાસે લઈ જવું” આવા વિચારોમાં મગ્ન હતો ત્યાં ‘ટ્રીન્... ટ્રીન્... ટ્રીન્...’ ડોરબેલ વાગી અને મારા વિચારો તૂટ્યા. મેં પ્રતીકને બૂમ પાડીને જાણ કરી, પ્રતીકે કહ્યું કે “પપ્પા જ આવ્યા લાગે છે, તું જા નીચે જઈને દરવાજો ખોલી આવ”
“ઠીક છે પ્રતીક , તું ફ્રેશ થઈ જા હું દરવાજો ખોલીને આવું” હું ઝડપથી નીચે ગયો અને દરવાજાની કડી નીકાળીને દરવાજો ખોલ્યો, ને મારી આંખો એકાએક ફાટી ગઈ અને બોલાઈ ગયું, “અં...ક...લ... તમે?”